બાળકૃષ્ણ માધવરાવ મૂળે

હાન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હાન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 1685, હૅલી, જર્મની; અ. 1759) : ઇંગ્લૅન્ડનો જાણીતો સ્વરકાર. બારોક સંગીતનો તે શહેનશાહ ગણાય છે. જર્મન મૂળના આ સંગીતકારનું મૂળ નામ જૉર્જ ફ્રેડરિક હાન્ડેલ. તેના પિતાએ તેના બાળપણમાં તેનામાં રહેલી જન્મજાત રુચિ અને કૌશલ્યની પરખ કરી હાન્ડેલને ત્રણ વર્ષની સઘન તાલીમ માટે હૅલે ખાતેના જાણીતા સંગીતકાર…

વધુ વાંચો >

હાફિઝ અલીખાન

હાફિઝ અલીખાન (જ. 1888, ગ્વાલિયર; અ. 1962) : સરોદના અગ્રણી વાદક. પિતાનું નામ નન્હેખાન. તેમના દાદાના પિતા ઉસ્તાદ ગુલામ બંદેગી તેમના જમાનાના કુશળ રબાબ-વાદક હતા. તેમના પુત્ર ગુલામઅલી પણ રબાબના નિષ્ણાત વાદક હતા. રબાબ વગાડવાની તાલીમ તેમણે તેમના પિતા પાસેથી લીધેલી. ઉસ્તાદ ગુલામઅલીએ રબાબમાં કેટલાક ફેરફારો કરી તેને જે રૂપ…

વધુ વાંચો >

હાફિઝ અહમદખાં

હાફિઝ અહમદખાં (જ. 15 માર્ચ 1926, સહસવાન, જિ. બદાયૂં, ઉત્તરપ્રદેશ) : ઉત્તર હિંદુસ્તાની શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. સંગીતની પ્રાથમિક શિક્ષા પિતા ઉસ્તાદ રશીદ અહેમદખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કરી હતી. શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે ઠૂમરી જેવી ઉપશાસ્ત્રીય ગાયનશૈલીની તાલીમ પણ પોતાના પિતા પાસેથી લીધી હતી. તેઓ ભજન…

વધુ વાંચો >

હાયેક ફ્રેડરિક આગસ્ટ વૉન

હાયેક, ફ્રેડરિક આગસ્ટ વૉન (જ. 1899 વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1992, લંડન) : ઑસ્ટ્રિયન વિચારધારાના હિમાયતી, સમાજવાદી વિચારસરણીના વિરોધી, મુક્ત અર્થતંત્રના ટેકેદાર તથા 1974 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1927–1931 દરમિયાન વિયેના ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક્સ રિસર્ચ સંસ્થાના નિયામકપદે કામ કર્યું અને સાથોસાથ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું. 1931માં કાયમી…

વધુ વાંચો >

હાવેલ્મો ટ્રીગ્વે મૅગ્નસ

હાવેલ્મો, ટ્રીગ્વે મૅગ્નસ (જ. 13 ડિસેમ્બર 1911, સ્કેડસમો, નૉર્વે; અ. 26 જુલાઈ 1999, ઓસ્લો, નૉર્વે) : અર્થમિતિશાસ્ત્રના ક્ષેત્રમાં સંભવિત ઘટનાઓને આધારે અભિનવ અભિગમ (probability approach) પ્રસ્તુત કરનાર અને અર્થશાસ્ત્રમાં વર્ષ 1989 માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્થશાસ્ત્રી. તેમણે ઉચ્ચ શિક્ષણ નૉર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં લીધું હતું, જ્યાં અર્થશાસ્ત્રમાં સર્વપ્રથમ નોબેલ પુરસ્કાર…

વધુ વાંચો >

હિક્સ જે. આર. (સર)

હિક્સ, જે. આર. (સર) (1904–1989) : મૂળભૂત રીતે અર્થતંત્રની સામાન્ય સમતુલાના વિશ્લેષણમાં રુચિ ધરાવનાર, માંગના વિશ્લેષણમાં શકવર્તી યોગદાન કરનાર તથા 1972ના વર્ષનું અર્થશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર સરખા ભાગે મેળવનાર બ્રિટિશ અર્થશાસ્ત્રી. સમગ્ર શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. ત્યાંની ઑક્સફર્ડ યુનિવર્સિટીની બેલીઓલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ 1926માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ…

વધુ વાંચો >

હિર્લેકર શ્રીકૃષ્ણ હરિ

હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ (જ. 1871, ગગનબાવડા રિયાસત; અ. ?) : ગ્વાલિયર ઘરાનાના અગ્રણી ગાયક કલાકાર, શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના અધ્યાપક અને શાસ્ત્રીય સંગીતના સન્નિષ્ઠ પ્રચારક. બાળપણથી જ તેમના કંઠમાં માધુર્ય અને મનમાં સંગીત પ્રત્યે રુચિ હતી. શિશુવયથી જ ગાયન-ભજન રજૂ કરીને તેમણે લોકચાહના મેળવી હતી. ગગનબાવડા રિયાસતના રાજવીને શાસ્ત્રીય સંગીતમાં…

વધુ વાંચો >

હિંગિસ માર્ટિના

હિંગિસ, માર્ટિના (જ. 30 સપ્ટેમ્બર 1980, કોસિસ, સ્લોવાકિયા, હંગેરી) : મહિલા ટેનિસમાં વિશ્વમાં લાંબામાં લાંબા સમય સુધી સર્વોચ્ચ ક્રમ ધરાવતી, એકલ મહિલા સ્પર્ધાઓમાં પાંચ ગ્રૅન્ડ સ્લૅમ વિજય ધરાવતી અને મહિલા ટેનિસમાં સૌથી નાની ઉંમરમાં ઘણા વિશ્વવિક્રમો પ્રસ્થાપિત કરતી નિવૃત્ત મહિલા ખેલાડી. પિતાનું નામ કારોલ હિંગિસ જેઓ હંગેરિયન મૂળના હતા અને…

વધુ વાંચો >

હિંસા

હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…

વધુ વાંચો >

હુ ચિંતાઓ

હુ ચિંતાઓ (જ. 1942, નિક્સી, અનહુઈ પ્રાંત, ચીન) : ચીન ગણરાજ્યના રાષ્ટ્રાધ્યક્ષ. સમગ્ર શિક્ષણ ચીનમાં. 1965માં હાઇડ્રૉઇલેક્ટ્રિક ઇજનેરીમાં પદવી પ્રાપ્ત કરી; પરંતુ તે પૂર્વે એક વર્ષ 1964માં તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સક્રિય કામકાજની શરૂઆત કરી હતી. દસ વર્ષ સુધી જલસંચાલન મંત્રાલયમાં સેવાઓ આપ્યા પછી 1980ના પૂર્વાર્ધમાં કમ્યુનિસ્ટ યૂથ લીગનું નેતૃત્વ…

વધુ વાંચો >