પ્રવીણચંદ્ર પરીખ
લોમશ
લોમશ : એક મહર્ષિ. શરીર પર ઘણા રોમ હોવાને લઈને એમનું લોમશ નામ પડેલું. એને અંગે અનુશ્રુતિ છે કે સો વર્ષો સુધી તેમણે કમળપુષ્પોથી શિવજીની પૂજા કરી હતી તેથી તેમને વરદાન મળેલું કે કલ્પાંતે તેમના શરીર પરથી કેવળ એક રૂંવાડું ખરશે. તેઓ હંમેશ તીર્થાટન કરતા મોટા ધર્માત્મા હતા. તીર્થાટન વખતે…
વધુ વાંચો >લોરિયા-નંદનગઢ
લોરિયા-નંદનગઢ (જિ. ચંપારણ, બિહાર) : બૌદ્ધ પુરાવશેષોનાં કેન્દ્રો. આ બંને સ્થળેથી બૌદ્ધ ધર્મને લગતા પુરાવશેષો પ્રાપ્ત થયા છે. બેટ્ટઇથી 25 કિમી. દૂર ઉત્તરપૂર્વમાં આવેલ આ નગર બુદ્ધના સમયમાં ‘અલ્લકપ્પ’ કે ‘અલપ્પા’ નામે ઓળખાતું હતું. લોરિયા ગામેથી અશોકનો લેખયુક્ત એક શિલાસ્તંભ અને 15 સ્તૂપો પ્રાપ્ત થયા છે. આ સ્તૂપો ત્રણ હરોળમાં…
વધુ વાંચો >લોહરવંશ
લોહરવંશ : કાશ્મીરમાં 11મી-12મી સદીમાં પ્રવર્તમાન રાજવંશ. દશમી સદીના અંતમાં પર્વગુપ્તવંશની રાણી દિદ્દાના ક્રૂર અને ભ્રષ્ટાચારી શાસન પછી કાશ્મીરમાં લોહરવંશની સત્તા સ્થપાઈ (ઈ. સ. 1003). આ વંશના સંગ્રામરાજ, કલશરાજ અને હર્ષરાજે વિદ્યા અને કલાને ઉત્તેજન આપેલું. આ વંશના સ્થાપક સંગ્રામરાજે મહમૂદ ગઝનવીના અનેક હુમલા પાછા હઠાવ્યા ને પોતાના મંત્રી તુંગને…
વધુ વાંચો >વજ્રસત્વ
વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…
વધુ વાંચો >વટગમની (ગીતપ્રકાર)
વટગમની (ગીતપ્રકાર) : મૈથિલી લોકગીતોનો એક પ્રકાર, જેનો અર્થ છે વાટ (પંથ) પર ગમન કરતી વખતે ગવાતાં ગીતો. મિથિલા વિસ્તારમાં મેળા અને ઉત્સવોના અવસર પર ગ્રામીણ સ્ત્રીઓનો સમુદાય એને ખૂબ આનંદ ઉમંગથી ગાતો હોય છે. વર્ષાઋતુમાં બગીચાઓમાં હીંચકાઓ પર બેસીને ઝૂલતાં ઝૂલતાં પણ વટગમની ગવાતી જેને સાંભળવા રસિક શ્રોતાઓની ભીડ…
વધુ વાંચો >વડોદરા રાજ્યના સિક્કા
વડોદરા રાજ્યના સિક્કા : વડોદરાના ગાયકવાડી રાજ્ય માટે ચલણમાં મૂકેલા બાબાશાહી (ગાયકવાડી) સિક્કા. વડોદરાનું રાજ્ય ઈ. સ. 1732માં દમાજીરાવ ગાયકવાડે સ્થાપેલું. સયાજીરાવ -1લાના મુતાલિક ફતેહસિંહરાવ ગાયકવાડે સર્વપ્રથમ વાર વડોદરા રાજ્ય માટે સિક્કા પડાવ્યા. તેઓ ‘બાબાસાહેબ’ને નામે ઓળખાતા. આથી તેમના નામ પરથી વડોદરાનો રૂપિયો ‘બાબાશાહી રૂપિયો’ નામે પ્રખ્યાત થયો. કંપની સરકારના…
વધુ વાંચો >વસુદેવ
વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી. દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં…
વધુ વાંચો >વહોરા
વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ…
વધુ વાંચો >વાદ્યધારિણીનાં મદલ શિલ્પો
વાદ્યધારિણીનાં મદલ શિલ્પો : મંદિરના સ્તંભો પર પ્રયોજાતાં વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો. ભારતીય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી ઉપાસ્ય મૂર્તિઓ ઉપરાંત તેના જુદા જુદા સ્થાપત્યકીય ભાગો – પીઠ, મંડોવર, શિખર, દ્વારશાખા, સ્તંભ-શિરાવટી, ઘૂમટની અંદરની છત વગેરેને દેવ-દેવીઓ, દિકપાલો, દ્વારપાળો, વિદ્યાધરો, ગંધર્વો-કિન્નરો, તાપસ-મુનિ-જતિ, યક્ષ-યક્ષિણીઓ વિવિધ અંગભંગવાળી સુરસુંદરીઓ, વાદ્યધારિણીઓ-નૃત્યાંગનાઓ, કીચકો, મિશ્ર પશુઓનાં વ્યાલ સ્વરૂપો,…
વધુ વાંચો >વાયુદેવ
વાયુદેવ : એક વૈદિક દેવતા. ત્વષ્ટ્રા એના જમાઈ કહેવાય છે. મરુત વાયુ સાથે સંકળાયેલા નથી છતાં સ્વર્ગની નદીઓમાંથી મરુતે વાયુને જન્મ આપ્યો એમ કહેવાય છે. પાછળના યુગમાં વાયુને વાયવ્ય કોણના રક્ષક દેવતા તરીકે સ્વીકારાય છે. મહાભારતમાં વાયુને ભીમ અને હનુમાનના પિતા તરીકે વર્ણવાયા છે. મધ્વાચાર્યના અનુયાયીઓ તેમના આચાર્ય આનંદતીર્થને વાયુનો…
વધુ વાંચો >