શિલીન નં. શુક્લ
મસ્તિષ્કી સપૂયગડ
મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે.…
વધુ વાંચો >મહાકોષી ધમનીશોથ
મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) : મોટી ઉંમરે એટલે કે 50 વર્ષ કે વધુ વયે શરીરની મધ્યમ કદની કે મોટી ધમનીઓમાં થતો શોથ(inflammation)નો વિકાર. તેમાં લમણામાં આવેલી ગંડકપાલીય ધમની (temporal artery), ડોકના કરોડસ્તંભના મણકામાંથી પસાર થતી મેરુસ્તંભીય ધમની (vertebral artery) તથા આંખના ભાગોને લોહી પહોંચાડતી નેત્રીય ધમની (ophthalmic artery) સૌથી…
વધુ વાંચો >મહાધમની-કમાનકુંચિતતા
મહાધમની-કમાનકુંચિતતા (coarctation of Aorta) : મહાધમનીની કમાનમાંથી ડાબા હાથ તરફ જતી અવ-અરીય ધમની (subclavian artery) નીકળ્યા પછીના મહાધમની કમાનના ભાગનું સ્થાનિક સાંકડાપણું. આશરે 25 % દર્દીઓમાં મહાધમનીના દ્વારનો હૃદયમાંનો વાલ્વ (કપાટ) પણ કુરચનાવાળો હોય છે અને તેને ત્રણના બદલે 2 પાંખડીઓ (દલ, cusp) હોય છે. મહાધમનીમાં તથા તેની કુંચિતતા પહેલાં…
વધુ વાંચો >મળમય સંયોગનળી
મળમય સંયોગનળી (faecal fistula) : આંતરડા પરની શસ્ત્રક્રિયા કે ઈજા પછી પેટની દીવાલમાં થયેલાં કૃત્રિમ છિદ્ર, જેમાંથી આંતરડામાંનો મળ દૂષિત પ્રવાહી રૂપે બહાર આવે છે. તે સમયે આંતરડાના પોલાણ અને ચામડી પરના છિદ્રની વચ્ચે એક સંયોગનળી (fistula) વડે જોડાણ થયેલું હોય છે. આવી સંયોગનળીને ત્વચાંત્રીય સંયોગનળી (enterocutaneous fistula) અથવા મળમય…
વધુ વાંચો >માટી ખાવી
માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી,…
વધુ વાંચો >મિથાઈલ ડોપા
મિથાઈલ ડોપા : લોહીનું વધેલું દબાણ ઘટાડતી દવા. તેનું રાસાયણિક નામ છે આલ્ફા-મિથાઈલ–3, 4–ડાયહાઇડ્રૉક્સિ-ફિનાઇલએલેનિન. તે કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરીને લોહીનું દબાણ ઘટાડે છે. તેથી તેને કેન્દ્રીય પ્રતિ-અતિરુધિરદાબી (central antihypertensive) ઔષધ કહે છે. સન 1963માં તેનો એક ઔષધ તરીકે સ્વીકાર થયો. તે મગજમાં થતા ચયાપચય(metabolism)ને કારણે આલ્ફા-મિથાઈલ નૉરએપિનેફિન-રૂપે ફેરવાય છે.…
વધુ વાંચો >મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ
મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ (જ. 2 ડિસેમ્બર 1885, બૉસ્ટન, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1950, બ્રુક્લિન) : અમેરિકન દેહધર્મવિદ(physiologist). તેમણે લોહીમાં હીમોગ્લોબિનની ઊણપથી ઉદભવતી પાંડુતા (anaemia) નામની તકલીફમાં યકૃત-(liver)માંથી મેળવાતું યકૃતાર્ક (extract of liver) નામનું દ્રવ્ય ઉપયોગી ઔષધ છે એવું પ્રતિપાદિત કર્યું. તે માટે સન 1934નું દેહધાર્મિકવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક એમને એનાયત…
વધુ વાંચો >મિલ્સ્ટાઇન સીઝર
મિલ્સ્ટાઇન સીઝર (જ. 8 ઑક્ટોબર 1927, બાહિયા બ્લાન્કા, આર્જેન્ટિના; અ. 24 માર્ચ 2002, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : 1984ના તબીબી અને દેહધાર્મિકવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમની સાથે સહવિજેતાઓ હતા નીલ્સ કાજ જેર્ને અને જ્યૉર્જ જે. એફ. કોહલર. શરીરના રોગપ્રતિકારતંત્રને પ્રતિરક્ષાતંત્ર (immune system) કહે છે. આ પ્રતિરક્ષાતંત્ર રોગકારક ઘટકમાંનાં રસાયણોને પ્રતિજન(antigen) તરીકે…
વધુ વાંચો >મીડાવર, પીટર બ્રિયાન (સર)
મીડાવર, પીટર બ્રિયાન (સર) (જ. 28 ફેબ્રુઆરી 1915, રિયો ડી જાનેરો; અ. 2 ઑક્ટોબર 1987) : રોગપ્રતિકારક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની સંપ્રાપ્ત સહ્યતા શોધી કાઢવા બદલ સન 1960ના તબીબી અને દેહધર્મવિદ્યા માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા સર ફ્રૅન્ક એમ. બર્નેટ (Barnet). બ્રાઝિલમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા મીડાવરે બ્રિટનમાં પ્રતિરક્ષાવિદ્યા(immunology)ના અભ્યાસનો…
વધુ વાંચો >મીનિયેરનો વ્યાધિ
મીનિયેરનો વ્યાધિ (Meniere’s disease) : ચક્કર, વધઘટ પામતી ચેતાસંવેદનાના વિકારથી થતી બહેરાશ તથા કાનમાં ઘંટડીનાદ(tinnitus)ના વારંવાર થતા અધિપ્રસંગો(episodes)વાળો રોગ. શરૂઆતમાં ફક્ત ચક્કર(vertigo)ની જ તકલીફ હોય અને જેમ જેમ રોગ વધે તેમ તેમ વધુ તીવ્રતા સાથે ચક્કર આવે છે તથા બહેરાશ અને ઘંટડીનાદની તકલીફો ઉમેરાય છે. તેનો વાર્ષિક નવસંભાવ્યદર (incidence) 0.5થી…
વધુ વાંચો >