મ. શિ. દૂબળે

ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ

ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ (જ. 9 માર્ચ 1758, ટીફેનબ્રોન, બાડેન; અ. 22 ઑગસ્ટ 1828, પેરિસ) : શરીરરચના અને દેહધર્મવિદ્યા (anatomy and physiology)ના જર્મન નિષ્ણાત. ખોપરીના વિશિષ્ટ આકાર પરથી મગજમાં આવેલાં જુદાં જુદાં ક્ષેત્રોનાં કાર્યો માટે કારણદર્શક સંબંધ સૂચવવામાં તે અગ્રેસર હતા. આ વિષયને લગતું વિજ્ઞાન મસ્તકવિજ્ઞાન (phrenology) તરીકે ઓળખાય છે. ગૉલની…

વધુ વાંચો >

ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર)

ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર) (જ. 16 ફેબ્રુઆરી 1822;  ડડિસ્ટન વૉરવિકશાયર; અ. 17 જાન્યુઆરી 1911, હેઝલમિયર, સરે) : સુપ્રજનનશાસ્ત્ર(eugenics)ના પ્રણેતા તરીકે જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક. ગૉલ્ટનના અભિપ્રાય મુજબ નિશાળ કે ચર્ચમાં અપાતું ધાર્મિક શિક્ષણ સાવ નિરર્થક હોય છે અને બાઇબલની શિખામણ પણ ઘૃણા ઉપજાવનારી હોય છે. એમની માન્યતા મુજબ સજૈવ ક્ષેત્રમાં આનુવંશિકકારકો (factors)…

વધુ વાંચો >

ગ્રંથિઓ

ગ્રંથિઓ : શરીરની ચયાપચયની અને અન્ય વિવિધ પ્રક્રિયાઓમાં અગત્યના રાસાયણિક ઘટકોના સ્રાવ કરનાર પેશી અથવા અંગો. દાખલા તરીકે ત્વચા પર આવેલી કેટલીક ગ્રંથિઓ ત્વચાને ભીની રાખવામાં મદદરૂપ નીવડે છે. પચનાંગો સાથે સંકળાયેલી ગ્રંથિઓ ખોરાકના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તનોમાં આવેલી સ્તનગ્રંથિઓ સંતાનોને પોષક દ્રવ્ય પૂરું પાડે છે. અંત:સ્રાવો શરીરમાં…

વધુ વાંચો >

ગ્રાફ, રેઇનિયર ડે

ગ્રાફ, રેઇનિયર ડે (જ. 30 જુલાઈ 1641, શૂનહોવન; અ. 17 ઑગસ્ટ 1673, ડેલ્ફ્ટ) : ફૉલિકલના શોધક ડચ વિજ્ઞાની. સસ્તનોના અંડકોષની ફરતે ગ્રાફિયન ફૉલિકલ પેશીનો વિકાસ થાય છે. અંડકોષ અને આ ફૉલિકલમાંથી ઍસ્ટ્રોજન અંત:સ્રાવ ઝરે છે. આ ફૉલિકલની શોધ સૌપ્રથમ ગ્રાફે કરેલી. ઉપરાંત સ્વાદુપિંડ અને પ્રજનનતંત્રનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

ગ્રિફિથ્સ, મેરવિન

ગ્રિફિથ્સ, મેરવિન (જ. 8 જુલાઈ 1914, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 6 મે 2003) : અંડપ્રસવી સસ્તનો મોનોટ્રેમાટાના નિષ્ણાત. તેમના નિરીક્ષણ મુજબ કીડીખાઉ (anteater) એકિડ્નાનાં બચ્ચાં, સ્તનપ્રદેશમાં આવેલા વાળને ચૂસીને દુગ્ધપાન કરે છે. માતાની શિશુધાની(pouch)માં પ્રવેશતી વખતે બચ્ચાનું વજન 240 ગ્રામ જેટલું હોય છે. 43 દિવસમાં તેનું વજન દુગ્ધપાનથી 850 ગ્રામ થાય…

વધુ વાંચો >

ગ્રેપફ્રૂટ (ચકોતરું)

ગ્રેપફ્રૂટ (ચકોતરું) : દ્વિદલા વર્ગનું રુટેસી કુળનું 6થી 14 મીટર ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ. શાસ્ત્રીય નામ Citrus paradisi Malf. દ્રાક્ષની જેમ તેનાં ફળ લૂમમાં ઊગતાં હોવાથી તે ગ્રેપફ્રૂટ તરીકે ઓળખાય છે. ઘણા દેશોમાં નાસ્તામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘બ્રેકફાસ્ટ ફ્રૂટ’ પણ કહે છે. તેનું મૂળ વતન વેસ્ટ ઇન્ડીઝ છે;…

વધુ વાંચો >

ઘોડો

ઘોડો : માનવને અત્યંત વફાદાર એવું એક પાલતુ સસ્તન પ્રાણી. હજારો વર્ષોથી ઘોડો વાહન તરીકે, ખેતીમાં, શિકારમાં અને યુદ્ધમાં માનવીની સેવા બજાવે છે. ઉદયપુરના નાગરિકોએ તો એક વિશાળ ચોકને ‘ચેતક’ નામ આપીને રાણા પ્રતાપના ચેતકને ચિરસ્મરણીય બનાવ્યો છે. ‘રેકલેસે’ નામથી ઓળખાતા એક કોરિયાના ઘોડાએ 1950–53ના યુદ્ધમાં બતાવેલ શૌર્ય બદલ તેને…

વધુ વાંચો >

ઘોળ (jew fish)

ઘોળ (jew fish) : મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની શ્રેણી Perciformes અને કુળ Scianidaeની દરિયાઈ માછલી. શાસ્ત્રીય નામ Nibea diacanthus. Scianidae કુળની માછલીઓ જ્યૂ-મીનના નામે ઓળખાય છે. આ માછલીઓની પહેલી અને બીજી પૃષ્ઠમીન પક્ષો વચ્ચે એક ઊંડી ખાંચ હોય છે. ભારતના દરિયાકિનારે અથવા સહેજ દૂર છીછરા પાણીમાં ઘોળ મળી આવે છે. કદમાં…

વધુ વાંચો >

ચક્રવાક

ચક્રવાક (Ruddy shelduck) : ઍનાટિડે કુળના બતકની એક જાત. ચકવા તરીકે પણ તે ઓળખાય છે. તે ભગવી સુરખાબથી પણ ઓળખાય છે. શાસ્ત્રીય નામ Tadorna ferruginea. આ સ્થળાંતરી પક્ષી દક્ષિણ રશિયા, મધ્ય એશિયા અને ચીન જેવા પ્રદેશમાંથી શિયાળામાં ભારતમાં આવે છે. ભારતના બધા પ્રદેશોમાં જોવા મળતું આ પક્ષી ઑક્ટોબરથી એપ્રિલ સુધી…

વધુ વાંચો >

ચયાપચય (metabolism)

ચયાપચય (metabolism) સજીવતંત્ર જેના વડે જીવનને માટે આવશ્યક દ્રવ્યની ઉત્પત્તિ અને કાર્યશક્તિની ઉપલબ્ધિ કરે છે; તે સર્જનાત્મક અને ખંડનાત્મક (અનાવશ્યક દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા) પ્રક્રિયાઓના સમુચ્ચયને ચયાપચય (ચય + અપચય) કહે છે. ચયાપચયના બે પ્રકાર છે : કાર્યશક્તિક (energic) અને મધ્યસ્થ (intermediary). શરીરમાં નિર્માણ થતી ઉષ્મા સાથે સંકળાયેલી જૈવિક…

વધુ વાંચો >