મધુકાન્ત ભગવાનજી પંડ્યા

કસ્તૂરીભૈરવરસ

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની…

વધુ વાંચો >

કાસકુઠાર રસ

કાસકુઠાર રસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ હિંગળોક, કાળાં મરી, શુદ્ધ ગંધક, સૂંઠ, લીંડીપીપર અને શુદ્ધ ટંકણખાર – આ બધી ચીજો સમાન ભાગે લઈ, ખરલ કરી, બારીક ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. દવા આદુંના રસ સાથે 1થી 2 રતીની માત્રામાં આપવાથી દારુણ સન્નિપાત, વિવિધ પ્રકારની ખાંસી તથા માથાના રોગોમાં લાભ થાય…

વધુ વાંચો >

કુટજારિષ્ટ

કુટજારિષ્ટ (આયુર્વેદિક ઔષધ) : કાળી કડાછાલ  કિલો, અધકચરી દ્રાક્ષ 1.250 ગ્રામ, મહુડાનાં ફૂલ 400 ગ્રામ અને સીવણ(ગંભારી)ની છાલ 400 ગ્રામ લઈ, તેને અધકચરું ખાંડી, 20 લિટર પાણીમાં નાંખી ઉકાળાય છે. તે ઉકાળો ચોથા ભાગે રહે ત્યારે તે ઉતારી, ઠંડો પડે એટલે તે મસળીને કપડેથી ગાળી તેમાં 2 કિલો ગોળ તથા 500…

વધુ વાંચો >

ખદિરાદિવટી

ખદિરાદિવટી : આયુર્વેદિક ઔષધ. સફેદ ખેરના ક્ષાર તથા વિટ્-ખદિરના ક્ષારનો ક્વાથ બનાવી ગાળી ફરી ઉકાળતાં ઘટ્ટ થાય ત્યારે તેમાં સફેદ ચંદન, પદ્મકાષ્ઠ, ખસ, મજીઠ, ધાવડીનાં ફૂલ, નાગરમોથ, પુંડરીકકાષ્ઠ, જેઠીમધ, તજ, ઇલાયચી, તમાલપત્ર, નાગકેસર, લાખ, રસવંતી, જટામાંસી, ત્રિફલા, લોધ્ર, વાળો, હળદર, દારુહળદર, પ્રિયંગુ, એલચો, લાજવંતી, કાયફળ, વજ, જવાસો, અગર, પતંગ, સોનાગેરુ…

વધુ વાંચો >

ગંગાધર ચૂર્ણ

ગંગાધર ચૂર્ણ : આયુર્વેદીય ઔષધ. નાગરમોથ, ઇન્દ્રજવ, બીલાનો ગર્ભ, લોધર, મોચરસ અને ધાવડીનાં ફૂલ સરખા ભાગે લઈ ખાંડીને તૈયાર કરેલું વસ્ત્રગાળ ચૂર્ણ. ત્રણથી પાંચ ગ્રામ જેટલી માત્રા દિવસમાં બેથી ત્રણ વાર છાશ તથા ગોળ સાથે લેવાથી અતિસાર, મરડો અને રક્તાતિસારમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

ગુડુચી સત્વ (ગળોસત્વ)

ગુડુચી સત્વ (ગળોસત્વ) : આયુર્વેદનું ઔષધ. લીમડાની ગળોના ચાર ચાર આંગળના કકડા કરી છૂંદીને કલાઈવાળા વાસણમાં પાણી નાખી ચાર પ્રહર સુધી પલાળવા. ત્યારબાદ હાથ વડે ખૂબ મસળીને કપડાથી ગાળી લેવામાં આવે છે. વાસણમાં નીચે ગળોનું સત્વ સફેદ પાઉડર રૂપે તૈયાર થાય ત્યારે પાણી નિતારી તેને સૂકવીને બાટલીમાં ભરી લેવાથી ગળોનું…

વધુ વાંચો >

ગુડૂચ્યાદિ ક્વાથ

ગુડૂચ્યાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. આયુર્વેદમાં ગળો (ગડૂચી કે અમૃતા) એક ખૂબ મહત્વની ઔષધિ છે. તેના યોગથી આયુર્વેદના અનેક ગ્રંથોમાં વિવિધ ક્વાથ-ઔષધિઓનાં વિવિધ રોગલક્ષી, અનેક ભિન્ન પાઠ આપેલા છે. શારંગધર સંહિતામાં જ ગુડૂચ્યાદિ ક્વાથના નામથી ક્વાથ ઔષધોની યાદીમાં 5 જાતના અને આર્યભિષક ગ્રંથમાં ગળોના પ્રકરણમાં 8 પ્રકારના, ગુડૂચ્યાદિ ક્વાથના પાઠ…

વધુ વાંચો >

ચતુર્મુખ રસ

ચતુર્મુખ રસ : ક્ષયરોગમાં વપરાતી આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ. તેમાં શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, લોહભસ્મ, અભ્રકભસ્મ અને સુવર્ણભસ્મને ખરલમાં ઘૂંટી કુંવારપાઠાનો રસ, ત્રિકટુ ક્વાથ, ત્રિફલા ક્વાથ, સાટોડીનો સ્વરસ, કૌંચાનો ક્વાથ, લવિંગનો ક્વાથ, ચિત્રકમૂળનો ક્વાથ તથા પદ્મકાષ્ઠના ક્વાથની સાથે એક એક દિવસ ભાવના આપી સૂકવીને ચૂર્ણરૂપમાં તૈયાર કરવામાં આવે છે. આ ઔષધની…

વધુ વાંચો >

ચંદનબલાલાક્ષાદિ તૈલ

ચંદનબલાલાક્ષાદિ તૈલ : આયુર્વેદિક ઔષધ. રક્તચંદન, બલા (ખરેટી) મૂળ, લાખ તથા ખસ – આ દરેક દ્રવ્ય 16–16 ભાગ લઈ તેનો જવકૂટ ભૂકો કરી, તેમાં 256 ગણું પાણી ઉમેરી, તેનો ચોથા ભાગે શેષ રહે તેવો (64 ભાગ રહે તેવો) ઉકાળો કરી ગાળી લેવામાં આવે છે. પછી 32 ભાગ તલનું તેલ લઈ,…

વધુ વાંચો >

ચંદ્રકલા રસ

ચંદ્રકલા રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારો, તામ્ર ભસ્મ અને અભ્રક ભસ્મ 10-10 ગ્રામ તથા શુદ્ધ ગંધક 20 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં સાથે લઈ, સારી રીતે ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી તેને નાગરમોથ, દાડમ, દૂર્વા, કેતકી, સહદેવી (ઉપલસરી), કુંવાર, પિત્તપાપડો મરવો અને શતાવરીના રસની વારાફરતી ભાવના આપી, દવા…

વધુ વાંચો >