કદર પિયા (ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતના ઉત્તમ કોટિના ગાયક. તેમણે અનેક ઠૂમરી ગીતોની રચના કરી હતી. તેમાં ઘણાંખરાં ગીત શૃંગારરસનાં હતાં. આ લખનૌનિવાસી ગાયકની કેટલીક નાટ્યશાળાઓ હતી અને તેમના આશ્રયે કેટલાક ગાયકો પણ રહેતા હતા. ઓગણીસમી સદીના અંતમાં તે મૃત્યુ પામ્યા હતા.

ગીતા મહેતા