રમતગમત

બૉથમ, ઇયાન ટેરેન્સ

બૉથમ, ઇયાન ટેરેન્સ (જ. 24 નવેમ્બર 1955, હેસવેલ, ચેશાયર) : ઇંગ્લૅન્ડનો સમર્થ ઑલ-રાઉન્ડર ક્રિકેટ ખેલાડી. 5,000 રન કરનાર અને 300 વિકેટ લેનાર વિશ્વક્રિકેટનો ઉત્તમ ઑલ-રાઉન્ડર ઇયાન બૉથમ ડબ્લ્યૂ. જી. ગ્રેસ પછી ઇંગ્લૅન્ડે આપેલો બહુવિધ શક્તિ ધરાવતો ક્રિકેટર છે. રમત ખેલવાની અખૂટ નૈસર્ગિક શક્તિ, શારીરિક તાકાત, સંકલ્પબળ, આત્મવિશ્વાસ અને સાહસિકતાને કારણે…

વધુ વાંચો >

બૉયકૉટ, જૉફ્રી

બૉયકૉટ, જૉફ્રી (જ. 1940, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1963માં તેમને યૉર્કશાયર માટે ‘કાઉન્ટી કૅપ’ મળી અને તેમણે યૉર્કશાયર વતી રમવાનું શરૂ કર્યું. પછીના વર્ષે તેમણે સમસ્ત ઇંગ્લૅન્ડ વતી ક્રિકેટ ખેલવાનો આરંભ કર્યો. 1964થી ’82 દરમિયાન ઇંગ્લૅન્ડ તરફથી 108 વાર ક્રિકેટ રમ્યા; તેમણે ટેસ્ટ મૅચોમાં 8,114 રન (સરેરાશ 56.83)…

વધુ વાંચો >

બોરડે, ચંદુ

બોરડે, ચંદુ (જ. 21 જુલાઈ 1934, પુણે) : ભારતના ટેસ્ટ ઑલરાઉન્ડર, આખું નામ ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની, મૅનેજર અને હાલ (2000માં) ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ. 1952–53માં સોલાપુરમાં રમાયેલી મુંબઈની ટીમ સામેની મૅચમાં મહારાષ્ટ્ર તરફથી ખેલતા 18 વર્ષના ચંદુ બોરડેએ 55 અને 61 (અણનમ) રન કર્યા, એ…

વધુ વાંચો >

બૉરૉત્રા, જ્યાં

બૉરૉત્રા, જ્યાં (જ. 1898, ફ્રાન્સ; અ. 1994) : ટેનિસના ખેલાડી. વિમ્બલડન ખાતે પુરુષોની સિંગલ્સ રમતમાં 1924માં તેઓ વિજેતા બન્યા હતા. અસાધારણ સ્ફૂર્તિ, ચપળતા તથા કૌશલ્યના કારણે તેઓ લગભગ 80 વર્ષની વયે પણ ‘વેટરન્સ ઇવેન્ટ’માં સ્પર્ધા કરી શક્યા હતા. 1927થી 1932ના સમયગાળા દરમિયાન ફ્રેન્ચ તથા ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયનશિપના વિજેતા બનવા ઉપરાંત તેઓ…

વધુ વાંચો >

બૉર્ગ, બૉર્ન

બૉર્ગ, બૉર્ન (જ. 1956; સૉડર ટ્રાલ્જ, સ્વીડન, ) : નામી ટેનિસ-ખેલાડી. ટેનિસની રમત પર લક્ષ કેન્દ્રિત કરવા 14 વર્ષની વયે તેમણે શાળાનો અભ્યાસ છોડી દીધો. 15 વર્ષની વયે તેઓ સ્વીડિશ ડૅવિસ કપ માટેની ટીમ માટે પસંદગી પામ્યા. 16 વર્ષની વયે તો તેઓ વિમ્બલડનના જુનિયર ચૅમ્પિયન બન્યા. 1976માં તેઓ વિમ્બલડન સિંગલ…

વધુ વાંચો >

બૉર્ડર, એલન (રૉબર્ટ)

બૉર્ડર, એલન (રૉબર્ટ) (જ. 1955, સિડની, ઑસ્ટ્રેલિયા) : નામાંકિત ક્રિકેટ-ખેલાડી. તેમણે સિડની ખાતે શિક્ષણ લીધું હતું. 1977માં તેમણે ક્રિકેટ-ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1978–79માં ઇંગ્લૅન્ડ સામેની મૅચથી તેમણે ટેસ્ટ ક્રિકેટનો આરંભ કર્યો. 1984–85માં તેઓ કૅપ્ટનપદે નિયુક્ત થયા. તેમની નેતાગીરી હેઠળ, ઑસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ સફળતા પામતી રહી. તેમણે 1989માં ‘ઍશિઝ’નો…

વધુ વાંચો >

બૉસ્ટન, રાલ્ફ

બૉસ્ટન, રાલ્ફ (જ. 1939, બૉરેલ, મૅસેચુસેટ્સ) : અમેરિકાના રમતવીર. 1960ના દશકામાં લાંબા કૂદકાના તેઓ અગ્રણી ખેલાડી બની રહ્યા. તેમણે 3 ચંદ્રક મેળવવાનો એક લાક્ષણિક વિક્રમ સ્થાપ્યો. 1960માં રોમ ખાતેની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક; 1964માં ટોકિયો ખાતેની રમતોમાં રજતચંદ્રક અને 1968માં મેક્સિકો ખાતેની રમતોમાં કાંસ્ય-ચંદ્રક એમ લગાતાર 3 વાર ઑલિમ્પિકોમાં ચંદ્રક-વિજેતા બન્યા…

વધુ વાંચો >

બ્રિગ્સ, બૅરી

બ્રિગ્સ, બૅરી (જ. 1934, ન્યૂઝીલૅન્ડ) : મોટરસાઇકલના અતિઝડપી ચાલક-સવાર (rider). 1954થી 1970 દરમિયાન તેઓ સતત 17 વાર વિશ્વ-ચૅમ્પિયનશિપની અંતિમ સ્પર્ધા (final) સુધી પહોંચી શક્યા. આ એક પ્રકારનો વિશ્વવિક્રમ લેખાય છે. એ દરમિયાન તેમણે જે 201 પૉઇન્ટ નોંધાવ્યા તે પણ એક વિશ્વવિક્રમ લેખાય છે. તેમણે કુલ 87 વાર રેસ-સ્પર્ધામાં ભાગ લીધો…

વધુ વાંચો >

બ્રુક્સ, (સર) નૉર્મન

બ્રુક્સ, (સર) નૉર્મન (જ. 1877, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા; અ. 1968) : નામી ટેનિસ-ખેલાડી. 1905માં તેઓ વિમ્બલડન ખાતે ‘ઑલ કમર્સ સિંગલ્સ’ પદકના વિજેતા બન્યા. પછીના વર્ષે તેઓ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ પદકના વિજેતા બન્યા. 1914માં તે વિમ્બલડન ખાતે ફરીથી વિજેતા બન્યા. 1921 સુધી તે ડેવિસ કપ માટે ટેનિસ રમતા રહ્યા અને…

વધુ વાંચો >

બ્રુન્ડેજ એવરી

બ્રુન્ડેજ એવરી (જ. 28 સપ્ટેમ્બર 1887, ડેટ્રૉઇટ, અમેરિકા; અ. 5 મે 1975, જર્મની) : અમેરિકાના રમતવીર અને ઓલિમ્પિક રમતોત્સવના ભૂતપૂર્વ પ્રમુખ. ખેલકૂદની ડેકૅથ્લોન અને પેન્ટાથ્લોન સ્પર્ધાના આ કુશળ ખેલાડીએ 1912માં સ્વીડનના સ્ટૉકહૉમ ખાતે ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો; ખેલકૂદ-જગતમાં એવરી બ્રુન્ડેજ વ્યવસ્થાપક, સંચાલક અને રમતગમત વિશેના એમના ખ્યાલોથી વધુ જાણીતા…

વધુ વાંચો >