બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સ્ટૅમ્પ-ડ્યૂટી

સ્ટૅમ્પ-ડ્યૂટી : સરકારે નક્કી કરેલા આર્થિક વ્યવહારો સહિત ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારો-પ્રસંગે તે વ્યવહારોને કાયદાનું પીઠબળ મળે તે માટે નિયત રકમના સ્ટૅમ્પ કે સ્ટૅમ્પ-પેપરના ઉપયોગ દ્વારા નાગરિકો તરફથી ચૂકવવામાં આવતો વેરો. મિલકતોના ખરીદ-વેચાણ-પ્રસંગે પક્ષકારો વચ્ચે થતો કરાર નિયત રકમના સ્ટૅમ્પ-પેપર પર જ થવો જોઈએ. અંગ્રેજોએ જાહેર વિત્તવ્યવસ્થાને ભારતમાં દાખલ કરી…

વધુ વાંચો >

સ્ટોન રિચર્ડ (સર)

સ્ટોન, રિચર્ડ (સર) (જ. 1913; અ. 1991) : વર્ષ 1984 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક-વિજેતા બ્રિટિશ અર્થશાસ્ત્રી. સ્નાતકની પદવી ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અર્થશાસ્ત્ર વિષયમાં તે જ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ સાયન્સ(D.Sc.)ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તે જ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા અને પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીના અંતે સન્માનનીય પ્રોફેસર (Emeritus professor)…

વધુ વાંચો >

સ્ટ્રાવિન્સ્કી ઇગોર ફેડોરોવિચ

સ્ટ્રાવિન્સ્કી, ઇગોર ફેડોરોવિચ (જ. 17 જૂન 1882, ઓરાનીબામ, પિટ્સબર્ગ; અ. 6 એપ્રિલ 1971, ન્યૂયૉર્ક) : રશિયન-અમેરિકન સ્વર-રચનાકાર. તેમના પિતા સેન્ટ પિટ્સબર્ગ ખાતે અભિનય અને ગાયનક્ષેત્રે મશહૂર હતા. તેમણે પુત્ર સ્ટ્રાવિન્સ્કીને સંગીત કે અભિનયનું નહિ પરંતુ કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપેલું, જોકે સ્ટ્રાવિન્સ્કીને આડવ્યવસાય તરીકે સંગીત અને અભિનયમાં સામાન્ય રુચિ અવશ્ય હતી; પરંતુ…

વધુ વાંચો >

સ્ટ્રેસમન ગુસ્તાવ

સ્ટ્રેસમન, ગુસ્તાવ (જ. 10 મે 1878, બર્લિન; અ. 3 ઑક્ટોબર 1929, બર્લિન) : જર્મનીના ઉદારમતવાદી મુત્સદ્દી, દેશના પૂર્વ ચાન્સેલર અને વિદેશપ્રધાન તથા વર્ષ 1926ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. મધ્યમ વર્ગમાં જન્મ. પિતા બર્લિનમાં હોટલ ચલાવતા તથા દારૂનું વેચાણ કરતા. કૉલેજ-કારકિર્દી દરમિયાન સ્ટ્રેસમને વિદ્યાર્થી ચળવળમાં સક્રિય ભાગ ભજવેલો. ઉચ્ચશિક્ષણ બર્લિન…

વધુ વાંચો >

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. આકૃતિ 1 : કેટલાંક યાયાવર પક્ષીઓના સ્થળાંતરી માર્ગો : (1) લાલકંઠી સક્કરખોરો (ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા તરફ), (2) કાળી ચાંચ ફૂત્કી (કૅનેડાથી…

વધુ વાંચો >

સ્થળાંતર (માનવીય)

સ્થળાંતર (માનવીય) : કોઈ એક સ્થાન, પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારમાંથી અન્ય સ્થાન, પ્રદેશ કે વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુથી માણસોની આવનજાવનની પ્રક્રિયા. સ્થળાંતર એટલે સ્થાનફેર, જેનો આશય અન્યત્ર વસવાટ કરવાનો હોય છે. તેનાં આર્થિક, રાજકીય કે સામાજિક કારણો હોઈ શકે છે; દા. ત., રોજગારી કે વધુ સારી રોજગારી મેળવવાનો…

વધુ વાંચો >

સ્પિકમૅકે

સ્પિકમૅકે : ભારતના યુવાનોમાં દેશની સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ લાવવા માટે તથા તેનું સંવર્ધન અને પ્રસાર-પ્રચાર કરવા માટે મથામણ કરતી યુવાનોની દેશવ્યાપી સંસ્થા. સ્થાપના 1977. સ્થાપક ડૉ. કિરણ શેઠ; જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT), દિલ્હીમાં તે અરસામાં ભણતા હતા. ગુજરાતમાં તેની શાખાઓનો પ્રારંભ 1980થી થયો છે. સંસ્થાનું આખું નામ…

વધુ વાંચો >

સ્પિલબર્ગ સ્ટીવ

સ્પિલબર્ગ, સ્ટીવ (જ. 18 ડિસેમ્બર 1946, સિનસિનાટી, ઓહાયો, અમેરિકા) : સાહસિક અને કલ્પનારમ્ય ચલચિત્રોના અમેરિકન નિર્માતા અને દિગ્દર્શક. માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ-દિગ્દર્શકની કારકિર્દી શરૂ કરી હતી. પિતાનું નામ આર્નોલ્ડ, જેઓ અમેરિકાના લશ્કરમાં નોકરી કરતા હતા. તેમણે બી-52 બૉમ્બરમાં રેડિયોમૅન તરીકે સેવાઓ આપી હતી. માતાનું નામ લીહ. 1965માં માતા-પિતા…

વધુ વાંચો >

સ્મિથ ઍડમ

સ્મિથ, ઍડમ (જ. 5 જૂન 1723, કરકૅલ્ડી, સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 1790) : અલાયદા શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને સમાજવિદ્યાઓમાં પ્રસ્થાપિત કરવાની પહેલ કરનાર અને અર્થશાસ્ત્રના પિતામહ તરીકે પોતાની કાયમી પહિચાન મૂકી જનાર ઇંગ્લૅન્ડના વિચારક. પિતા સ્કૉટલૅન્ડમાં વકીલાત કરતા, જેમને સમયાંતરે ન્યાયાધીશ બનાવવામાં આવેલા અને વ્યાવસાયિક કારકિર્દીના અંતે કમ્પ્ટ્રોલર ઑવ્ કસ્ટમ્સના પદ પરથી…

વધુ વાંચો >

સ્મૉલ ઇઝ બ્યુટીફૂલ

સ્મૉલ ઇઝ બ્યુટીફૂલ : ઇ. એફ. શુમાકર દ્વારા લિખિત બહુચર્ચિત લોકપ્રિય પુસ્તક. પ્રકાશનવર્ષ 1972. તેમાં લેખકે માનવજાતિ પર આવી પડેલાં ત્રણ સંકટોના પરિપ્રેક્ષ્યમાં પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા છે. શુમાકરના મત મુજબ આ ત્રણ સંકટો છે : (1) પ્રાકૃતિક સંપત્તિનું સંકટ, (2) પરિસર કે આપણી આસપાસની સજીવ સૃષ્ટિનું સંકટ અને…

વધુ વાંચો >