હેમન્તકુમાર શાહ

ઇન્ટરનેશનલ ફાયનાન્સ કૉર્પોરેશન

ઇન્ટરનેશનલ ફાયનાન્સ કૉર્પોરેશન (IFC) : વિશ્વબૅન્ક સાથે ગાઢ રીતે સંકળાયેલી પણ કાનૂની રીતે અલગ એવી 24 જુલાઈ 1956માં સ્થપાયેલી સંસ્થા. તે રાષ્ટ્રસંઘની વિશિષ્ટ સંસ્થા (specialised agency) છે. 1961માં તેનું ખતપત્ર સ્વીકારાયું ત્યાં સુધી તેની પ્રવૃત્તિઓ મર્યાદિત રહી હતી, કારણ કે નાણાંના અભાવે તે શેર ખરીદી શકતી ન હતી. અલ્પવિકસિત અને…

વધુ વાંચો >

ઇન્વરનેસ

ઇન્વરનેસ : બ્રિટનના સ્કૉટલૅન્ડમાં હાઈલૅન્ડ વહીવટી પ્રદેશનું શહેર અને નેસ નદીને કિનારે આવેલું દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 57o 27´ ઉ. અ. અને 4o 15´ પ. રે.. પહેલાં ઇન્વરનેસ નામનું પરગણું (કાઉન્ટી) પણ હતું. 1975માં તેનું વિભાજન હાઈલૅન્ડ અને વેસ્ટર્ન આઇલ્સમાં કરવામાં આવ્યું. આ શહેર કેલિડોનિયન નહેરના પૂર્વ કિનારે આવેલું…

વધુ વાંચો >

ઇબાદાન

ઇબાદાન : આફ્રિકામાં નાઇજિરિયાના ઓયો રાજ્યનું પાટનગર. સરેરાશ 210 મીટર ઊંચાઈ ધરાવતી સાત ટેકરીઓ પર વસેલું લાગોસ પછીના બીજા ક્રમે આવતું શહેર. વસ્તી : 35,65,108 જ્યારે મેટ્રોપોલિટન શહેરની વસ્તી 36,60,774 (2019). મુખ્યત્વે યોરુબા જાતિના લોકો શહેરમાં વસે છે. ત્રીજા ભાગના લોકો શહેરની આસપાસ આવેલાં ખેતરોમાં કામ કરે છે. હસ્તકળા, વાણિજ્ય…

વધુ વાંચો >

ઈસેન

ઈસેન : જર્મનીમાં પશ્ચિમે રહાઇન-હર્ને નહેર અને રુહર નદીની વચ્ચે બૉનથી 80 કિમી. ઉત્તરે આવેલું શહેર. તે 51o 28′ ઉ. અ. અને 7o 01′ પૂ. રે. પર આવેલું છે. નવમી સદીમાં ત્યાં શાળા સ્થપાઈ ત્યારપછી તેનો વિકાસ થતો ગયો. શહેરની આસપાસ લોખંડ અને કોલસાની અનામતો મોટા પ્રમાણમાં આવેલી છે. ઓગણીસમી…

વધુ વાંચો >

ઉધમપુર (જિલ્લો-શહેર)

ઉધમપુર (જિલ્લો-શહેર) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો 32o 56′ ઉ. અ. અને 75o 08′ પૂ. રે.ની આજુબાજુનો 4,550 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અનંતનાગ, ઈશાને ડોડા, અગ્નિએ કથુઆ, વાયવ્યે રાજૌરી અને નૈર્ઋત્યે પુંચ અને જમ્મુ જિલ્લો સરહદ…

વધુ વાંચો >

એજિયન સમુદ્ર

એજિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના ક્રીટ અને ર્હોડ્સ ટાપુઓની ઉત્તરે ગ્રીસ અને તુર્કીની વચ્ચે આવેલો સમુદ્રવિસ્તાર. 2,14,000 ચો.કિમી. તે લગભગ 640 કિમી. લંબાઈ અને સ્થાનભેદે 195થી 400 કિમી. પહોળાઈ ધરાવતો સમુદ્ર છે. તેની વધુમાં વધુ ઊંડાઈ, ક્રીટની પૂર્વે 3,436 મી. છે. એજિયન સમુદ્રમાંથી મારમરા સમુદ્રમાં થઈને કાળા સમુદ્રમાં પહોંચી શકાય…

વધુ વાંચો >

એડીલેઇડ

એડીલેઇડ : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યનું ટોરેન્સ નદીને કિનારે વસેલું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34o 55′ દ. અ. અને 138o 35′ પૂ. રે.. બ્રિટિશ રાજા વિલિયમ ચોથાની રાણી એડીલેઇડના નામ પરથી શહેરનું નામ પડ્યું. તેનું તાપમાન જાન્યુઆરીમાં 22.8o સે. અને જુલાઈમાં 11.8o સે. જેટલું રહે છે. ઑસ્ટ્રેલિયાની સર્વપ્રથમ મ્યુનિસિપાલિટીની રચના 1840માં…

વધુ વાંચો >

એડ્રિયાટિક સમુદ્ર

એડ્રિયાટિક સમુદ્ર : ઇટાલિયન અને બાલ્કન ભૂશિરો વચ્ચે આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે લગભગ 800 કિમી. લંબાઈ, 161 કિમી.ની સરેરાશ પહોળાઈ અને આશરે 1,330 મીટરની મહત્તમ ઊંડાઈ ધરાવે છે. વિસ્તાર : 1,31,050 ચોકિમી. તેને કિનારે ઇટાલી, યુગોસ્લાવિયા અને આલ્બેનિયા દેશો આવેલા છે. ભૂમધ્ય સમુદ્રની ભરતીની ઊંચાઈ આશરે માત્ર 0.27 મીટર…

વધુ વાંચો >

એન્ટબી

એન્ટબી (Entebbe) : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં વિક્ટોરિયા સરોવરને કાંઠે અને કમ્પાલાથી આશરે 40 કિમી. દક્ષિણ દિશામાં આવેલું નગર. આ નગરનો ઉદભવ 1893માં એક લશ્કરી છાવણીમાંથી થયો હતો અને 1894થી 1962 સુધી તે યુગાન્ડાનું પાટનગર હતું. તે સમુદ્રસપાટીથી 1,146 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી ઉનાળામાં તેની આબોહવા ખુશનુમા અને સમધાત રહે…

વધુ વાંચો >

ઍબર્ડીન

ઍબર્ડીન : બ્રિટનના સ્કૉટલૅન્ડના ગ્રોમ્પિયન વિભાગમાં આવેલો જિલ્લો તથા ડી અને ડોન નદીઓના મુખપ્રદેશો વચ્ચે આવેલું બંદર અને શહેર. ભૌ. સ્થાન : 57o 10′ ઉ. અ. અને 2o 04′ પ. રે.. વસ્તી : 2.08 લાખ (2016). જિલ્લાનો વિસ્તાર : 186 ચોકિમી.. આબોહવા : જાન્યુઆરી તાપમાન 3.3o સે., જુલાઈ 13.9o સે.,…

વધુ વાંચો >