મધુકાન્ત ભગવાનજી પંડ્યા

જ્વરઘ્ની વટી

જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

જ્વરમુરારિરસ

જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં…

વધુ વાંચો >

તિક્ત કે તિક્તક ઘૃત

તિક્ત કે તિક્તક ઘૃત : પરવળનાં પાન, કડુ, લીમડાની અંતર્છાલ, દારૂહળદર, કાળીપાઠ, ધમાસો, પિત્તપાપડો અને ત્રાયમાણ  આ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ તેમાં સોળગણું પાણી નાખી ઉકાળો કરવામાં આવે છે. પાણી ઊકળતાં 8મા ભાગ જેટલું બાકી રહે ત્યારે ઉતારી લેવામાં આવે છે. આ ક્વાથ કરતાં ચોથા ભાગનું ગાયનું ઘી તથા ઘીથી…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ક્વાથ

ત્રયોદશાંગ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. આયુર્વેદના ચિકિત્સા અંગેના ગ્રંથ ‘ચક્રદત્ત’માં આ ક્વાથ અંગે નિરૂપણ છે. ધાણા, લીંડીપીપર, સૂંઠ, બીલીનું મૂળ, અરણીનું મૂળ, શ્યોનાકનું મૂળ, ગંભારીમૂળ, પાટલામૂળ, શાલપર્ણીમૂળ, પૃશ્નિપર્ણીમૂળ, ઊભી ભોરીંગણીનું મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ અને ગોખરુનું મૂળ એ તેર ઓસડિયાં એકસરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડીને અધકચરું ચૂર્ણ બનાવી લેવામાં આવે…

વધુ વાંચો >

ત્રયોદશાંગ ગુગ્ગુલ

ત્રયોદશાંગ ગુગ્ગુલ : આયુર્વેદિક ઔષધ. બાવળની છાલ, અશ્વગંધા, પલાશી, ગળો, શતાવરી, ગોખરુ, રાસના, નસોતર, સુવાદાણા, કચૂરો, અજમો અને સૂંઠ – આ બારેય ઔષધો એકસરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી તેમાં તેટલા જ પ્રમાણમાં શુદ્ધ કરેલો ગૂગળ તથા ગૂગળ કરતાં અડધા પ્રમાણમાં ગાયનું ઘી લઈ પ્રથમ ગૂગળને ઘીમાં ખૂબ કૂટી નરમ કરી…

વધુ વાંચો >

ત્રિવૃતાદિ ચૂર્ણ

ત્રિવૃતાદિ ચૂર્ણ (કલ્પ) : આયુર્વેદિક ઔષધ. વિવિધ ઋતુઓમાં વિરેચન માટે નસોતર નામનું ઔષધ જુદી જુદી ઔષધિ સાથે મેળવીને અપાય છે; જેમ કે, ગ્રીષ્મઋતુમાં નસોતરમાં સમાન ભાગે ખડીસાકરનું ચૂર્ણ મેળવીને પાણી સાથે આપવાથી બરાબર વિરેચન થાય છે. વર્ષાઋતુમાં નસોતર, ઇંદ્રજવ, લીંડીપીપર અને  સૂંઠ સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ કરી મધ તથા દ્રાક્ષના…

વધુ વાંચો >

દશમૂલ ક્વાથ

દશમૂલ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. શાલિપર્ણી, પૃશ્નિપર્ણી, ઊભી ભોરીંગણી, બેઠી ભોરીંગણી, ગોખરુ, બીલી, અરણિ, શ્યોનાક, કાળીપાટ તથા ગંભારી એ દશ ઔષધિઓનાં મૂળ પાણીથી ધોઈ સાફ કરી સૂકવી, ખાંડણીદસ્તા વડે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકામાંથી 25 ગ્રામ જેટલો ભૂકો લઈ તેમાં 16 ગણું પાણી નાખી ઉકાળવામાં આવે…

વધુ વાંચો >

દાડિમાષ્ટક ચૂર્ણ

દાડિમાષ્ટક ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. દાડમનાં બીજ 2 ભાગ, સાકર 8 ભાગ, એલચી, તજ અને તમાલપત્રનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ. સૂંઠ, મરી તથા લીંડીપીપર – દરેક એક એક ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી 3થી 4 ગ્રામ માત્રામાં લેવાથી ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરનાર, દીપન, કંઠને સારો કરનાર તથા મળને…

વધુ વાંચો >

દેવદાર્વાદિ ક્વાથ

દેવદાર્વાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. દેવદાર, ઘોડાવજ, કઠ, લીંડીપીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, બેઠી ભોંરિંગણી, ઊભી ભોંરિંગણી, અતિવિષની કળી, ગળો, કાકડાશીંગી અને શાહજીરું – એ વીસ ઔષધિઓને લાવી સાફ કરી ખાંડણીદસ્તા વડે અધકચરાં ખાંડી જૌકૂટ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જરૂરિયાત પ્રમાણે લઈ…

વધુ વાંચો >

ધાત્રી રસાયન

ધાત્રી રસાયન : આયુર્વેદનું શક્તિવર્ધક રસાયન. તાજાં આમળાંને એક દિવસ અને એક રાત દૂધમાં પલાળી રાખીને બીજે દિવસે પાણીથી ધોઈ પાણીમાં ઉકાળીને બાફી, શણિયા અથવા જાળીવાળા કાપડમાં ઘસીને માવો તૈયાર કરવામાં આવે છે. એક કડાઈમાં થોડું ઘી નાખી આમળાંનો માવો તેમાં નાખી ધીમા તાપે શેકવામાં આવે છે. માવામાંથી ઘી છૂટું…

વધુ વાંચો >