બૉરૉત્રા, જ્યાં (જ. 1898, ફ્રાન્સ; અ. 1994) : ટેનિસના ખેલાડી. વિમ્બલડન ખાતે પુરુષોની સિંગલ્સ રમતમાં 1924માં તેઓ વિજેતા બન્યા હતા. અસાધારણ સ્ફૂર્તિ, ચપળતા તથા કૌશલ્યના કારણે તેઓ લગભગ 80 વર્ષની વયે પણ ‘વેટરન્સ ઇવેન્ટ’માં સ્પર્ધા કરી શક્યા હતા. 1927થી 1932ના સમયગાળા દરમિયાન ફ્રેન્ચ તથા ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયનશિપના વિજેતા બનવા ઉપરાંત તેઓ ઘણી વાર ડૅવિસ કપ મૅડલના પણ વિજેતા બન્યા હતા.

મહેશ ચોકસી