સંગીતકલા

કડમ્બી નીલમ્મા

કડમ્બી, નીલમ્મા (જ. 1910, મૈસૂર; અ. 1994, બૅંગલોર) : કર્ણાટક-સંગીતનાં મહાન ગાન-કલાધરિત્રી. તેમના પિતા વ્યંકટાચારી નિષ્ણાત વીણાવાદક હતા. માતા સંગીતકારોના પરિવારમાંથી આવેલાં. તેમની 6 વર્ષની વયે તેમના પિતાનો દેહાંત થતાં માતા પાસે પૂર્વજોની 100 વર્ષ પુરાણી ‘સરસ્વતી વીણા’ પર સૂરોની સંગીત-સાધના અને આરાધના કરી. લગ્ન બાદ સંગીતપ્રેમી પતિ કડમ્બીએ મૈસૂર…

વધુ વાંચો >

કદર પિયા

કદર પિયા (ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતના ઉત્તમ કોટિના ગાયક. તેમણે અનેક ઠૂમરી ગીતોની રચના કરી હતી. તેમાં ઘણાંખરાં ગીત શૃંગારરસનાં હતાં. આ લખનૌનિવાસી ગાયકની કેટલીક નાટ્યશાળાઓ હતી અને તેમના આશ્રયે કેટલાક ગાયકો પણ રહેતા હતા. ઓગણીસમી સદીના અંતમાં તે મૃત્યુ પામ્યા હતા. ગીતા મહેતા

વધુ વાંચો >

કર્ણાટકી અમીરબાઈ

કર્ણાટકી, અમીરબાઈ [જ. 19 ફેબ્રુઆરી 1912, બોળગી (કર્ણાટક); અ. 7 માર્ચ 1965, મુંબઈ] : જાણીતાં નાયિકા. મૅટ્રિક ઉત્તીર્ણ. વણકર પિતાની પાંચ પુત્રીઓ પૈકી મોટાં ગૌહરબાઈ મુંબઈમાં ચલચિત્રોનાં અભિનેત્રી અને બીજાં અહલ્યાબાઈ રેડિયોમાં ગાયિકા હોવાના લીધે અમીરબાઈ પંદર વર્ષની વયે કામ મેળવવા મુંબઈ આવ્યાં. સૌપ્રથમ ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ સંસ્થાએ એમની કવ્વાલીની…

વધુ વાંચો >

કર્ણાટકી સંગીત

કર્ણાટકી સંગીત : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મુખ્ય સ્વરૂપ. ભારતના દક્ષિણ તરફના પ્રદેશોમાં તે બહુ પ્રચલિત છે. તેનો સળંગ ઇતિહાસ પ્રાચીન છે. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ઉદગમ અને તેની પરંપરા સાથે કર્ણાટકી સંગીત ઘણી બાબતોમાં સામ્ય ધરાવતું હોવા છતાં રાગોનું માળખું, રજૂઆતની શૈલી તથા વિગતોની બાબતમાં તે ભિન્નતા ધરાવે છે.…

વધુ વાંચો >

કલાકેન્દ્ર – સૂરત

કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…

વધુ વાંચો >

કલ્યાણ

કલ્યાણ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કલ્યાણ થાટમાંથી રચાયેલ તેનો આશ્રય રાગ. ભારતના વિખ્યાત સંગીતશાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજીએ માત્ર દસ થાટમાં ઉત્તર ભારતીય સંગીતના રાગોનું વર્ગીકરણ કર્યું છે. થાટ અથવા મેળનો અર્થ સ્વરોની કોમલ તીવ્રતાનો  ઉપયોગ કરીને બનાવેલી એક નિશ્ચિત સ્વરરચના. દરેક જનક થાટને એટલે કે મેળને એમણે એ જ…

વધુ વાંચો >

કલ્યાણજી-આણંદજી

કલ્યાણજી-આણંદજી (જ. કલ્યાણજી 30 જૂન 1928, કુંદરોડી, કચ્છ; અ. 24 ઑગસ્ટ 2000; જ. આણંદજી 2 માર્ચ 1933, કુંદરોડી, કચ્છ-) : હિંદી ચલચિત્રજગતની સંગીત-દિગ્દર્શક જોડી. કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો. બાળપણથી જ બંનેએ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવી…

વધુ વાંચો >

કલ્યાણપુર – સુમન

કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુઆરી 1937, ઢાકા, બ્રિટીશ ઇન્ડિયા, હાલ બાંગ્લાદેશ) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) કર્ણાટક રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું…

વધુ વાંચો >

કલ્લિનાથ

કલ્લિનાથ (પંદરમી સદી) : સંગીતકાર. વિજયનગરના રાજા પ્રતાપદેવના આશ્રયે પંડિત કલ્લિનાથે એ રાજાની આજ્ઞાનુસાર સંસ્કૃત ક્લિષ્ટ ગ્રંથ ‘સંગીતરત્નાકર’ પર ટીકા લખી તે ગ્રંથની દુર્બોધતા ટાળી તેનું સુગમ સંપાદન કર્યું. રાજા પ્રતાપદેવનું વિજયનગરમાં શાસન 1456થી 1477 સુધી હતું. કલ્લિનાથના જન્મ, મરણ કે ચરિત્ર વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી. આથી આ રાજાના…

વધુ વાંચો >

કાઝ્લાયેવ, મુરાદ

કાઝ્લાયેવ, મુરાદ (જ. 15 જાન્યુઆરી 1931, બાકુ; અ. 23 ડિસેમ્બર 2023 ડાઘેસ્તાન, રશિયા) : આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. વૈજ્ઞાનિક પિતાની અનિચ્છા છતાં બાકુ કૉન્ઝર્વેટરીમાં કાઝ્લાયેવ સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ડાઘેસ્તાની લોકસંગીતની ધૂનો અને સૂરાવલિઓ તેમજ લય પહેલેથી જ તેમના માનસનો કબજો જમાવી ચૂકેલાં. તેમણે આગળ જતાં આમાંથી પ્રેરણા લઈ…

વધુ વાંચો >