શિવાની શિ. શુક્લ
ભૂખ
ભૂખ : કશુંક ખાવાની ઇચ્છા કે જરૂરિયાત. તેને ક્ષુધા (hunger) પણ કહે છે. કોઈ ચોક્કસ વસ્તુ ખાવાની રુચિ (appetite) અથવા કશુંક કરવાની તીવ્ર ઇચ્છા (desire) દર્શાવવા માટેના અર્થમાં પણ આ શબ્દ વપરાય છે. દરેક પ્રાણીની આહાર મેળવવા માટેની ઇચ્છા કે તડપનને ભૂખ (hunger) કહે છે. તે પ્રાથમિક આવેગના સ્વરૂપે હોય…
વધુ વાંચો >ભૂખમરો
ભૂખમરો (starvation) (આયુર્વિજ્ઞાન) : સતત અને લાંબા સમય સુધી ખોરાક ન મળે તેવી સ્થિતિ. (તેનાં કારણો અને તેનાથી ઉદભવતા વિકારો તથા દેહધાર્મિક પરિણામો માટે જુઓ ‘ઉપવાસ’ તથા ‘ન્યૂનતાજન્ય વિકારો’.) જો કોઈ વ્યક્તિ પૂરતી કૅલરી(ઊર્જા)વાળો પણ અપૂરતા પ્રોટીનવાળો ખોરાક લાંબા સમય માટે લે તો તેના શરીરમાંના પ્રોટીનનો જથ્થો વપરાઈ જાય છે.…
વધુ વાંચો >મકાઈ
મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…
વધુ વાંચો >મગફળી
મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…
વધુ વાંચો >મધુપ્રમેહ
મધુપ્રમેહ (diabetes mellitus) ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની સંપૂર્ણ અથવા સાપેક્ષ ઊણપને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો મધ્યાવર્તી ચયાપચય(intermediary metabolism)નો રોગ. શરીરમાં ઊર્જા(શક્તિ)ના ઉત્પાદન માટે તથા અન્ય કાર્યો માટે થતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ઊણપ ઊભી થાય અથવા જેટલી તેની જરૂરિયાત હોય તેના કરતાં ઓછું ઇન્સ્યુલિન…
વધુ વાંચો >મૂત્રસ્રાવ, અનૈચ્છિક
મૂત્રસ્રાવ, અનૈચ્છિક (Enuresis) : ઇચ્છાવિરુદ્ધ અને અનિયંત્રિત રૂપે પેશાબ થઈ જવો તે. તે મુખ્યત્વે ચેતાતંત્ર-સંબંધિત વિકારો દ્વારા તથા અન્ય વિકારોને કારણે થઈ આવે છે. તેને અનિયંત્રિત મૂત્રસ્રાવ (incontinence of urine) પણ કહે છે. મૂત્રાશયમાં આવેલા મૂત્રક્ષેપક સ્નાયુ(detrusor muscle)ની અસ્થિરતા (instability) થયેલી હોય, મૂત્રમાર્ગમાં ચેપ લાગેલો હોય અને તેનાથી મૂત્રાશયની સંવેદિતા…
વધુ વાંચો >રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC)
રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC) : શરીરની નસોમાં વ્યાપકપણે લોહી ગંઠાઈ જવાથી શરીરમાંથી વિવિધ સ્થળેથી લોહી વહેવાનો થતો વિકાર. તેને વ્યાપક અંતર્ગુલ્મનજન્ય રુધિરસ્રાવિતા પણ કહે છે. સામાન્ય રીતે તે કોઈ અન્ય ગંભીર રોગને કારણે થાય છે. તેની સાથે સૂક્ષ્મવાહિનીરુગ્ણતાજન્ય રક્તકોષ-વિલયનકારી પાંડુતા (microangiopathic haemolytic anaemia) હોય છે. આ વિકારમાં…
વધુ વાંચો >રેચકો
રેચકો : મળત્યાગમાં સહાયક ઔષધો. તેઓ જઠર-આંતરડાંના બનેલા માર્ગમાં આહારની ગતિ વધારે છે. તેઓ મુખ્યત્વે 3 પ્રકારનાં હોય છે – ઉત્ક્ષોભકો (irritants) અથવા ઉત્તેજકો (stimulants), દળવર્ધકો (bulk forming) અને મૃદુમળકારકો (stool softeners). (અ) ઉત્ક્ષોભકો અથવા ઉત્તેજકો : તેઓ આંતરડાંનું ઉત્તેજન કરીને તેની ગતિ વધારે છે. દિવેલ અથવા એરંડિયા(castor oil)નું નાના…
વધુ વાંચો >રેસર્પિન (reserpine)
રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે.…
વધુ વાંચો >લાંગવિકાર (lathyrism)
લાંગવિકાર (lathyrism) : લાંગ (કેસરી) દાળના આહારથી થતો પીડાકારક સ્નાયુ-અધિકુંચસજ્જતાયુક્ત (spastic) પગના લકવાનો રોગ. મધ્ય ભારતના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખોરાકમાં દાળ તરીકે કેસરી (લાંગની) દાળનો ઉપયોગ કરતી વસ્તીમાં આ રોગ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Lathyrus sativus છે. ભારતમાં તેને કેસરી દાળ, લાંગની દાળ, તેઓરા, મત્રા, બટુરા, ઘરસ, લાખ…
વધુ વાંચો >