બેરેસફૉર્ડ, જૅક (જ. 1899; અ. 1977) : બ્રિટનના નિપુણ અને નામી હલેસાચાલક (oarsman). 1920થી 1936 દરમિયાન તેમણે ગ્રેટ બ્રિટન વતી ઓલિમ્પિક રમતોમાં 5 વાર ભાગ લીધો અને 3 સુવર્ણચંદ્રક તથા 2 રજતચંદ્રકના વિજેતા બન્યા. 1949માં તેમને ‘ઓલિમ્પિક ડિપ્લોમા ઑવ્ મેરિટ’નું સન્માન મળ્યું.

હેન્લી ખાતે તેઓ ‘ડાયમંડ સ્કલ્સ’ના 4 વાર વિજેતા બન્યા. 1971માં તેઓ ‘ટૅમ્સ રોઇંગ ક્લબ’ના પ્રમુખ ચૂંટાયેલા.

મહેશ ચોકસી