બાળકૃષ્ણ માધવરાવ મૂળે

હૅન્સન અલ્વિન એચ

હૅન્સન, અલ્વિન એચ. (જ. 1887; અ. 1975) : જે. એમ. કેઇન્સના અમેરિકન ભાષ્યકાર તથા સંનિષ્ઠ પ્રતિપાદક. 1910માં તેમણે અમેરિકાની યાન્કટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ 1921માં વ્યાપારચક્રના વિષય પર ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં 1963 સુધી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. જૂન 1963માં રિસર્ચ પ્રોફેસર ઑન…

વધુ વાંચો >

હૅમરશીલ્ડ દાગ

હૅમરશીલ્ડ, દાગ (જ. 29 જુલાઈ 1905, જૉનકૉપિંગ, સ્વીડન; અ. 18 સપ્ટેમ્બર 1961, એન્ડોલા (Ndola) પાસે, ઉત્તર રહોડેશિયા  હવે ઝામ્બિયા) : સ્વીડનના અર્થશાસ્ત્રી, રાજદ્વારી પુરુષ, રાષ્ટ્રસંઘના બીજા સેક્રેટરી-જનરલ અને વર્ષ 1961ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના મરણોત્તર વિજેતા. દાગ હૅમરશીલ્ડ સ્વીડનના પૂર્વપ્રધાનમંત્રી જાલ્મર હૅમરશીલ્ડ(1914–17)ના પુત્ર. ઉપસાલા અને સ્ટૉકહોમ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

હૅમ્લેટ

હૅમ્લેટ : શેક્સપિયરના તે જ નામ ધરાવતા જાણીતા નાટક પર આધારિત ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1948. ભાષા : અંગ્રેજી, શ્વેત અને શ્યામ. નિર્માતા : રેજિનાલ્ડ બૅક, લૉરેન્સ ઑલિવિયર. દિગ્દર્શક : લૉરેન્સ ઑલિવિયર. કથા : વિલિયમ શેક્સપિયરના નાટક પર આધારિત પટકથા. સંગીત : વિલિયમ વૉલ્ટન. છબિકલા : ડૅસમન્ડ ડિકિન્સન. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

હેયડન ફ્રૅન્ઝ જૉસેફ

હેયડન, ફ્રૅન્ઝ જૉસેફ (જ. 1732; અ. 1809) : પાશ્ચાત્ય સંગીતના જાણીતા સંગીતકાર-સ્વરકાર. ઑસ્ટ્રિયાના વતની. નાની વયમાં વિયેના ખાતેના એક ચર્ચમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી. શિક્ષકના વ્યવસાયમાંથી તથા જાણીતા સંગીતકારો સાથે સંગત કરીને જેમતેમ કરીને તેઓ ગુજરાન કરતા હતા; પરંતુ વિયેનાના કેટલાક ઉમરાવો તેમની સ્વરરચનાથી પ્રભાવિત થયા પછી તેમની સંગીતક્ષેત્રમાં ચઢતી…

વધુ વાંચો >

હેલ્મેટ

હેલ્મેટ : માથાના રક્ષણ માટે પહેરાતું આવરણ. સૈનિકો ઉપરાંત અગ્નિશામક ટુકડીઓમાં કામ કરતા બંબાવાળા, ખાણોની ભીતર કામ કરતા શ્રમિકો, હુલ્લડોને ખાળવા ઊભા રખાતા પોલીસતંત્રના જવાનો તથા ક્રિકેટ જેવી રમતો રમતા ખેલાડીઓ પણ તે પહેરતા હોય છે. માર્ગ અકસ્માતને કારણે થતી માથાની ઈજાઓ દરમિયાન સ્કૂટર કે મોટર-સાઇકલ-સવારોને રક્ષણ મળે તે હેતુથી…

વધુ વાંચો >

હૉટ્રે આર. જી. (સર)

હૉટ્રે, આર. જી. (સર) (જ. 1879; અ. 1975) : ઇંગ્લૅન્ડના વિખ્યાત નાણાશાસ્ત્રી. આખું નામ રાલ્ફ જૉર્જ હૉટ્રે. નાણું એ તેમનું સૌથી માનીતું ક્ષેત્ર હતું. તેમની મોટા ભાગની વ્યાવસાયિક કારકિર્દી શાસકીય સેવાઓમાં વીતી હતી. દેશના નાણાખાતામાં 1904–1945 દરમિયાન સતત ચાર દાયકા તેમણે કાર્ય કર્યું હતું. સાથોસાથ ઇંગ્લૅન્ડની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અતિથિ વ્યાખ્યાતા…

વધુ વાંચો >