પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

દ્રવ-પ્રેષણ-પંપ

દ્રવ-પ્રેષણ-પંપ (hydraulic transmission pump) : દ્રવપ્રેરિત શક્તિમાં મુખ્યત્વે ચાર પ્રકારના પંપ વપરાય છે : ગિયરપંપ, વેનપંપ, પિસ્ટનપંપ અને સ્ક્રૂપંપ. આ દરેક પ્રકારના પંપમાં, દ્રવના ચોક્કસ કદને ચૂષણચક્ર(suction cycle)માં લેવામાં આવે છે. પ્રવાહીનું દબાણ વધારીને તેને જરૂરી કાર્ય માટે મોકલવામાં આવે છે. આધુનિક ગિયરપંપ, પ્રવાહીનું દબાણ 175 બાર જેટલું વધારે છે…

વધુ વાંચો >

દ્રવસ્થૈતિક પ્રેષણ

દ્રવસ્થૈતિક પ્રેષણ (hydrostatic transmission) : દ્રવચાલિત શક્તિપ્રેષણ (hydraulic power transmission) તંત્રના બે પ્રકારો પૈકી પ્રવાહીની દાબ-ઊર્જા(pressure energy)નો ઉપયોગ કરતું તંત્ર. આ પ્રેષણતંત્ર દ્રવચાલિત પંપ અને મોટરના સંયોજનનું અને તેને માટે જરૂરી નિયંત્રણતંત્રનું બનેલું હોય છે. તેમાં તદ્દન સાદા અચળ વિસ્થાપન(displacement)વાળા તથા સરળ નિયંત્રણવાળા પંપથી માંડીને ઘણા જ જટિલ પરિવર્તી વિસ્થાપન…

વધુ વાંચો >

પટ્ટા-ચાલન (belt drive)

પટ્ટા–ચાલન (belt drive) : બે શાફ્ટ વચ્ચે શક્તિનું સંચારણ કરવા માટેની ઓછામાં ઓછી કિંમતની વ્યવસ્થા. અહીં બંને શાફ્ટ એકબીજાને સમાંતર હોય તે પણ જરૂરી નથી. પટ્ટા ઘણી જ સરળતાથી અને અવાજ વગર શક્તિનું સંચારણ કરે છે. તે મોટર અને બેરિંગને, ભારની વધઘટની સામે રક્ષણ પૂરું પાડે છે. એ સત્ય છે…

વધુ વાંચો >

પટ્ટો (belt)

પટ્ટો (belt) : એક શાફ્ટમાંથી બીજા શાફ્ટને શક્તિનું સંચારણ (transmission) કરવા માટે નમ્ય જોડાણ કરનાર (flexible connector)  ઉપકરણ. શક્તિનું સંચારણ બંને શાફ્ટને દાતાઓ દ્વારા જોડીને પણ થઈ શકે. પરંતુ જ્યારે બે શાફ્ટની ધરીઓ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે પટ્ટા વપરાય છે. ચાર જાતના પટ્ટા વ્યવહારમાં વપરાય છે : (1) સપાટ…

વધુ વાંચો >

પવનચક્કી (wind mill)

પવનચક્કી (wind mill) : પવનની ઊર્જાને નાથવા માટેની ચક્કી. પવનચક્કીઓનું વર્ગીકરણ : પવનચક્કીઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : આ બંને પ્રકારેમાં જુદી જુદી જાતની પવનચક્કીઓ વપરાશમાં છે. ક્ષૈતિજ પવનચક્કી : વ્યાપક પ્રમાણમાં આ પ્રકારની પવનચક્કીઓ મળે છે. તેમાં, એક પાંખિયાવાળી અથવા બે, ત્રણ કે બહુ પાંખિયાંવાળી પવનચક્કીઓ આવે…

વધુ વાંચો >

પવનશક્તિ (wind power)

પવનશક્તિ (wind power) : પવનશક્તિ હકીકતે, સૌર ઊર્જાનું એક સ્વરૂપ છે. ગરમીના કારણે, જમીનની પાસેની હવા તપીને ઊંચી ચડે છે અને તેની જગ્યા ભરવા માટે સમુદ્ર ઉપરની હવા જમીન ઉપર આવે છે. હવાની આવી હિલચાલ એટલે પવન. પવન કાયમ ફૂંકાતો જ રહેતો હોઈ, આ ઊર્જા વપરાઈ કે સમાપ્ત થઈ જતી…

વધુ વાંચો >

પિસ્ટન અને સિલિંડર

પિસ્ટન અને સિલિંડર : એન્જિનના મહત્વના ભાગો. સિલિંડરમાં પિસ્ટન પશ્ચાગ્ર (reciprocating) ગતિએ ફરે છે. સિલિંડર એ બહારનો અને પિસ્ટન એ અંદરનો ભાગ ગણાય. એન્જિનમાં ઉચ્ચ દબાણવાળી વાયુની શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં સિલિંડર-પિસ્ટનની જોડ મહત્વનો ભાગ ભજવે છે. સિલિંડરને ઠંડું પાડવા માટે, સિલિંડરની આસપાસ જૅકેટ મૂકવામાં આવે છે ને તેમાંથી…

વધુ વાંચો >

પીપ

પીપ : મોટું ઊભું મજબૂત નળાકાર આકારનું પાત્ર. સામાન્યત: તે લાકડા અથવા ધાતુમાંથી બનાવવામાં આવે છે. લાકડાનાં પીપો હવે બહુ પ્રચલિત નથી. સૂકી વસ્તુઓ ભરવા માટે વપરાતાં પીપો પોચા લાકડામાંથી બનાવવામાં આવે છે ને તેમને બનાવવા માટે, નિષ્ણાત કારીગરોની જરૂર રહેતી નથી; જ્યારે પ્રવાહી ભરવા માટે વપરાતાં પીપ, ઊંચા પ્રકારના…

વધુ વાંચો >

પીપ (drum)

પીપ (drum) : ઉદવાહક (hoisting) ને ઉત્થાપક (lifting) યંત્રોમાં બેસાડેલો નળાકાર ભાગ. હાથથી વપરાતાં ઉદવાહકોમાં સમતલ ડ્રમ વપરાય છે. નાની શક્તિવાળાં ઉદવાહકોમાં પણ આ જ પ્રકારનાં ડ્રમ વપરાય છે. મોટી શક્તિવાળાં ઉદવાહકોમાં ખાંચાવાળાં ડ્રમ વપરાય છે. ડ્રમને વેલ્ડિંગ કરીને અથવા ઢાળી(cast)ને બનાવવામાં આવે છે અને તેની પસંદગી ઉત્પાદનની ગુણવત્તા ઉપર…

વધુ વાંચો >

પૅકિંગ-1

પૅકિંગ-1 : વરાળ અને દ્રવચાલિત (hydraulic) ઉપયોગ વખતે ઊંચા દબાણ માટે વપરાતું સીલ. બે ભાગ વચ્ચેની ગતિ સમયાંતરિત (iufrequent) હોય. [દા. ત., વાલ્વ સ્તંભ (valve stem)માં] અથવા સતત હોય (દા. ત., પંપમાં અથવા એન્જિનના પિસ્ટન રૉડમાં.) સીલ અને પૅકિંગની વચ્ચે કોઈ ભેદભાવની રેખા ન હોઈ પૅકિંગને સીલ જ કહેવાય છે.…

વધુ વાંચો >