સૂર્યકાન્ત શાહ

લૉઇડ્ઝ વીમા નિગમ

લૉઇડ્ઝ વીમા નિગમ : બ્રિટનનું જાણીતું વીમા નિગમ. ઇંગ્લૅન્ડમાં રાજકીય અને વાણિજ્ય વ્યવહારોમાં અલિખિત નિયમો અને રૂઢિઓનું વર્ચસ્ છે. આ વ્યવહારોમાં ભાગ લેતી વ્યક્તિઓનું ઊંચું ચારિત્ર્ય આ વ્યવહારોને સુપેરે ચલાવે છે. જો ઇંગ્લૅન્ડમાં રાજકીય ક્ષેત્રે તેના અલિખિત બંધારણનું ઉદાહરણ આપી શકાય તો વાણિજ્ય ક્ષેત્રમાં તેના વીમા વ્યવસાયીઓ/ધંધાદારીઓના મંડળ લૉઇડ્ઝનું ઉદાહરણ…

વધુ વાંચો >

વટાવગૃહ (Discount House)

વટાવગૃહ (Discount House) : વિનિમયપત્ર પાકે તે અગાઉ તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદવાનો ધંધો કરતાં લંડનનાં વ્યાપારીગૃહો. ઇંગ્લૅન્ડમાં મોટાભાગની પ્રવૃત્તિઓ રૂઢિગત રીતે ચાલે છે. લંડનનું નાણાંબજાર વિશ્વમાં જૂનામાં જૂનું નાણાંબજાર છે. આ બજારમાં પણ રૂઢિઓ ક્રમશ: તૈયાર થઈ જેના એક ભાગસ્વરૂપ વટાવગૃહ છે. નાણાંબજારની પ્રવૃત્તિઓનું એકમ નાણું છે.…

વધુ વાંચો >

વલણ-પૃથક્કરણ

વલણ-પૃથક્કરણ : નિશ્ચિત સમયગાળા દરમિયાન બનેલી શ્રેણીબંધ ઘટનાઓએ પકડેલા માર્ગનું વિશ્લેષણ. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કેટલીક ઘટનાઓની હારમાળા સર્જાય છે અને તે એક તરફની ચોક્કસ દિશા પકડે છે. દા. ત., કોઈ એક ચીજના એક નંગના ભાવ ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂ. 5, બીજા વર્ષે…

વધુ વાંચો >

વસ્તુસૂચિ-આવર્ત

વસ્તુસૂચિ-આવર્ત : વેચવા માટેનો પાકો માલ, અર્ધતૈયાર માલ, ઉત્પાદન કરવા માટેનો કાચો માલ તથા ઉત્પાદન-પ્રક્રિયામાં આવશ્યક અન્ય માલસામગ્રીની વર્ષ દરમિયાન એકથી વધારે વાર થતી ફેરબદલીનું ચક્ર. કઈ માલસામગ્રી વસ્તુસૂચિ ગણાય અને કઈ માલસામગ્રી અચળ મિલકત (fixed asset) ગણાય તેનો આધાર ધંધાના પ્રકાર પર છે. ફર્નિચરના વેપારી માટે ટેબલ-ખુરશી વેચાણ માટેનો…

વધુ વાંચો >

વાયદાનો વેપાર

વાયદાનો વેપાર : ભવિષ્યમાં નિયત તારીખે જે ભાવ પડે તે ભાવે માલની ખરેખર આપ-લે કર્યા વગર તે તારીખે ભાવફેરના તફાવત દ્વારા પતાવટ કરવામાં આવે તેવો આજની તારીખે કરવામાં આવેલો સોદો. અવેજના બદલામાં વસ્તુ/સેવા તબદીલ થાય તો તે સોદો હાજરનો સોદો ગણાય છે. કેટલીક વાર અવેજ ચૂકવવાનું વચન આપવામાં આવે અને…

વધુ વાંચો >

વાયદા બજાર પંચ

વાયદા બજાર પંચ : વિવિધ ચીજવસ્તુઓના વાયદાના વેપારનું સંચાલન કરતી સંસ્થાઓને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલું પંચ. અર્થકારણમાં મુક્ત સાહસને સંપૂર્ણ મુક્ત રાખી શકાતું નથી. એને સંપૂર્ણ મુક્ત રાખવાથી એ નફો કમાવાને બદલે નફાખોરી કરતું થઈ જાય છે. અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ હરીફાઈની કલ્પના કરવામાં આવી છે. સંપૂર્ણ હરીફાઈવાળું…

વધુ વાંચો >

વિકાસ-વળતર

વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…

વધુ વાંચો >

વિચરણ-વિશ્લેષણ (variance-analysis)

વિચરણ-વિશ્લેષણ (variance-analysis) : ઉત્પાદિત વસ્તુની પ્રમાણ-પડતર (standard cost) અને વાસ્તવિક પડતર(actual cost)ના તફાવત/વિચરણનાં કારણો શોધવાની હિસાબીય (accounting) પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. થયેલા નાણાકીય વ્યવહારોને નામું નોંધે છે અને તેનાં અર્થઘટન કરે છે. નામું, આમ વ્યવસ્થિત રીતે નોંધાયેલો, નાણાકીય ઇતિહાસ છે. આ ઇતિહાસ અને નિયત કરેલા ભાવિમાંનાં પરિવર્તનોની આગાહી ભેગા થઈને ભાવિ…

વધુ વાંચો >

વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis)

વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis) : ઉત્પાદન કરવાની પ્રવૃત્તિઓનાં પૂર્વનિર્ધારિત ધોરણો સાથે સતત ચકાસણી કરીને નજરે પડેલા તફાવત/વિચલનનાં કારણો શોધવાની, સંચાલન-(management)-પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. લભ્ય સાધનોનો વિવેકપુર:સરનો ઉપયોગ કરવા માટે સંચાલક સતત મથામણ કરતો હોય છે. સંચાલન વાસ્તવિકતા સાથે કામ પાડે છે. તેથી વિવેકના ભાવાત્મક ખ્યાલને વાસ્તવિક સ્વરૂપ આપવું પડે છે. ખરેખર કાર્ય-પ્રવૃત્તિ…

વધુ વાંચો >

વિદેશી મૂડીરોકાણ

વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે.…

વધુ વાંચો >