સંગીતકલા

આશાવરી

આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત…

વધુ વાંચો >

આશિષખાં

આશિષખાં (જ. નવેમ્બર 1940, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી. 6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ કરી…

વધુ વાંચો >

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા (જ. 1849; અ. 1926) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ગાયનકલા- મર્મજ્ઞ. પિતા રામચંદ્ર બુવા ગાયક હતા, તેથી બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે અભિરુચિ થયેલી. માતાના મૃત્યુ બાદ સંગીતની જિજ્ઞાસા પૂરી કરવા માટે તેઓ ઘર છોડી મ્હૈસાલ ગયા. ત્યાં વિષ્ણુ બુવા ભોગલેકર પાસે બે વર્ષ સુધી સંગીતનું…

વધુ વાંચો >

ઇનાયતખાં

ઇનાયતખાં (જ. 16 જૂન 1865, ઇટાવા; અ. 11 નવેમ્બર 1938, ગૌરીપુર, પશ્ચિમ બંગાળ) : વિખ્યાત સિતારવાદક તથા પ્રયોગશીલ સંગીતજ્ઞ. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પોતે સારા સિતારવાદક હતા, જેમની પાસેથી ઇનાયતખાંએ સિતારવાદનની તાલીમ લીધી. ઇટાવાથી તેઓ ઇન્દોર ગયા, જ્યાં થોડોક સમય રહ્યા. ત્યારબાદ તેઓ કૉલકાતા ગયા. ત્યાં તેમને માનસન્માન મળ્યાં. તેમના…

વધુ વાંચો >

ઇનાયતહુસેનખાં

ઇનાયતહુસેનખાં (જ. 1849, લખનૌ; અ. 1919, હૈદરાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક કલાકાર. તેમના નાના ફત્બુદ્દૌલા તથા પિતા મહબૂબખાં – બંને શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર હોવા ઉપરાંત બંને સારા ગાયક પણ હતા; તેથી ઇનાયત-હુસેનને સંગીતની પ્રારંભિક તાલીમ આ બંને પાસેથી ખૂબ નાની ઉંમરમાં પ્રાપ્ત થઈ હતી. તેમના નાના…

વધુ વાંચો >

ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ મિખાઇલ

ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ (જ. 19 નવેમ્બર 1859, ગેચિના, રશિયા; અ. 28 જાન્યુઆરી 1935, ત્બિલિસી, જ્યૉર્જિયા) : પ્રસિદ્ધ જ્યૉર્જિયન સંગીતકાર. પિતા કારીગર હતા. ગેચિના નગરમાં એક નાનકડા ઑર્ગન પર બીથોવનની કૃતિ ‘ધ રુઇન્સ ઑવ્ ઍથેન્સ’ સાંભળી બાળ મિખાઇલમાં સંગીતરુચિ તીવ્ર બની. નગરના મહેલમાં વાદ્યવૃંદના કાર્યક્રમોમાં શ્રોતા તરીકે હાજરી આપવી તેણે શરૂ કરી…

વધુ વાંચો >

ઇમદાદખાં

ઇમદાદખાં (જ. 1848; અ. 1920) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિચક્ષણ પ્રતિભા ધરાવતા સંગીતજ્ઞ. તેમના પરિવારમાં કેટલાક અગ્રણી સંગીતજ્ઞ થઈ ગયા છે, જેમનો વારસો ઇમદાદખાંને મળ્યો હતો. તેમના પૂર્વજો હિંદુ હતા, પરંતુ બાળપણમાં જ તેમના પિતા સાહબદાદે મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી તેમને તે ધર્મના અનુયાયી ગણવામાં આવે છે. સાહબદાદનું…

વધુ વાંચો >

ઇંગળે કેશવબુવા

ઇંગળે કેશવબુવા (જ. 7 એપ્રિલ 1909, ફલટણ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. તેઓ ઇચલકરંજી સંસ્થાનના દરબારી ગાયક હતા. તેમણે 1926થી 1931 સુધી સંગીતની કઠિન સાધના કરી હતી. સંગીત વિષય ઉપર અનેક લેખ પણ લખ્યા છે. પ્રથમ લેખ 1933માં ‘ભારતીય સંગીત’ માસિકમાં છપાયેલો હતો. ઉપરાંત ‘સ્વ. બાલકૃષ્ણબુવા ઇચલકરંજીકરની જીવની’…

વધુ વાંચો >

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ : ભારતીય સંગીતપદ્ધતિનો એક પ્રકાર. તેમાં મુખ્યત્વે બે શૈલીઓ છે : ધ્રુપદ શૈલી તથા ખ્યાલની શૈલી. ધ્રુપદની શૈલીમાં ધમારનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. હળવા શાસ્ત્રીય સંગીતની શૈલી આ બે શૈલીઓથી નિરાળી છે. તે શૈલીનાં ગીતોમાં ઠૂમરી, દાદરા, કજરી, ચૈતી, હોરી, ટપ્પા, સાવન, ઝૂલા, પૂર્બી-ગીત, રસિયા વગેરેનો…

વધુ વાંચો >

ઉથુપ, ઉષા

ઉથુપ, ઉષા (જ. 1948, મુંબઈ) : જાણીતાં પૉપ ગાયિકા. મુંબઈના તમિળવાસી મધ્યમવર્ગ પરિવારમાં ઉછેર. જન્મથી દક્ષિણ ભારતીય હોવા છતાં બાળપણ મુંબઈમાં વીતેલું હોવાથી નાનપણથી જ પશ્ચિમના પૉપશૈલીના સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સીધા સંપર્કમાં આવ્યાં. મુંબઈની કૅથલિક કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી યુવક સાથે લગ્નગ્રંથિથી…

વધુ વાંચો >