સૂર્યકાન્ત શાહ

મૂડીરોકાણ ટ્રસ્ટ

મૂડીરોકાણ ટ્રસ્ટ (Investment Trust) : પોતાના સભ્યોની બચતનું કંપનીઓના શૅર, ડિબેન્ચર અને બૉન્ડમાં રોકાણ કરીને તેમાંથી થતી આવકનું સભ્યોમાં વિતરણ કરતું ટ્રસ્ટ. બચતોને મૂડીરોકાણમાં રૂપાંતરિત કરવા માટે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રાખીને ઘડાયેલા કાયદાઓ હેઠળ વિવિધ સંસ્થાઓનું સર્જન કરી તે દ્વારા મૂડીરોકાણના પ્રયત્નો લાંબા સમયથી થતા…

વધુ વાંચો >

મૂડીરોકાણ-નિયમન

મૂડીરોકાણ-નિયમન : મૂડી-ઉઘરામણીની પ્રક્રિયાનું કાયદા દ્વારા નિયમન અને નિયંત્રણ. 1875માં ભારત અને એશિયામાં સૌથી પહેલું સ્થપાયેલું મુંબઈ શૅરબજાર શરૂઆતમાં તો બહુ નાના પાયા પર ચાલતું હતું. મૂડીરોકાણ-નિયમન માટે સરકારી રાહે પગલાં લેવાની જરૂર વરતાઈ નહોતી. ક્રમશ: મુંબઈ શૅરબજારનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું. તેના પરના નિયમનના અભાવે મૂડીરોકાણનો કાર્યક્રમ નિરંકુશ અને દિશાવિહીન…

વધુ વાંચો >

મૂડીરોકાણ-બજેટ

મૂડીરોકાણ-બજેટ : ઉત્પાદક પેઢીએ ભાવિ અને લાંબા ગાળાની સંભવિત આવકો અને ખર્ચ અંગે તૈયાર કરેલું પત્રક. અંદાજપત્રની મુખ્ય ભાષા આંકડા છે. આંકડાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એનું અર્થઘટન એક જ થાય છે. ભવિષ્યમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓને ભાષામાં મૂકતાં એનાં એકથી વધારે અર્થઘટન થવાની સંભાવના હોવાને કારણે સંસ્થાઓ અને ધંધાદારી…

વધુ વાંચો >

મૂડીલાભ

મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ…

વધુ વાંચો >

મૂલ્ય-વિશ્લેષણ

મૂલ્ય-વિશ્લેષણ (value analysis) : વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નો. માલ અથવા સેવાના ઉત્પાદનમાં અનાવશ્યક ખર્ચાઓ ઓળખવાનો અને તૈયાર માલની ગુણવત્તામાં ફેરફાર કર્યા વિના અવેજીમાં અન્ય પ્રકારના કાચા માલ તથા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડતર કિંમત ઘટાડવાનો વ્યવસ્થિત અને વિધાયક અભિગમ. પ્રવર્તમાન તૈયાર માલની પડતર…

વધુ વાંચો >

મ્યૂચ્યુઅલ ફંડ

મ્યૂચ્યુઅલ ફંડ : મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક રોકાણકારોની બચત એકત્રિત કરીને તેમના લાભાર્થે શૅર, ડિબેન્ચર, બૉન્ડ વગેરેમાં રોકાણ અને લેવેચ કરતું ટ્રસ્ટ. મ્યૂચ્યુઅલ ફંડ મૂળ અંગ્રેજી નામથી જ ઓળખાવાય છે, છતાં એને ગુજરાતીમાં ‘પારસ્પરિક ભંડોળ’ કહી શકાય. બચત કરવી એ બિલકુલ વૈયક્તિક અને કૌટુંબિક બાબત છે. પરંતુ…

વધુ વાંચો >

યુનિટ બૅકિંગ

યુનિટ બૅકિંગ : કોઈ પણ શાખા ઉઘાડ્યા વગર માત્ર એક જ કાર્યાલય દ્વારા ચલાવવામાં આવતો બૅકિંગ વ્યવસાય. બૅકિંગના ધંધાની શરૂઆત યુનિટ બૅકિંગથી થઈ છે. અપવાદસ્વરૂપ કિસ્સાઓ સિવાય આજે પણ નવી શરૂ થતી બૅંક પહેલાં મુખ્ય મથકથી બૅકિંગનો વ્યવસાય શરૂ કરે છે. સમય જતાં અનુકૂળતાએ બૅંકો શાખા ખોલે છે. શાખા વગરની…

વધુ વાંચો >

રૉયલ્ટી

રૉયલ્ટી : અદૃશ્ય મિલકતો અને કેટલીક શ્ય મિલકતોનો ઉપભોગ કરવા માટે ઇતર વ્યક્તિ દ્વારા માલિકને મળવાપાત્ર રકમ. મિલકતો મુખ્યત્વે બે પ્રકારની હોય છે : દૃશ્ય અને અદૃશ્ય. વારસો, બચતો વગેરે  કારણે વ્યક્તિઓને વધતી-ઓછી દૃશ્ય મિલકતો પ્રાપ્ત થાય છે. બુદ્ધિ, સંશોધનશક્તિ, કલા અને સર્જનશક્તિથી કેટલીક વ્યક્તિઓ કેટલીક કૃતિઓ રચી શકે છે.…

વધુ વાંચો >

રોવન બોનસ યોજના

રોવન બોનસ યોજના : ઉત્પાદન માટે પ્રમાણિત કરેલા સમય કરતાં ઓછા સમયમાં ઉત્પાદન કરવાથી થયેલા વધારાના નફામાંથી સમયની બચત કરનાર શ્રમિકને ભાગ આપવા માટે ડૅવિડ રોવને વિકસાવેલી પદ્ધતિ. આર્થિક પ્રવૃત્તિ ચલાવનારાઓને શ્રમની જરૂર હોય છે. બજારમાં શુદ્ધ સ્વરૂપે શ્રમ મળતો નથી. શ્રમ લેવા જતાં શ્રમિક મળે છે. ગુલામી પ્રથા અને…

વધુ વાંચો >

લૉઇડ્ઝ બૅન્ક

લૉઇડ્ઝ બૅન્ક : બ્રિટનની બૅન્કિંગ અને વીમાનાં ક્ષેત્રોમાં કામ કરતી જૂની સંસ્થાઓ. બૅન્કિંગ અને વીમાના ક્ષેત્રમાં લૉઇડ્ઝ નામની બે જુદી જુદી સંસ્થાઓ કાર્યરત છે. સંસ્થાઓમાં માત્ર નામ અને જન્મભૂમિ ઇંગ્લૅન્ડનું સામ્ય છે. અન્યથા, એમની સ્થાપના, ગતિવિધિ, રચના અને કાર્યપદ્ધતિમાં ઘણો તફાવત છે. લંડનમાં મુખ્ય મથક ધરાવતી લૉઇડ્ઝ બૅન્ક પોતાની ગૌણ…

વધુ વાંચો >