શિવપ્રસાદ રાજગોર
કારાકાસ
કારાકાસ : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા રાજ્યનું પાટનગર અને દક્ષિણ અમેરિકાના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું જન્મસ્થળ. ભૌગોલિક સ્થાન : 100 30’ ઉ. અ. અને 660 56’ પ. રે.. તુર્કમેન ભાષામાં અહીંના રણને ‘ગારાગુમ’ કહે છે. તેનો અર્થ ‘કાળી રેતી’ એવો થાય છે. તે ઉત્તર મધ્ય કૅરિબિયન સમુદ્રના કિનારાથી 11 કિમી. દૂર 960 મી.ની…
વધુ વાંચો >કારાકોરમ
કારાકોરમ : જગતના છાપરા તરીકે ઓળખાતી મધ્ય એશિયાની પામીર ગિરિમાળાની ગાંઠમાંથી દક્ષિણ તરફ વિસ્તરતી તથા ઊંચાઈમાં હિમાલયથી બીજે ક્રમે આવતી ઉત્તુંગ ગિરિમાળા. પ્રાચીન નામ કૃષ્ણગિરિ. ભૌગોલિક સ્થાન : 340થી 370 ઉ. અ. અને 740થી 780 પૂ. રે. વચ્ચે પથરાયેલી આ ગિરિમાળાની ઉત્તર અને પૂર્વ તરફ હિમાલય, ઈશાનમાં કૂનલૂન પર્વતો તથા…
વધુ વાંચો >કારાગંડા (કારાગંડી – Qaraghandy)
કારાગંડા (કારાગંડી – Qaraghandy) : પહેલાંના સોવિયેટ સંઘ તથા હાલના કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના એક એકમ કઝાખસ્તાન રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું બીજા નંબરનું શહેર. કારગન નામના છોડ આ વિસ્તારમાં પુષ્કળ ઊગતા હોવાથી જિલ્લા અને શહેરને આ નામ મળ્યું છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,28,000 ચોકિમી. છે. આ…
વધુ વાંચો >કારા સમુદ્ર
કારા સમુદ્ર : યુરોપીય રશિયા અને એશિયા ખંડના સાઇબીરિયાના પ્રદેશની ઉત્તરે આવેલા આર્ક્ટિક સમુદ્રના ભાગરૂપ બંને ખંડોને જોડતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 760 00’ ઉ. અ. અને 800 00’ પૂ. રે.. નોવાયા ઝેમલ્યા, ફ્રાન્ટસા જોસીફા અને સવેરનાયા ઝેમલ્યા ટાપુઓ વચ્ચે આ સમુદ્ર આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 8,88,000 ચોકિમી., લંબાઈ…
વધુ વાંચો >કાર્ડિફ
કાર્ડિફ : બ્રિટનના વેલ્સ પ્રદેશનું પાટનગર તથા તાફ, રિમ્ની અને ઇલી નદીઓના મુખ પર આવેલું મહત્વનું બંદર. કાર્ડિફ એ પરગણું પણ છે. તે 510 29’ ઉ.અ. અને 30 13’ પ.રે.ની આજુબાજુનો 140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિસ્ટલની ખાડીને મળતી સેવર્ન નદીનાળમાંનું તે મુખ્ય બંદર ગણાય છે. આ શહેરમાં…
વધુ વાંચો >કાર્ડેમમ ટેકરીઓ
કાર્ડેમમ ટેકરીઓ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પાલઘાટની દક્ષિણે આવેલી એલચીના વાવેતર અને ઉત્પાદન માટે જાણીતી ટેકરીઓની હારમાળા. તે પશ્ચિમ ઘાટનો ભાગ છે તથા કેરળ અને તમિલનાડુ રાજ્યો વચ્ચેની સરહદે આવેલી છે. પાલઘાટથી કેપ કોમોરિનથી થોડે દૂર સુધી તેની લંબાઈ 280 કિમી. છે; પાલઘાટ પછીથી કન્યાકુમારી સુધીની ટેકરીઓ કાર્ડેમમ ટેકરીઓના…
વધુ વાંચો >કાર્થેજ
કાર્થેજ : ઉત્તર આફ્રિકાનું ભૂમધ્ય સમુદ્રકિનારે ટ્યૂનિસ નજીક આવેલું પ્રાચીન ફિનિશિયન વાણિજ્યકેન્દ્ર અને બંદર. પશ્ચિમ એશિયાના ટાયર શહેરના ફિનિશિયન લોકોએ આ શહેરની ઈ. પૂ. 814 કે 813માં સ્થાપના કરી હતી એમ મનાય છે, પણ પુરાવશેષ ઉપરથી આ શહેર ઈ. પૂ. 750થી વધારે પ્રાચીન જણાતું નથી. પશ્ચિમ ભૂમધ્ય કિનારાના આફ્રિકાના દેશો…
વધુ વાંચો >કાલગુર્લી
કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે…
વધુ વાંચો >કાલાવડ
કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…
વધુ વાંચો >કાલિનીનગ્રાડ
કાલિનીનગ્રાડ : રશિયાનું એ જ નામના જિલ્લાનું રાજકીય અને વહીવટી મથક અને બંદર. તેનું જૂનું નામ કોનીસબર્ગ છે. ભૌગોલિક સ્થાન : 54o 43’ ઉ. અ. અને 20o 30’ પૂ. રે.. તે પ્રેગલ નદીને કાંઠે તેમજ વિસ્તુલા ખાડીસરોવરના મૂળ પર વસેલું છે. 1945ના પોસ્ટડામ કરાર અન્વયે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ પ્રશિયાના…
વધુ વાંચો >