પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

કન્ડેન્સર

કન્ડેન્સર : બાષ્પને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટેનું સાધન. કન્ડેન્સરમાં વરાળની ગુપ્ત ગરમી જેટલી ગરમી બહાર ખેંચી લેતાં ઠારણ મળે છે. ઊંચા તાપમાને આવેલી વરાળ નીચા તાપમાનના પ્રવાહીની સાથે સંપર્કમાં આવતાં, ઠારણની ક્રિયા ઉદભવે છે. જે વરાળને ઠારવાની હોય તે ભીની, સૂકી અથવા અતિતપ્ત હોઈ શકે. ઉષ્મા મેળવનાર પદાર્થ તરીકે સામાન્યત:…

વધુ વાંચો >

કરવત

કરવત : કાષ્ઠ, પથ્થર કે ધાતુને કાપવા માટે હાથ કે યંત્ર વડે ચાલતાં ઓજારો. આદિ માનવે ચકમકના પથ્થરમાંથી બનાવેલ કરવતને મળતું ઓજાર તેણે વિકસાવેલાં ઓજારોમાં સૌપ્રથમ હોવાની શક્યતા છે. બધા જ પ્રકારની કરવતોમાં V-આકારના દાંતાવાળી ધાર ધરાવતું પાનું (blade) હોય છે. દાંતા એકાંતરે ડાબા-જમણી વાળેલા હોય છે જેથી કરવત અટક્યા…

વધુ વાંચો >

કાર્બ્યુરેટર

કાર્બ્યુરેટર : તણખા-પ્રજ્વલિત (spark-ignition) એન્જિનમાં, હવા અને બળતણના મિશ્રણને વાયુ સ્વરૂપમાં તૈયાર કરી મોકલવા માટે વપરાતું સાધન. ઑટોમોબાઇલ એન્જિનમાં (પેટ્રોલ-એન્જિનમાં) વપરાતા કાર્બ્યુરેટરના મુખ્ય ભાગો પ્રવાહી બળતણ માટેનો સંગ્રહખંડ (storage chamber), ચોક, નિષ્ક્રિય જેટ (idling jet), મુખ્ય જેટ, વેન્ચ્યુરી પ્રકારની હવાના પ્રવાહની મર્યાદા (restriction) અને પ્રવેગક (accelerator) પંપ છે. સંગ્રહખંડમાં પ્રવાહી…

વધુ વાંચો >

કૅપસ્ટન

કૅપસ્ટન : દોરડાં, સાંકળ અને કેબલ્સની મદદથી વહાણ અથવા જહાજવાડામાં ઘણા જ વજનદાર પદાર્થો ખસેડવા માટે વપરાતું યાંત્રિક સાધન. રેલવેના યાર્ડમાં પણ, વજન લઈ જતી કારને સ્થિતિમાં રાખવા (positioning) તે વપરાય છે. કૅપસ્ટનમાં એક નળાકાર હોય છે. તે હાથથી, વરાળની મદદથી અથવા વીજળીની મદદથી ચલાવાય છે. આ નળાકાર ઊભી ધરીની…

વધુ વાંચો >

કૅમ

કૅમ : ચક્રીય ગતિને આવર્ત (reciprocating) ગતિ કે ત્રુટક (intermittent) ગતિમાં ફેરવવા કે તેનાથી ઊલટી ગતિ કરવા માટેનો યંત્રનો એક ભાગ. ‘કૅમ’ શબ્દ ઘણું કરીને કૉમ્બ (કૂકડાની કલગી) શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આ શબ્દ દ્વારા તકતી કે ચક્રનો કૉમ્બનો આકાર સૂચવાય છે. સરળ રૂપે જોઈએ તો કૅમ પરિવર્તી ત્રિજ્યા…

વધુ વાંચો >

કૉમ્પ્રેસર

કૉમ્પ્રેસર : વાયુના કદનો યાંત્રિક રીતે ઘટાડો કરી તેનું દબાણ વધારનાર સાધન. હવા તેમાં સામાન્યત: વપરાતો વાયુ છે. પણ કુદરતી વાયુ (natural-gas), ઑક્સિજન, નાઇટ્રોજન અને ઔદ્યોગિક વપરાશમાં આવતા અન્ય અગત્યના વાયુઓને પણ કૉમ્પ્રેસ કરવામાં આવે છે. ધનવિસ્થાપન (positive displacement) , કેન્દ્રત્યાગી (centrifugal) અને અક્ષીય (axial) એ ત્રણ સામાન્ય રીતે વપરાતાં…

વધુ વાંચો >

ક્રૅંક

ક્રૅંક : યાંત્રિક બંધતા (linkage) અથવા યંત્રરચના(mechanism)માં પરિભ્રમણકેન્દ્ર(centre-of-rotation)ની આજુબાજુ ઘૂમતી કડી (link). ક્રૅંકનું પરિભ્રમણકેન્દ્ર સામાન્યત: ક્રૅંકશાફ્ટની અક્ષ (axis) હોય છે. ક્રૅંક તેના કેન્દ્રની આસપાસ સંપૂર્ણ પરિભ્રમણ (360°) કરી શકે તેવી રીતે ગોઠવેલી હોય છે [જુઓ આકૃતિ (અ)], તો કેટલીક ડિઝાઇનમાં તે ફક્ત દોલિત (oscillate) અથવા ત્રુટક (intermittent) ગતિ કરે છે.…

વધુ વાંચો >

ક્લચ

ક્લચ : સાધનસામગ્રી(equipment)ના ચાલક (drive) શાફ્ટનું સંયોજન (connection) અને વિયોજન (disconnection) કરવા માટે વપરાતા યંત્રભાગ (machine element). જો બંને સંયોજિત શાફ્ટની ગતિ અટકાવવામાં આવે અથવા બંને શાફ્ટ સાપેક્ષ રીતે ધીમે ગતિ કરતા હોય તો ર્દઢ (positive) પ્રકારની યાંત્રિક ક્લચ વાપરવામાં આવે છે. જો પ્રારંભિક સ્થિર શાફ્ટને ગતિ કરતા શાફ્ટની મદદથી…

વધુ વાંચો >

ગિયરિંગ

ગિયરિંગ (gearing) : બે અથવા વધુ દંતચક્ર(gear)નો એકબીજા સાથેનો સંપર્ક. આ સંપર્કની મદદથી એક શાફ્ટમાંથી બીજા શાફ્ટ ઉપર ગતિ (motion) અથવા બળધૂર્ણ(torque)નું સંચારણ થાય છે. આને દંતચક્ર સંચાલન (gear drive) કહેવાય છે. જ્યારે ગિયરમાળા અથવા દંતચક્રમાળા (gear train) એ બે અથવા બેથી વધુ દંતચક્રનો સમૂહ છે કે જેની મદદથી બે…

વધુ વાંચો >

છટકયંત્રરચના (escapement)

છટકયંત્રરચના (escapement) : એક દોલિત ઘટક (oscillating member) સાથે જોડેલા પૅલેટ સાથે, એકાંતરે દાંતાવાળું ચક્ર (toothed wheel) જોડાણ કરે તેવી યંત્રરચના. આ યંત્રરચનાનો ઉપયોગ મુખ્યત્વે ઘડિયાળો(time pieces)માં થાય છે. જ્યાં દોલિત ગતિની જરૂરિયાત હોય ત્યાં તે વપરાય છે. યાંત્રિક ઘડિયાળોમાં, છટકયંત્રરચના ઊર્જા-સ્રોત (energy source) અને નિયંત્રક કળ(regulating device)ની વચ્ચે દરમિયાનગીરી…

વધુ વાંચો >