નાટ્યકલા
એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન)
એલ્બી, એડ્વર્ડ (ફ્રેન્કલિન) (જ. 12 માર્ચ 1928, વર્જિનિયા (?), અમેરિકા; અ. 16 સપ્ટેમ્બર 2016, ન્યૂયોર્ક, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર અને નાટ્યનિર્માતા. ‘‘હુ’ઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વૂલ્ફ’’ નામના નાટકથી તેમને પુષ્કળ ખ્યાતિ મળી હતી. આ નાટકને બ્રૉડવેની 1962ની સિઝન દરમિયાન લગભગ તમામ મહત્વના એવૉર્ડ મળ્યા હતા. તેઓ દત્તક પુત્ર હોવાથી…
વધુ વાંચો >એવમ્, ઇન્દ્રજિત (1962)
એવમ્ ઇન્દ્રજિત (1962) : આધુનિક બંગાળી નાટકકાર બાદલ સરકારનું પ્રયોગાત્મક બંગાળી નાટક. નાટકના નાયકનું સાચું નામ બિમલ છે. તે સમાજના પ્રવર્તમાન ઢાંચામાં, પોતાની જાતને ઢાળી દેવા ચાહતો નથી. નાટકના પ્રથમ ર્દશ્યમાં એ એક ઉદ્યોગપતિની ઑફિસમાં નોકરી માટે મુલાકાત આપવા જાય છે, ત્યારે એની જોડેના બીજા ઉમેદવારોનાં નામ છે અમલ, વિમલ,…
વધુ વાંચો >એવરીમૅન
એવરીમૅન : ઇંગ્લિશ ‘મૉરાલિટી’ પ્રકારનાં નાટકોમાં સહુથી જાણીતી કૃતિ. આ પ્રકારમાં સામાન્યતયા માણસની મુક્તિ અથવા મોક્ષ માટેની વાંછના અને તે સાથે પાપનું પ્રલોભન – એ બે વચ્ચેનો સંઘર્ષ નિરૂપાય છે. તે સાથે આમાં સંડોવાયેલા સારા અને નરસા સ્વભાવ-વિશેષને સજીવારોપણ દ્વારા સ્થૂળ પાત્રો તરીકે નિરૂપ્યા છે. ‘એવરીમૅન’ નાટકનો વિષય મધ્યકાલીન લોકભોગ્ય…
વધુ વાંચો >ઓ’કેસી, સીન
ઓ’કેસી, સીન (જ. 30 માર્ચ 1880, ડબ્લિન; અ. 18 સપ્ટેમ્બર 1964, ડેવૉન, ઇંગ્લૅન્ડ) : આયર્લૅન્ડના વાસ્તવવાદી નાટ્યકાર. મૂળનામ જૉન કેસી. પ્રૉટેસ્ટન્ટ પંથના આયરિશ પિતાનાં તેર સંતાનોમાં સૌથી નાના. આથી ભૂખમરો, રોગગ્રસ્તતા, ગરીબી, ભય અને નશાખોરી વગેરે નાનપણથી જ નિહાળવા અને વેઠવા પડ્યાં. શાળાનું શિક્ષણ તો ત્રણ વર્ષ પૂરતું જ પામી…
વધુ વાંચો >ઓગરા, સોરાબજી ફરામજી
ઓગરા, સોરાબજી ફરામજી (જ. 26 મે 1853; અ. 3 એપ્રિલ 1933) : પારસી રંગમંચના નામી કલાકાર. ગરીબ કુટુંબમાં ઉછેર થયો હતો. શાળાના અભ્યાસમાં મન ન લાગ્યું એટલે પિતાએ એમને કારખાનામાં નોકરીએ રાખ્યા. યંત્રના સંચા પણ સંગીત છેડતા હોય એમ એમને લાગતું અને તે સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતા. હિંદી શીખ્યા પછી,…
વધુ વાંચો >ઓઝા, પ્રતાપ
ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ…
વધુ વાંચો >ઓઝા, મૂળજીભાઈ આશારામ
ઓઝા, મૂળજીભાઈ આશારામ (‘ભરથરી’) (જ. ; અ. 31 ઑગસ્ટ 1919, વડોદરા) : ‘આર્યસુબોધ નાટક મંડળી’થી રંગમંચ પર અભિનયની શરૂઆત કરી. ‘ભર્તૃહરિ’માં ભર્તૃહરિ (1880), ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ (1887), ‘રાણકદેવી’માં સિદ્ધરાજ (1891), ‘જગદેવ પરમાર’માં શ્રીધર પાળ (1892), ‘ત્રિવિક્રમ’માં સુભટ સેન (1893), ‘ચંદ્રહાસ’માં કૌતલરાય (1894), ‘વીરબાળા’માં જયસિંહ (1896), ‘દેવયાની’માં કમલાકર (1899), ‘સતી અનસૂયા’માં…
વધુ વાંચો >ઓઝા, વાઘજી આશારામ
ઓઝા, વાઘજી આશારામ (જ. 1850; અ. 1897) : ઓગણીસમી સદીની વ્યવસાયી ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યકાર. જન્મ મોરબીમાં. માતા અંબાએ બાળપણથી તેમને ધ્રુવ, નચિકેતા વગેરેની વાતો કહીને સંસ્કાર આપેલા. મોરબીનરેશે આપેલી શિષ્યવૃત્તિની સહાય વડે મેટ્રિક થયેલા. પછી શિક્ષક બન્યા. રાજકુમાર હેમુભાને પણ ભણાવતા. મોરબીમાં રામભાઉ નાટકમંડળીનું નાટક જોઈને તેમણે અસંતોષ વ્યક્ત…
વધુ વાંચો >ઑથેલો (1604)
ઑથેલો (1604) : શેક્સપિયરરચિત ચાર મહાન ટ્રેજેડી પૈકીની એક. 1602 અને 1604 વચ્ચે રચાયેલું અને 1604માં રાજા જેમ્સ પહેલાની હાજરીમાં રાઇટ હૉલમાં ભજવાયેલું. ઇટાલિયન લેખક ગિરાલ્ડો સિન્થિયોની વાર્તા ‘હેક્ટોમિથિ’(1556)ના ફ્રેંચ અનુવાદ (1584) પર તેનું વસ્તુ આધારિત છે. પરંતુ અનુચિત સંદેહના, અપ્રચલિત વિષયબીજને હૃદયસ્પર્શી કારુણ્યપૂર્વક બહેલાવવામાં શેક્સપિયરે સર્જકતાનો સ્વકીય ઉન્મેષ દાખવ્યો…
વધુ વાંચો >ઓ’નીલ, યુજેન
ઓ’નીલ, યુજેન (ગ્લેડ્સ્ટોન) (જ. 16 ઑક્ટોબર 1888, ન્યૂયૉર્ક; અ. 27 નવેમ્બર 1953, બૉસ્ટન) : વિખ્યાત અમેરિકન નાટ્યકાર અને નોબેલ પારિતોષિક વિજેતા. પિતા જેમ્સ ઓ’નીલ સારા અભિનેતા હતા. એમની સાથે પ્રવાસી નાટ્યકંપનીમાં ફરવાને કારણે અને નાનપણથી જ નાટકમાં નાનાં પાત્રો ભજવવાને કારણે નાટકમાં અભિરુચિ. શરૂઆતનો અભ્યાસ ખાનગી શિક્ષકો દ્વારા. ત્યારપછી પ્રિન્સ્ટન…
વધુ વાંચો >