English literature

પાલ્ગ્રેવ ફ્રાન્સિસ ટર્નર

પાલ્ગ્રેવ, ફ્રાન્સિસ ટર્નર (જ. 28 સપ્ટેમ્બર 1824, લંડન; અ. 24 ઑક્ટોબર 1897, લંડન) : આંગ્લ કવિ, કાવ્ય-સંપાદક અને વિવેચક. ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યા પછી શિક્ષણ તથા વહીવટી ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ સંભાળ્યા. 1895માં ઑક્સફર્ડ ખાતે કવિતાના પ્રાધ્યાપકનું પદ સંભાળ્યું. તેમનાં કાવ્ય-પુસ્તકોમાં ‘ઇડિલ્સ ઍન્ડ સાગ્ઝ’ (1854), ‘હિમ્સ’ (1867), ‘લિરિકલ પોએમ્સ’ (1871), ‘ધ…

વધુ વાંચો >

પેઇન ટૉમસ

પેઇન, ટૉમસ  (જ. 29 જાન્યુઆરી 1737, થેટફર્ડ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1809, ન્યૂયૉર્ક, યુ.એસ.એ) : અમેરિકા અને ફ્રાંસની ક્રાંતિઓમાં મહત્ત્વનું વૈચારિક પ્રદાન કરનાર અઢારમી સદીના અગ્રણી રાજકીય ચિંતક. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે વ્યવસ્થિત શિક્ષણ ન પામી શકનાર પેઇનને ઘણી નાની વયે વહાણમાં ખલાસી તરીકે, ઇંગ્લૅન્ડના સરકારી આબકારી…

વધુ વાંચો >

પેટર, વૉલ્ટર

પેટર, વૉલ્ટર (જ. 4 ઑગસ્ટ 1839, લંડન; અ. 30 જુલાઈ 1894, ઑક્સફર્ડ) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. શૈલીની નજાકત માટે જાણીતા આ લેખક પર પ્રી-રૅફેલાઇટ્સ જૂથનો પ્રભાવ હતો. શાળાનો અભ્યાસ કિંગ્ઝ સ્કૂલ, કૅન્ટરબરીમાં તથા કૉલેજનો અભ્યાસ ક્વીન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. અભ્યાસ બાદ તે ઑક્સફર્ડમાં સ્થાયી થયા. 1864માં તે બ્રાસેનોઝ કૉલેજમાં સદસ્ય…

વધુ વાંચો >

પેપિસ સૅમ્યુઅલ

પેપિસ, સૅમ્યુઅલ (જ. 23 ફેબ્રુઆરી 1633, લંડન; અ. 26 મે 1703, લંડન) : અંગ્રેજ રોજનીશીકાર. 1825માં પ્રગટ થયેલી તેમની સૌપ્રથમ ડાયરીથી તે પ્રસિદ્ધ બન્યા. તેમાં 1 જાન્યુઆરી, 1660થી 31 મે, 1669 સુધીની વિગતોમાં પુન:સ્થાપના પછીના લંડનના ઉચ્ચવર્ગ અને અમલદારોની જિંદગીનું સુંદર ચિત્રણ છે. આ ડાયરી સાંકેતિક ભાષા (shorthand)માં હતી. 1825માં…

વધુ વાંચો >

પૅરડાઇસ લૉસ્ટ

પૅરડાઇસ લૉસ્ટ : અંગ્રેજ કવિ જ્હૉન મિલ્ટનરચિત મહાકાવ્ય. હોમર, વર્જિલ અને ટૅસ્સોનાં પ્રાચીન મહાકાવ્યોના આદર્શને નજર સમક્ષ રાખીને લખાયેલું અંગ્રેજી ભાષાનું તે સુદીર્ઘ શ્રેષ્ઠ મહાકાવ્ય છે. પ્રથમ આવૃત્તિ ઑગસ્ટ, 1667માં 10 અને દ્વિતીય આવૃત્તિ 1664માં 12 ખંડોમાં પ્રસિદ્ધ થઈ. પ્રકાશક સૅમ્યુઅલ સિર્માંગ સાથે થયેલ કરાર મુજબ કવિને પાંચ પાઉંડની રકમ…

વધુ વાંચો >

પૅસેજ ટુ ઇન્ડિયા એ (1924) :

પૅસેજ ટુ ઇન્ડિયા, એ (1924) : ઈ. એમ. ફૉર્સ્ટરની સર્વોત્તમ કૃતિ. તેના પ્રકાશનની સાથે જ ફૉર્સ્ટરની સાહિત્યિક પ્રતિભા અને તેમના ઉદારમતવાદી દૃષ્ટિબિંદુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. જાતિગત વિરોધાભાસો અને તેના પ્રત્યાઘાતોની આમાં અસરકારક રજૂઆત થઈ છે. આ કૃતિમાં સામાજિક વાસ્તવવાદ પણ જોવા મળે છે. આ નવલકથાની શરૂઆત ચંદ્રાપુર નામના એક…

વધુ વાંચો >

પો એડ્ગર ઍલન

પો, એડ્ગર ઍલન (જ. 19 જાન્યુઆરી 1809, બૉસ્ટન, યુ.એસ.; અ. 7 ઑક્ટોબર 1849, બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એેસ.) : અમેરિકન કવિ, ટૂંકી વાર્તાના લેખક, સર્જક અને વિવેચક. બાલ્યવયમાં માતાપિતા ગુમાવેલાં. રિશ્મૉન્ડના વેપારી જૉન ઍલન પછીથી તેમને પોતાને ઘેર લઈ ગયા. ઍલન દંપતીએ 1815થી 1820 સુધી સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ગાળેલાં વર્ષો દરમિયાન પોએ…

વધુ વાંચો >

પોત્તેકાટ એસ. કે.

પોત્તેકાટ, એસ. કે. (જ. 14 માર્ચ 1913, કાલિકટ, કેરળ; અ. 6 ઑગસ્ટ 1982, કાલિકટ, કેરળ) : મલયાળમના અગ્રણી સર્જક. નવલકથા, ટૂંકી વાર્તા, કાવ્યો અને પ્રવાસકથા – એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે તેમનું સર્જન વિપુલ પ્રમાણમાં છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી અભ્યાસ કર્યો અને ત્યારપછી શાળામાં શિક્ષક તરીકેની કામગીરી સ્વીકારી; પરંતુ 1939માં ત્રિપુરા…

વધુ વાંચો >

પોપ ઍલેક્ઝાન્ડર

પોપ, ઍલેક્ઝાન્ડર (જ. 21 મે 1688, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 30 મે 1744, ટવિકનહામ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના પ્રમુખ કવિ. જન્મ રોમન કૅથલિક સંપ્રદાયમાં માનતા ધર્મનિષ્ઠ કાપડના વેપારીને ત્યાં. તે સમયની સંસ્કૃતિ પ્રમાણેની વર્ગવ્યવસ્થામાં જમીનદાર અમીર-ઉમરાવો વેપારીઓને ઊતરતા લેખતા. તેમાં વળી આ કુટુંબનો ધર્મ ઇંગ્લૅંડના લશ્કરી અમલદાર-વર્ગના ઍંગ્લિકન…

વધુ વાંચો >

પોપા વાસ્કો

પોપા, વાસ્કો (જ. 27 જૂન 1922 સર્બિયા; અ. ) : યુગોસ્લાવિયાના કવિ. 1950ના દશકામાં સાહિત્યનાં સ્થાપિત હિતોને પડકારનારા લેખકોમાં તેઓ અગ્રેસર બન્યા. એ રીતે તેમણે વાસ્તવવાદીઓ વિરુદ્ધ આધુનિકતાવાદીઓના વાદવિવાદમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમની લખાવટનું વલણ ભારોભાર આધુનિકતાથી રંગાયેલું હતું અને માનવજીવનની કારુણ્યલક્ષી પરિસ્થિતિઓને વૈશ્વિક વ્યાપપૂર્વક આલેખવાની તેમની નેમ હતી. ઉત્કટ…

વધુ વાંચો >