મહેન્દ્ર રા. શાહ
અન્નામનો ઉચ્ચપ્રદેશ
અન્નામનો ઉચ્ચપ્રદેશ : અગ્નિ એશિયા ભૂખંડના પૂર્વકાંઠે ગુજરાતી ‘ડ’ અક્ષરના આકારે આવેલો વિયેટનામ દેશ. વિયેટનામનો ઉત્તરનો મેદાની પ્રદેશ બેક-બૉ, મધ્યનો ઉચ્ચપ્રદેશ ટ્રુંગ-બૉ અને છેક દક્ષિણનો મેદાની પ્રદેશ નામ-બૉ કહેવાય છે. પરંતુ તેનાં ફ્રેન્ચ ભાષાનાં પ્રાચીન નામો અનુક્રમે ટોંકિન, અન્નામ અને કોચીનચીન પ્રચલિત છે. ટોંકિનના લાલ નદીના મુખત્રિકોણના મેદાની પ્રદેશ અને…
વધુ વાંચો >અંત:સ્થ જળપરિવાહ
અંત:સ્થ જળપરિવાહ : કોઈ પણ પ્રદેશની નદીઓ, મહાસાગરો કે સમુદ્રને મળવાને બદલે આંતરિક સરોવરમાં પડે કે રણવિસ્તારમાં સમાઈ જાય તે પ્રકારનો જળપરિવાહ. યુ.એસ.એ.માં ઉટાહના પશ્ચિમ ભાગ અને નેવાડાના નીચા પ્રદેશનો જળપરિવાહ અંત:સ્થ પ્રકારનો છે. અહીં ખારા સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે. મધ્ય-પૂર્વ એશિયાની જૉર્ડન…
વધુ વાંચો >આરાકાન યોમા
આરાકાન યોમા : મ્યાનમારની પશ્ચિમ સરહદે ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી આશરે 1,100 પર્વતમાળા. એ ઉત્તરમાં પહોળી છે અને 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે દક્ષિણમાં જતાં સાંકડી અને નીચી બનતી જાય છે. છેક દક્ષિણે આરાકાન યોમાની ઊંચાઈ ફક્ત 300 મીટર જ રહે છે. તે આગળ જતાં સાગરજળમાં મગ્ન…
વધુ વાંચો >ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…
વધુ વાંચો >ઇરાવદી નદી
ઇરાવદી નદી : મ્યાનમારની મુખ્ય નદી. છેક ઉત્તરના ઊંચા પર્વતોમાંથી વહેતાં મેખા અને માલેખા નામનાં ઝરણાંના સંગમમાંથી તે ઉદભવે છે. આ નદી આશરે 1,600 કિમી. લાંબી ખીણમાં વહી વિશાળ મુખત્રિકોણ (delta) રચીને છેવટે મર્તબાનના અખાતને મળે છે. આ સંગમથી ભામો સુધીનો 240 કિમી.નો ઉપરવાસનો નદીનો પ્રવાહ ‘ઉપલી ઇરાવદી’ કહેવાય છે.…
વધુ વાંચો >ઉચ્ચપ્રદેશ (Plateau)
ઉચ્ચપ્રદેશ (Plateau) : ભૂ-સપાટી પરનું બીજી શ્રેણીનું વિશિષ્ટ ભૂમિસ્વરૂપ. તેની ઓછામાં ઓછી એક બાજુનો ઢોળાવ આસપાસની ભૂ-સપાટીથી અથવા સમુદ્રસપાટીથી વધારે ઊંચો અને સીધો હોય છે અને એનો ઉપરનો મથાળાનો ભાગ મેજ આકારે સપાટ હોય છે. આ ઉચ્ચપ્રદેશો પૃથ્વીનાં આંતરિક બળોને કારણે ભૂમિભાગો ઉંચકાવાથી અથવા આસપાસના ભૂમિભાગો નીચે બેસવાથી અથવા જ્વાળામુખીય…
વધુ વાંચો >ઍન્થ્રેસાઇટ
ઍન્થ્રેસાઇટ : શ્રેષ્ઠ પ્રકારનો ખનિજ કોલસો. બંધારણ C. તેમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 80 % કરતાં વધારે હોવાથી તે રંગે ઘેરો કાળો અને ચમકવાળો હોય છે. પોપડામાં અત્યંત દબાણ અને ગરમી હેઠળ બનેલો હોવાથી તે કઠણ અને ભેજ વગરનો હોય છે. વનસ્પતિદ્રવ્યજથ્થાની જમાવટ જ્યારે જળકૃત નિક્ષેપોના પ્રસ્તરો સાથે થાય અને…
વધુ વાંચો >ઍસિડિક લાવા
ઍસિડિક લાવા : વધુ સિલિકાદ્રવ્ય ધરાવતો લાવા. પૃથ્વીના પોપડાના પડમાં ક્યારેક થતી રહેતી વિક્ષેપજન્ય અસરોને કારણે ત્યાં રહેલા જે તે ખડકો પીગળી જઈ તૈયાર થતો ભૂરસ મૅગ્મા તરીકે અને તે જ્યારે ભૂપૃષ્ઠ પર નીકળી આવે ત્યારે લાવા તરીકે ઓળખાય છે. લાવા(કે મૅગ્મા)ના ઍસિડિક કે બેઝિક હોવાનો આધાર તે જેમાંથી ઉદભવે…
વધુ વાંચો >ઑપરેશન બ્લૂ સ્ટાર
ઑપરેશન બ્લૂ સ્ટાર : પંજાબમાં આતંકવાદ બેકાબૂ બનતાં 6 જૂન 1984ના રોજ ઇન્દિરા સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાં કરેલી લશ્કરી કારવાઈ. 10 જુલાઈ, 1984ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર આ પગલાને લીધે 92 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને 287 જેટલા ઘવાયા હતા, જ્યારે 554 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા…
વધુ વાંચો >ઑપરેશન બ્લૅક થંડર
ઑપરેશન બ્લૅક થંડર : સ્વતંત્ર શીખ રાજ્યની જાહેરાત કરનાર અલગતાવાદી પરિબળોને સુવર્ણમંદિર સંકુલમાંથી દૂર કરવા 30 એપ્રિલ, 1986ના રોજ અર્ધલશ્કરી દળોએ લીધેલું પગલું. ડિસેમ્બર, 1984ની લોકસભાની ચૂંટણીઓ બાદ રાજીવ ગાંધીની સરકારે પંજાબ પ્રશ્નના ઉકેલને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1985ના રોજ આઠ જેટલા મુખ્ય શીખ નેતાઓ – જેમાં સંત…
વધુ વાંચો >