સૂર્યકાન્ત શાહ

ભવિષ્યનિધિ ધારો, 1952

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…

વધુ વાંચો >

ભારતીય માનક તંત્ર

ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું…

વધુ વાંચો >

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન. બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી,…

વધુ વાંચો >

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા. વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી…

વધુ વાંચો >

માલિક-મંડળ

માલિક-મંડળ : સમાન હેતુને સિદ્ધ કરવા, સાચવવા અને સંવર્ધન કરવા માટે માલિકોનું થતું સંગઠન. સમાન હેતુને માટે ભેગા થયેલા માણસોનાં હિત પણ મહદ્અંશે સરખાં હોય છે. માણસની મૂળગત કબજાવૃત્તિમાંથી માલિકીભાવ પેદા થયો છે. ભારત સહિત મોટાભાગના દેશોનાં બંધારણોમાં માલિકીહક્કને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. માલિકી મેળવ્યા પછી તેને સાચવવા,…

વધુ વાંચો >

માલિકીહક્ક

માલિકીહક્ક : મિલકત ઉપર અન્યોની સામે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનો વૈધિક અને અબાધિત એકાધિકાર. જીવંત સ્ત્રી-પુરુષો, કાયદાથી માન્ય થયેલ સંસ્થાઓ, કેટલાક સંજોગોમાં મંદિરની મૂર્તિઓને પણ કાયદાએ ‘વ્યક્તિ’ તરીકે માન્ય કરી છે. આ બધાં માલિકીહક્ક ધરાવી શકે છે. જેમાંથી વ્યક્તિને માલિકીહક્ક પ્રાપ્ત થાય છે તે મિલકતો કહેવાય છે. કાયદા અને રૂઢિના…

વધુ વાંચો >

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ : સંચાલકીય નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તેવા હેતુથી પ્રાપ્ત થયેલ અથવા એકત્રિત કરેલ હકીકતો અને આંકડાઓનું પૃથક્કરણ. ઐતિહાસિક દસ્તાવેજો, લેખનસામગ્રી, સર્વેક્ષણો, અવલોકનો, અનુભવો, વાતચીત અને ચર્ચા જેવાં અનેક માધ્યમો દ્વારા જે હકીકતો અને આંકડા પ્રાપ્ત થાય છે તે કાચી માહિતી (data) છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ…

વધુ વાંચો >

મિલકત-વેરો

મિલકત-વેરો : કરદાતાની માલિકીની મિલકતની કિંમત ઉપર આધારિત વેરો. મિલકતમાં મૂર્ત સ્થાવર અને જંગમ મિલકત તથા આવી કોઈ મિલકતમાં રહેલા અમૂર્ત હિત અથવા અધિકારનો સમાવેશ થાય છે. માલિકીના હકની હાજરીને કારણે મિલકતો પેદા થાય છે. જે સ્થાવર સંપત્તિ, માલસામાન અને પશુધન પર કોઈ એક વ્યક્તિ માલિકીહક ભોગવે તે એ વ્યક્તિની…

વધુ વાંચો >

મુક્ત વેપાર

મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં…

વધુ વાંચો >

મુક્ત વેપાર વિસ્તાર

મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય…

વધુ વાંચો >