નાટ્યકલા

અજબકુમારી

અજબકુમારી : ત્રિઅંકી ગુજરાતી નાટક. લે. મૂળશંકર મૂલાણી. રજૂઆત : શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળી, 30-9-1889; પ્રકાશન; 1955. અજબકુમારી ચંદ્રાવતીના સેનાપતિ રણધીરને ચાહે છે. ચંદ્રાવતીની રાજકુંવરી ચંદ્રિકા પણ તેને ચાહે છે. રાણી ધારા રાજ્યલોભમાં તેને ચંદ્રાવતીના ગર્વિષ્ઠ રાજકુમાર અર્જુનદેવ સાથે પરણાવવા મથે છે. રાજા પુત્રીને લઈ જંગલમાં આવે છે. અર્જુનદેવ અને…

વધુ વાંચો >

અનુકરણકલા

અનુકરણકલા (mimicry) : જુઓ, મિમિક્રી.

વધુ વાંચો >

અભિનય

અભિનય  નાટ્યાર્થનો આંગિક, વાચિક આદિ ક્રિયાઓ દ્વારા ભાવને સાક્ષાત્કાર કરાવતો નટનો કલાકસબ. નાટ્યકારે રચેલા પાત્રને નટ પોતાની વાણી, અંગોનાં હલનચલન, મન અને ભાવજગત વડે મૂર્તિમંત કરી નાટકના અર્થને પ્રેક્ષકોમાં સંક્રાંત કરે છે. આ સમગ્ર વ્યાપાર તે અભિનય. નટની કળા અન્ય કળાઓ કરતાં વિશિષ્ટ કળા છે, કેમ કે તેમાં સર્જક અને…

વધુ વાંચો >

અભિનયદર્પણ

અભિનયદર્પણ (ઈ. સ.ની પાંચમી સદી પૂર્વે) : અભિનયને લગતો નાટ્યકળાનો ગ્રંથ. તેના રચયિતા નન્દીકેશ્વર મનાય છે. (પરંપરા પ્રમાણે નન્દી શિવનો શિષ્ય કે ગણ હતો.) તેમનો સમય ઐતિહાસિક દૃષ્ટિએ ચોક્કસપણે નક્કી થઈ શકતો નથી. તેઓ ભરતમુનિ પહેલાં થયા હોવાનું મનાય છે. ‘અભિનયદર્પણ’ સંસ્કૃત પદ્યમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો ગ્રંથ છે. આ આખોય…

વધુ વાંચો >

અમેરિકન થિયેટર અને રંગભૂમિનો ઉદભવ અને વિકાસ

અમેરિકન થિયેટર અને રંગભૂમિનો ઉદભવ અને વિકાસ : અમેરિકન નાટ્ય અને રંગભૂમિના ઉદભવ અને વિકાસની સરખામણીએ ટૂંકો સાંસ્કૃતિક ઇતિહાસ અને વિવિધ ઓળખ ધરાવતી પ્રજાના દેશ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાને પોતાની આગવી નાટ્યકલા અને થિયેટરની છબિ ઉપસાવવામાં ખૂબ જહેમત લેવી પડી હતી. છેક 1821માં એક બ્રિટિશ નટે કહ્યું હતું કે…

વધુ વાંચો >

અલ્ કાઝી ઇબ્રાહીમ

અલ્ કાઝી, ઇબ્રાહીમ (જ. 18 ઑક્ટોબર 1925, પુણે, મહારાષ્ટ્ર; અ. 4 ઑગસ્ટ 2020, નવી દિલ્હી) : ભારતીય નાટ્યજગતની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ. પિતા મૂળ અરબ અને માત્ર અરબી જાણે. માતા ઉર્દૂ, હિન્દી, મરાઠી અને ગુજરાતી પર પણ સારો કાબૂ ધરાવતાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને નાટ્યકળાના અભ્યાસ અર્થે તેઓ લંડન ગયા.…

વધુ વાંચો >

અલ્લાબેલી

અલ્લાબેલી (1946) : ત્રિઅંકી ઐતિહાસિક નાટક. લેખક ગુણવંતરાય આચાર્ય. રજૂઆત ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન, 1946. લાંબાં મૌલિક નાટકો ગુજરાતમાં જ્યારે અવેતન રંગભૂમિ માટે ઓછાં લખાતાં હતાં ત્યારે આ નાટક ઘણું સફળ ગણાયેલું. જસવંત ઠાકરે ઇન્ડિયન પીપલ્સ થિયેટર દ્વારા એની ફરી રજૂઆત (1947) કરી હતી. ઓખાનો પદભ્રષ્ટ માણેક કુળનો છેલ્લો વારસ…

વધુ વાંચો >

અલ્સેસ્ટિસ

અલ્સેસ્ટિસ (ઈ. પૂ. 438) : યુરિપિડીસનું ગ્રીક નાટક. તેમાં કરુણ અને હાસ્યરસનું મિશ્રણ થયું છે. નાટક સુખાંત છે. વૃદ્ધ રાજા એડમેટ્સની પત્ની અલ્સેસ્ટિસ પતિ, બાળકો અને રાજવંશને ચાલુ રાખવા તથા મૃત્યુના મુખમાંથી પતિને બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે. રાજાને બચાવવા એપૉલોએ ફેટ્સ(ભાવિ)ને કહ્યું, ત્યારે તેને બદલે બલિદાનની માંગણી…

વધુ વાંચો >

અવર ટાઉન

અવર ટાઉન (1938) : અંગ્રેજી ત્રિઅંકી નાટક. મૂળે નવલકથાકાર થૉન્ર્ટન વાઇલ્ડરના આ બહુચર્ચિત નાટકે લેખકને બીજી વાર પુલિત્ઝર પારિતોષિક મેળવી આપેલું. ‘રોજિંદું જીવન’ નામના પહેલા અંકમાં તત્કાલીન ઇંગ્લૅન્ડના તાલુકામથક જેવા એક નાના નગરના લોકો રોજિંદું જીવન જીવી રહ્યા છે, જ્યારે પ્રોફેસર વિલાર્ડ અને તંત્રી વેબ એમના વિશે તાટસ્થ્યપૂર્ણ ટિપ્પણી કરે…

વધુ વાંચો >

અશરફખાન

અશરફખાન (જ. 1880, ઇન્દોર; અ. 11 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : જૂની ગુજરાતી રંગભૂમિના નટ. અશરફખાન બહુ ભણ્યા ન હતા, પણ મઝહબ(ધર્મ)નું જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વાર નમાજ પઢતા અને દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેલા. ઘેરથી નાસી જઈને શરૂઆતમાં તેઓ નાની વાંકાનેર કંપનીમાં જોડાયેલા, પણ તેમના વાલી બાબુરાવ કંપનીમાંથી છોડાવીને ઘેર…

વધુ વાંચો >