પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

યંત્ર (machine)

યંત્ર (machine) : નિર્ધારિત ગતિ આપવા ઉપરાંત પ્રાપ્ય યાંત્રિક શક્તિને સુધારી નિર્ધારિત કાર્યમાં તેનું પ્રેષણ કરી શકે તેવું સાધન. આમાં ઉચ્ચાલન, ચક્ર, ગરગડી, સ્ક્રૂ જેવાં સાદાં યંત્રોથી માંડીને આધુનિક ગાડીઓમાં વપરાતાં એન્જિનોનો પણ સમાવેશ થાય. યંત્રોનાં દેખાવ, કદ અને કાર્ય વિવિધ અને વ્યાપક હોય છે. પેપર-પંચ મશીનથી માંડીને હવાઈ જહાજ…

વધુ વાંચો >

રિવેટ (Rivet)

રિવેટ (Rivet) : ધાતુકામમાં કાયમી જોડાણ માટે વપરાતી માથાવાળી પિન. સ્ટીલ-નિર્માણ(steel construction)માં ઘણાં વર્ષો સુધી રિવેટ-જોડાણો અનિવાર્ય (indispensable) હતાં. માથાવાળી પિનના છેડા ઉપર એક શીર્ષ (head) બનાવવામાં આવે છે. આ શીર્ષ હથોડીથી ટીપીને અથવા સીધો દાબ આપીને બનાવાય છે. કૉપરની ધાતુમાંથી બનાવાતા નાના રિવેટમાં શીત રિવેટિંગ (cold rivetting) શક્ય છે.…

વધુ વાંચો >

રૂટર (router)

રૂટર (router) : વિદ્યુતશક્તિથી ચાલતું સુવાહ્ય (portable) સુથારી ઓજાર. આ ઓજાર મુખ્યત્વે લાકડાનું ફર્નિચર બનાવવા માટે વપરાય છે. તેની બનાવટમાં વીજમોટર, ચક્રમાં લગાવેલ ગોળ ફરી શકે તેવાં પાનાં, પીઠ (base) અને પકડવા માટે મૂઠહાથા (handle knobs) એ મુખ્ય ભાગો છે. પીઠની મદદથી આ મશીન જે ભાગ પર કામ કરવાનું હોય…

વધુ વાંચો >

રૅક અને પિનિયન (Rack and Penion)

રૅક અને પિનિયન (Rack and Penion) : જેની એક બાજુ ઉપર દાંતા હોય તેવો એક સમકોણીય સળિયો (રૅક) અને તેની સાથે બેસાડેલ નાનું ગિયર (પિનિયન) ધરાવતું યાંત્રિક સાધન. પિનિયન ઉપર સીધા અથવા આવર્ત (Helical) દાંતા હોય છે. આ પિનિયન રૅકની જોડે તેની ઉપરના દાંતાની જોડે બેસે છે. રૅક ઉપરના દાંતા…

વધુ વાંચો >

રૅચેટ (ratchet)

રૅચેટ (ratchet) : સવિરામ (intermittent) પરિભ્રામી (rotary) ગતિ અથવા શાફ્ટની એક જ દિશામાં (પણ વિરુદ્ધ દિશામાં નિષેધ) ગતિનું સંચારણ કરતું યાંત્રિક સાધન. સાદા રૅચેટની યાંત્રિક રચના (mechanism) આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A રૅચેટચક્ર છે, B ઝૂલતું (oscillating) લીવર છે. આ લીવર ઉપર ચાલક પૉલ (pawl) C બેસાડેલું…

વધુ વાંચો >

રેડિયો-આવૃત્તિ તાપન (radio frequency heating)

રેડિયો-આવૃત્તિ તાપન (radio frequency heating) : ઊંચી આવૃત્તિવાળા રેડિયો તરંગોની મદદથી ધાતુઓને ગરમ કરવાની પ્રક્રિયા. તેમાં આશરે 70,000 Hzના તરંગની જરૂર પડે છે. રેડિયો-આવૃત્તિની બે રીતો વિકસાવવામાં આવી છે. તે પૈકીની એક રીત પ્રેરણ-તાપન(induction heating)ની છે. આ રીત ધાતુઓને ગરમ કરવા માટે તેમજ જે ધાતુઓ સુવાહક છે તેમને માટે ઘણી…

વધુ વાંચો >

રેફ્રિજરેટર

રેફ્રિજરેટર બાહ્ય વાતાવરણના તાપમાન કરતાં નીચું તાપમાન મેળવવા માટેનું કબાટ/પેટી જેવું દેખાતું યાંત્રિક સાધન. હાલ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે રેફ્રિજરેટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજે સામાન્ય માણસ પણ આ સાધનથી પરિચિત છે. મટન, ઈંડાં, બ્રેડ, બટર, દવા, ફળો, દૂધ અને દૂધની બનાવટો જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઓછા તાપમાને…

વધુ વાંચો >

વજન અને માપપ્રણાલી (system of weights and measures) :

વજન અને માપપ્રણાલી (system of weights and measures) : માનવીના રોજબરોજના વ્યવહારમાં વસ્તુઓની લેવડ-દેવડમાં તથા વિજ્ઞાન અને ઇજનેરી જેવાં ક્ષેત્રોમાં માહિતીની રજૂઆતમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વજન, અંતર, ક્ષેત્રફળ અને કદ (ધારણ-શક્તિ, ક્ષમતા, capacity) જેવી ભૌતિક રાશિઓના ચોક્કસ જથ્થા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતાં એકમો અને માનકો(standards)ની પ્રણાલી. આધુનિક સમયમાં…

વધુ વાંચો >

વરાળ (steam)

વરાળ (steam) : પાણીનું વાયુસ્વરૂપ. આ વરાળ, અન્ય વાયુની સરખામણીએ ભેજયુક્ત હોય છે. આ કારણથી તેનો દેખાવ સફેદ લાગે છે. પાણીને ગરમ કરી વરાળ ઉત્પન્ન કરાય છે. બૉઇલરની અંદર, ઈંધણની મદદથી પાણીને તેના ઉત્કલનબિંદુ સુધી ગરમ કરી વરાળ બનાવાય છે. આ માટે બૉઇલરમાં જુદા જુદા પ્રકારનાં ઈંધણો વપરાય છે. આધુનિક…

વધુ વાંચો >

વરાળશક્તિ (steam power)

વરાળશક્તિ (steam power) : પ્રમાણભૂત વાતાવરણના દબાણે, 100° સે. અથવા તેથી વધુ તાપમાન ધરાવતા પાણીની વાયુસ્વરૂપ સ્થિતિમાં રહેલી શક્તિ. ઔદ્યોગિક વિકાસની પ્રગતિમાં વરાળ એ મૂળભૂત શક્તિનો સ્રોત છે. વરાળશક્તિ સ્ટીલના ઉત્પાદનમાં, તેલની રિફાઇનરીમાં, રાસાયણિક ઉદ્યોગોમાં અને અન્ય અનેક ઉત્પાદનોમાં અવિભાજ્ય અંગરૂપ છે. વરાળશક્તિ ટર્બો-જનરેટર ચલાવવા માટે વપરાય છે. આ ટર્બો-જનરેટર…

વધુ વાંચો >