મ. શિ. દૂબળે

કટલા (catla)

કટલા (catla) : અસ્થિમત્સ્ય. કુળ સાયપ્રિનિડી. મીઠાં જળાશયોમાં ઉપલા સ્તરે વાસ કરતી માછલી જે માનવખોરાકની ર્દષ્ટિએ સ્વાદિષ્ટ ગણાય છે. ભારતની નદીઓ અને સરોવરોમાં ‘મેજર કાર્પ્સ’ તરીકે ઓળખાતી માછલીઓમાં કટલા, રોહુ અને મ્રિગેલનું મત્સ્ય-સંવર્ધન મોટા પાયે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીની દક્ષિણે કટલા માછલી મળી આવતી નથી. જોકે હવે…

વધુ વાંચો >

કરોડરજ્જુ

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત…

વધુ વાંચો >

કરોળિયો

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કશાભિકા

કશાભિકા (flagella-bacterial) : કેટલાંક અસીમકેંદ્રી (procaryote) બૅક્ટેરિયા જેવાં સજીવોમાં આવેલાં ચલનાંગો (mobile organs). તે કોષની બાહ્ય સપાટીએથી કેશ જેવાં આણ્વિક સૂત્રો રૂપે નીકળે છે. આ અણુઓ મુખ્યત્વે તંતુમય પ્રોટીનોના બનેલા હોય છે. અસીમકેંદ્રી કોષોમાં દેખાતી કશાઓ જટિલ સ્વરૂપની હોય છે અને તે સૂક્ષ્મ તંતુકોરૂપે કોષના અંદરના ભાગમાંથી નીકળતી હોય છે.…

વધુ વાંચો >

કંકાલતંત્ર (પ્રાણીશાસ્ત્ર)

કંકાલતંત્ર (Skeletal System) (પ્રાણીશાસ્ત્ર) ગુરુત્વાકર્ષણ સામે શરીરને આધાર આપવા ઉપરાંત સ્નાયુઓ તથા વિવિધ ભાગોના હલનચલનમાં ઉચ્ચાલન(leverage)નું કાર્ય કરનાર શરીરનું બંધારણાત્મક માળખું. આ માળખાની મૂળ રચના લગભગ બધાં પૃષ્ઠવંશીઓમાં સરખી હોય છે. કેટલાંક અપૃષ્ઠવંશીઓમાં કંકાલતંત્ર હોતું નથી. જ્યાં હોય ત્યાં તે પૃષ્ઠવંશીઓમાં હોય તેના કરતાં સાવ જુદા પ્રકારનું હોય છે. તેની…

વધુ વાંચો >

કાચંડો

કાચંડો (Garden lizard) : ચલનપગોની બે જોડ, ફરતાં પોપચાં, બાહ્યસ્થ કર્ણછિદ્રો અને ચામડી પર શલ્કો (scales) ધરાવતું સરીસૃપ વર્ગનું, વિવિધ કદનું પૃષ્ઠવંશી પ્રાણી. તે સાપની નિકટનું સંબંધી ગણાય છે. કાચંડા અને સાપને એક જ શ્રેણી સ્ક્વેમાટામાં મૂકવામાં આવે છે. કાચંડાને સૉરિયા અથવા લૅસર્ટીલિયા ઉપશ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. કાચંડા સમૂહનાં પ્રાણીઓમાં…

વધુ વાંચો >

કાર્પ માછલી

કાર્પ માછલી (Carp) : મીઠા જળાશયમાં રહેતી અને માનવખોરાક તરીકે સ્વાદિષ્ટ ગણાતી Cyprinidae કુળની માછલી. ઉષ્ણ કટિબંધ પ્રદેશની આ માછલીનો ઉછેર રશિયા અને જર્મની જેવા પાશ્ચાત્ય દેશોમાં પણ કરવામાં આવે છે. કાર્પ માછલીનાં જડબાંમાં દાંત હોતા નથી અને તે ખોરાક તરીકે મુખ્યત્વે સૂક્ષ્મ જીવોનું પ્રાશન કરે છે. જોકે ઘાસ કાર્પ…

વધુ વાંચો >

કાસ્થિમત્સ્યો

કાસ્થિમત્સ્યો (Cartilaginous Fishes Chondrichthyes) કાસ્થિયુક્ત (cartilaginous) અંત:કંકાલ (internal skeleton) ધરાવનાર જડબાંવાળી (jawbearing) માછલીઓ. આમ તો કાસ્થિમત્સ્યોની ગણના સફળ સમૂહની માછલી તરીકે કરવામાં આવે છે. દસ કરોડ વર્ષો પૂર્વે ક્રેટેશિયસ કાળમાં તે અસ્તિત્વમાં આવેલી. મોટાભાગની કાસ્થિયુક્ત માછલીઓ આજે પણ ખાસ ફેરફારો વિના દરિયામાં વાસ કરતી જોવા મળે છે, તેથી શાસ્ત્રજ્ઞો કાસ્થિમત્સ્યોને…

વધુ વાંચો >

કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો

કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો (pheromones) : પ્રાણીઓ વચ્ચે સંદેશાની આપલે માટે શરીરમાંથી વિમુક્ત કરવામાં આવતાં સંમોહકો. કીટ-આકર્ષક તરીકે જાણીતાં આ રાસાયણિક દ્રવ્યોના સ્રાવ કીટકો ઉપરાંત કૃમિ, કરોળિયા, સ્તરકવચી (crustaceous), માછલી અને સસ્તનો જેવાં પ્રાણીઓ પણ કરતાં હોય છે. તે જાતીય આકર્ષણ, ચેતવણી (alarm), રક્ષણ, પ્રદેશોનું સીમાંકન કે નિશાન જેવા વિવિધ હેતુઓ માટે…

વધુ વાંચો >

કીટક

કીટક શીર્ષ, ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું શરીર, સામાન્ય રીતે પાંખની બે જોડ અને ચલનપાદોની ત્રણ જોડ ધરાવનાર સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ. પ્રાણીસૃષ્ટિમાં લગભગ 5/6 જાતનાં પ્રાણીઓ કીટકો હોય છે. હાલમાં કીટક વર્ગમાં આશરે 10,00,000 જાતના કીટકો વિજ્ઞાન-જગતમાં નોંધાયેલા છે. માનવહિત સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવતા કીટકોનો અભ્યાસ કીટકશાસ્ત્રની…

વધુ વાંચો >