દાડિમાષ્ટક ચૂર્ણ

March, 2016

દાડિમાષ્ટક ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. દાડમનાં બીજ 2 ભાગ, સાકર 8 ભાગ, એલચી, તજ અને તમાલપત્રનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ. સૂંઠ, મરી તથા લીંડીપીપર – દરેક એક એક ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી 3થી 4 ગ્રામ માત્રામાં લેવાથી ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરનાર, દીપન, કંઠને સારો કરનાર તથા મળને રોકનાર હોઈ ઉધરસ તથા તાવ મટાડે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા