પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

જળચક્ર (3)

જળચક્ર (3) : ચક્ર ફરતે ગોઠવેલી ક્ષેપણીઓ (paddles) દ્વારા વહેતા અથવા ઉપરથી પડતા પાણીની ઊર્જાને પ્રાપ્ત કરવાની યાંત્રિક પ્રયુક્તિ (device). જળચક્ર એ પ્રાચીન કાળની શોધ છે અને ગ્રીસમાં તેનો ઉપયોગ થયો હોવાના ઉલ્લેખો મળે છે. જૂના જમાનામાં ઘણા દેશોમાં લોટ દળવાની ઘંટીમાં તેનો ઉપયોગ થતો હતો. તેમાં દળવાના પથ્થરની નીચે…

વધુ વાંચો >

જિનીવા યંત્રરચના (Geneva mechanism)

જિનીવા યંત્રરચના (Geneva mechanism) : સમયાંતરે પરિભ્રામી ગતિ મેળવવા માટે સામાન્યત: વપરાતી યંત્રરચના. તેની લાક્ષણિકતા વારાફરતી ગતિ અને આરામનો ગાળો છે. તેનો ઉપયોગ સૂચીકરણ (indexing) માટે પણ થાય છે. આકૃતિમાં, A ચાલક છે. તેની ઉપર પિન અથવા રોલર (R) આવેલું છે. B અનુગામી છે, જે 4 અરીય (radial) ખાંચા ધરાવે…

વધુ વાંચો >

જ્વાલામંદકો

જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting…

વધુ વાંચો >

ઝારણ

ઝારણ (soldering) : નીચા ગલનબિંદુવાળી પૂરક ધાતુની મદદથી બે ધાતુઓને જોડવાની પ્રક્રિયા, રેણ. આ માટેની ધાતુનું ગલનબિંદુ 427° સે. હોય છે. ઝારણનો ઉપયોગ વિશ્વાસપાત્ર વિદ્યુતજોડાણો, પ્રવાહી અથવા વાયુચુસ્ત જોડાણો અને બે ભાગોને ભૌતિક રીતે (physically) જોડવા માટે થાય છે. ઝારણમાં વપરાતી મુખ્ય ધાતુ સીસું અને કલાઈની મિશ્રધાતુ છે. આ ધાતુ…

વધુ વાંચો >

ટર્બાઇન

ટર્બાઇન : પ્રવાહીમાં સંગ્રહાયેલી ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું યંત્ર. ‘ટર્બાઇન’ શબ્દ લૅટિન શબ્દ ‘ટર્બો’ (turbo) એટલે ઘૂર્ણાયમાન વસ્તુ (whirling object) ઉપરથી આવેલો છે. પ્રવાહીને, આબદ્ધ માર્ગ અને પરિભ્રમક (rotor) સાથે જોડેલી પક્ષ (fin) આકારની બ્લેડમાંથી પસાર કરીને આનું રૂપાંતર કરવામાં આવે છે. તે પ્રક્રિયામાં પરિભ્રમક ઘૂમતો રહે છે. ટર્બાઇનના…

વધુ વાંચો >

ટૉગલ મિકૅનિઝમ

ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે. આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ  ઘટતો જાય તેમ કડી 4…

વધુ વાંચો >

ઠારણ પદ્ધતિઓ

ઠારણ પદ્ધતિઓ : નીચા તાપમાનવાળી સપાટીની સાથે સંતૃપ્ત વરાળ સંપર્કમાં આવે ત્યારે ઠારણ ઉદ્ભવે છે. ઠારક એક અગત્યનું અને બહોળા વપરાશવાળું ઉષ્મા-વિનિમાયક (exchanger) છે. તેમાં અનન્ય લક્ષણવાળી ઉષ્મા-પારેષણની યંત્રરચના અસ્તિત્વ ધરાવે છે. વરાળના સંતૃપ્ત તાપમાન કરતાં ઓછા તાપમાનવાળી સપાટી ઉપર જો વરાળ અથડાય તો તેનું તાત્કાલિક ઠારણ થાય છે. બે…

વધુ વાંચો >

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’ (જ. 25 માર્ચ 1844; અ. 12 સપ્ટેમ્બર 1914) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર અને સ્વદેશીના હિમાયતી, ઉદ્યોગપતિ. અંબાલાલનો જન્મ, ગુજરાતની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન અલીણા. તેમના પિતા અમદાવાદના વિખ્યાત વકીલ હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે તેમનું જીવન ખૂબ જ નિયમિત બનાવેલું. 1864માં મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

દેસાઈ, એસ. વી.

દેસાઈ, એસ. વી. (જ. 2 ઑગસ્ટ 1901, અમદાવાદ; અ. 10 નવેમ્બર 1976, અમદાવાદ) : અગ્રણી કેળવણીકાર તથા કુશળ વહીવટકર્તા. આખું નામ સુરેન્દ્ર વૈકુંઠરાય દેસાઈ. માતાનું નામ વિજયાગૌરી. મૂળવતન અલીણા, જિલ્લો ખેડા. ગુજરાતમાં અનુસ્નાતક કક્ષાની બેવડી પદવી ધરાવતી પ્રથમ વ્યક્તિ (ડબલ ગ્રૅજ્યુએટ), નામાંકિત ન્યાયમૂર્તિ તથા અગ્રણી રાજપુરુષ અંબાલાલ સાકરલાલ દેસાઈના તેઓ…

વધુ વાંચો >

દ્રવચાલિત શક્તિ

દ્રવચાલિત શક્તિ (hydraulic power) : ગતિમાન અથવા દબાણ હેઠળ રહેલા પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. આ શક્તિ ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. આધુનિક દ્રવચાલિત શક્તિ અંગેનો અભ્યાસ જાણીતા વૈજ્ઞાનિકો પાસ્કલ અને બરનોલીએ કર્યો. પાસ્કલના સિદ્ધાંતનો ઉપયોગ દ્રવચાલિત દાબક(hydraulic press)માં થાય છે. બરનોલીએ તેમનો સિદ્ધાંત પાસ્કલના સિદ્ધાંત બાદ ઘણાં વર્ષે આપ્યો…

વધુ વાંચો >