મ. શિ. દૂબળે

લાઇસોઝાઇમ (Lysozyme)

લાઇસોઝાઇમ (Lysozyme) : માનવઅશ્રુ તેમજ શરીરના અન્ય ભાગમાંથી સ્રવતું એક કુદરતી પ્રતિબૅક્ટેરિયાકારક (antibacterial agent). બૅક્ટેરિયાની દીવાલ લઘુ-શર્કરા (oligo-saccharides) અને નત્રલ પદાર્થો(proteins)ની એક સંકીર્ણ સ્વરૂપની શૃંખલાના સંયોજનથી બનેલી હોય છે. એકાંતરે આવેલ N-acetyl glucose amine (GlcNAC) અને Nacetyl muramic acid (NAM) શર્કરાનું જોડાણ 4 પેપ્ટાઇડ D-amino acidની સાંકળ સાથે થતાં ઉદભવતા…

વધુ વાંચો >

લાયૉફિલાઇઝેશન (Lyophilization)

લાયૉફિલાઇઝેશન (Lyophilization) : વટાણા, માછલી જેવા વિવિધ પ્રકારના ખોરાકી પદાર્થોને થીજવીને સૂકવવા સાથે સંકળાયેલી શીત-શુષ્કન(freeze drying)-પ્રક્રિયા. આ પ્રક્રિયામાં 20° સે. જેવા અતિશીત તાપમાને જે તે ખોરાકી પદાર્થને અતિશય ઝડપથી સૂકવવામાં આવે છે. તેની અસર હેઠળ ખોરાકી પદાર્થોમાંનું પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે; પરંતુ તેથી એ પદાર્થોના બંધારણ કે કદમાં જરા…

વધુ વાંચો >

લિનિયસ, કૅરોલસ

લિનિયસ, કૅરોલસ (જ. 27 મે 1707, રાશુલ્ટ; અ. 10 જાન્યુ. 1778, ઉપસાલા) : સ્વીડનના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને વર્ગીકરણવિજ્ઞાની. તેમણે સજીવોની પ્રજાતિ (genera) અને જાતિ(species)ને વ્યાખ્યાયિત કરવા માટેના સૌપ્રથમ વાર સિદ્ધાંતો આપ્યા અને તેમનું નામકરણ કરવા દ્વિનામી-નામકરણ (binomial nomenclature) પદ્ધતિ આપી. તેઓ નીલ્સ લિનિયસ નામના ખ્રિસ્તી પાદરીના પુત્ર હતા. તેઓ આઠ…

વધુ વાંચો >

લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્

લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્ (જ. 12 મે 1803, ડર્મસ્ટેટ, જર્મની; અ. 18 એપ્રિલ 1873, મ્યૂનિક) : જર્મન કાર્બનિક-રસાયણવિદ અને રસાયણશાસ્ત્રના સમર્થ શિક્ષણકાર. દવાવાળાના પુત્ર હોવાને નાતે તેમને રસાયણશાસ્ત્રમાં પહેલેથી જ રસ હતો. થોડો સમય ઔષધશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉનમાં તે સમયના ખ્યાતનામ રસાયણવિદ કાર્લ વિલ્હેલ્મ ગોટ્ટલોબ કાસ્ટનરના…

વધુ વાંચો >

લીશ્મનિયા (Leishmania)

લીશ્મનિયા (Leishmania) : રેતીમાખી (phlebotomus) વડે રક્ત ચૂસવાથી માનવશરીરનાં અંતરંગોમાં પ્રવેશીને હાનિ પહોંચાડતો પરોપજીવી ઉપદ્રવી પ્રજીવ (protozoon). પ્રજીવ સમુદાયના કશાધારી (mastigophera) વર્ગના આ સૂક્ષ્મજીવનો સમાવેશ Leishmaniadae કુળમાં થયેલો છે. કશા (flagellum) વડે પ્રચલન કરી તે માનવશરીરના વિવિધ ભાગોમાં પ્રસ્થાપિત થઈને ચેપ લગાડે છે અને નુકસાન કરે છે. આ પ્રજીવની L.…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વાદળી (sponge)

વાદળી (sponge) : છિદ્રોવાળું શરીર ધરાવતું એક અનોખું જલજીવી પ્રાણી. બહુકોષીય પ્રાણી હોવા છતાં ચેતાતંત્રના અભાવમાં તેનો પ્રત્યેક કોષ સ્વતંત્રપણે કાર્ય કરતો હોય છે. જોકે કોષોની ગોઠવણ વિશિષ્ટ રીતે થયેલી હોવાથી કોષોની કાર્યપદ્ધતિમાં સુમેળ સધાયેલો હોય છે. શરીરની બાહ્ય સપાટીએ આવેલાં નાનાં છિદ્રો (ostia) દ્વારા શરીરમાં પાણી પ્રવેશે છે અને…

વધુ વાંચો >

વાહકો (carriers)

વાહકો (carriers) : રોગકારક ઘટકોનું પ્રસરણ કરનાર તંદુરસ્ત કે રોગગ્રસ્ત માનવી, જીવાણુ (bacteria) અને વિષાણુ જેવા સૂક્ષ્મ જીવો, કીટકો અને/અથવા પર્યાવરણિક પરિબળો જેવા પ્રક્રિયકો (agents). રોગવાહક તરીકે માનવી : માનવના શરીરમાં અસંખ્ય જાતના સૂક્ષ્મજીવો વસતા હોય છે; પરંતુ માનવશરીર પોતાને આવા વ્યાધિજનોથી સુરક્ષિત રાખે તેવું પ્રતિરક્ષાતંત્ર (immunity system) અને અન્ય…

વધુ વાંચો >

વિષાણુ (virus)

વિષાણુ (virus) : સજીવ-નિર્જીવને જોડતો કડીરૂપ, પ્રોટીનયુક્ત, ડીએનએ અથવા આરએનએ ધરાવતો કોષાંત્રિક પરોપજીવી સૂક્ષ્મ રાસાયણિક ઘટક. કોષોના સંપર્કમાં ન આવ્યા હોય તેવા બાહ્ય કોષીય વિષાણુને વિરિયૉન (virion) કહે છે. પરોપજીવી વિષાણુ વનસ્પતિ કે પ્રાણીકોષમાં પ્રવેશી યજમાનના ન્યૂક્લીઇક ઍસિડના સંજનીનો (‘જેનોન્સ’) અને ચયાપચયી દ્રવ્યોની મદદથી પોતાના સંજનીનોની વૃદ્ધિ અને ગુણન કરે…

વધુ વાંચો >