પ્ર. ઉ. શાસ્ત્રી

સામગાન અને તેના પ્રકારો

સામગાન અને તેના પ્રકારો : શ્રૌત કે વૈદિક યજ્ઞમાં સોમરસના પાન સમયે કરવામાં આવતું ગાન. પ્રાચીન ભારતમાં વૈદિક કાળમાં દેવોને ખુશ કરવા યજ્ઞો કરવામાં આવતા હતા. આ યજ્ઞમાં ચારેય વેદના બ્રાહ્મણો યજ્ઞવિધિ કરતા. ઋગ્વેદનો જ્ઞાની ‘હોતા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ દેવોને બોલાવવાનું આવાહનનું કાર્ય કરતો. એ પછી યજુર્વેદનો જ્ઞાની ‘અધ્વર્યુ’ નામથી…

વધુ વાંચો >

સામવેદ

સામવેદ : જગતભરના પ્રાચીન વૈદિક સાહિત્યના પ્રધાન ચાર વેદોમાંનો એક વેદગ્રંથ. ‘ભગવદગીતા’માં સામવેદને ભગવાન કૃષ્ણે સ્વમુખે શ્રેષ્ઠ વેદ અને પોતાની વિભૂતિ તરીકે ગણાવ્યો છે. પરિણામે ‘બૃહદ્દેવતા’ મુજબ જે સામને જાણે છે તે જ જગતનું તત્ત્વ કે રહસ્ય જાણે છે. ખુદ ઋગ્વેદમાં જ કહ્યું છે કે જે જ્ઞાની છે તેને સામ…

વધુ વાંચો >

સારસ્વત વ્યાકરણ

સારસ્વત વ્યાકરણ : સંસ્કૃત ભાષા વિશેનો વ્યાકરણગ્રંથ. સરસ્વતીદેવીએ આનાં સૂત્રો આપેલાં માટે તેનું નામ ‘સારસ્વત’ પડ્યું એવી એક દંતકથા પ્રચલિત છે. તેની પ્રક્રિયા કે વૃત્તિ લખનારા પરમહંસ પરિવ્રાજક અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના સંન્યાસીએ પંડિતો સાથે ચર્ચામાં ‘पुंसु’ શબ્દને બદલે દાંત પડી ગયા હોવાથી ‘पुंक्षु’ એવો ઉચ્ચાર કર્યો. આથી પ્રતિપક્ષીઓએ ‘पुंक्षु’ શબ્દ ખોટો…

વધુ વાંચો >

સાહિત્ય

સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું…

વધુ વાંચો >

સાહિત્યદર્પણ

સાહિત્યદર્પણ : વિશ્વનાથકૃત ભારતીય અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો જાણીતો ગ્રંથ. ‘સાહિત્યદર્પણ’માં દસ પરિચ્છેદો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, કાવ્યવ્યાખ્યા અને કાવ્યપ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આચાર્ય મમ્મટની કાવ્યવ્યાખ્યાનું ખંડન કરીને અપાયેલી ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી વ્યાખ્યા ખૂબ જાણીતી બની છે. બીજા પરિચ્છેદમાં શબ્દશક્તિઓ રજૂ થઈ છે. ત્રીજા પરિચ્છેદમાં રસ, ભાવ…

વધુ વાંચો >

સાંખ્યદર્શન

સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું…

વધુ વાંચો >

સિદ્ધાન્તકૌમુદી

સિદ્ધાન્તકૌમુદી : ભટ્ટોજી દીક્ષિતે પાણિનીય વ્યાકરણ વિશે રચેલો જાણીતો વૃત્તિગ્રંથ. આ ગ્રંથનું લેખકે આપેલું મૂળ નામ ‘વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી’ એવું છે, પરંતુ તે ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે ઓળખાય છે. તે પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પર લખાયેલી પાંડિત્યપૂર્ણ વૃત્તિ છે. વિષયવાર સૂત્રોને વહેંચી, પ્રક્રિયા પ્રમાણે સૂત્રો ગોઠવી, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ આપી લખાયેલી ‘મહાભાષ્ય’ પછી ‘કાશિકા’ વૃત્તિ સાથે…

વધુ વાંચો >

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી)

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી) : ગુજરાતી જૈન કવિ અને આલંકારિક. તેઓ વિદ્વાન જૈન મુનિ હતા. તેમના પૂર્વજીવનની વિગતો મળતી નથી. તેમનો જન્મ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો. જૈન મુનિ તરીકે તેઓ જાણીતા મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિન્ના શિષ્ય હતા અને વિજયસેનસૂરીશ્વરની શિષ્યપરંપરામાં થઈ ગયા. તેમનું નામ ‘સિદ્ધિચંદ્ર’ની જેમ ‘સિદ્ધચંદ્ર’ પણ મળે છે. ગુરુ…

વધુ વાંચો >

સિંહદેવ ગણિન્

સિંહદેવ ગણિન્ : ગુજરાતી આલંકારિક ટીકાકાર. તેઓ જૈન મુનિ હતા. ગુજરાતના આ જૈન મુનિએ વાગ્ભટ નામના આલંકારિક આચાર્યે રચેલા અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ પર સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકાના આરંભમાં 24મા જૈન તીર્થંકર મહાવીરની સ્તુતિ કરી છે. તેમણે પ્રસ્તુત ટીકા પોતાની સ્મૃતિ પાકી કરવા અને સામાન્ય માણસને સમજ આપવા…

વધુ વાંચો >

સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે…

વધુ વાંચો >