દેવેન્દ્ર ભટ્ટ

ગૅરિબાલ્ડી, જુઝેપ્પે

ગૅરિબાલ્ડી, જુઝેપ્પે (જ. 4 જુલાઈ 1807, નીસ, સાર્ડિનિયા (ઇટાલી); અ. 2 જૂન 1882, કપ્રેરા) : ઇટાલીના રાષ્ટ્રીય એકીકરણમાં મહત્વનો લશ્કરી ફાળો આપનાર નિ:સ્વાર્થ દેશભક્ત. પિતા એક વેપારી જહાજના કપ્તાન હતા. તેથી બચપણથી જ તેનામાં વીરતા, સાહસ અને સાગરખેડુની ઝિંદાદિલીના ગુણ વિકસ્યા હતા. મોટા થતાં તેમને દેશભક્તિનો રંગ લાગ્યો અને તેઓ…

વધુ વાંચો >

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી  28° 0´ પૂ. રેખાંશવૃત્ત…

વધુ વાંચો >

ગ્રીસનું સ્વાતંત્ર્યયુદ્ધ

ગ્રીસનું સ્વાતંત્ર્યયુદ્ધ : ઈ. સ. 1453માં સેલ્જુક જાતિના તુર્કોએ કૉન્સ્ટૅન્ટિનોપલ જીતીને યુરોપમાં પ્રવેશ કર્યો અને તે પછીનાં 200 વર્ષમાં તેમણે પૂર્વ યુરોપના ગ્રીસ સહિત ડાન્યૂબ નદીથી ઍજિયન સમુદ્ર વચ્ચેના સમગ્ર બાલ્કન પ્રદેશ (‘બાલ્કન’નો અર્થ તુર્કી ભાષામાં ‘પર્વતીય પ્રદેશ’ એવો થાય છે) ઉપર આધિપત્ય જમાવી દીધું. આમ થતાં તુર્કી સામ્રાજ્ય મધ્ય…

વધુ વાંચો >

ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ

ગ્લૅડસ્ટન, વિલિયમ એવર્ટ (જ. 29 ડિસેમ્બર 1809, લિવરપૂલ; અ. 19 મે 1898, ફિલન્ટશાયર, વેલ્સ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડમાં ચાર વખત વડાપ્રધાન બનનાર, ઉદારમતવાદી, સુધારાવાદી રાજનીતિજ્ઞ. ઈટન અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું; તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. 1832માં તેમણે એ સમયના ટોરી (રૂઢિચુસ્ત) પક્ષના નેતા સર રૉબર્ટ પીલના અનુયાયી…

વધુ વાંચો >

ચર્ચિલ, સર વિન્સ્ટન

ચર્ચિલ, સર વિન્સ્ટન (જ. 30 નવેમ્બર 1874, વુડસ્ટૉક, ઑક્સફર્ડશાયર, લંડન; અ. 24 જાન્યુઆરી 1965, લંડન) : બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કરી સાથીરાજ્યોને વિજય મેળવવામાં અગ્રેસર રહેનાર (1940–45), હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડનાર તથા અંગ્રેજી ભાષાની વાક્છટા તથા લેખનશૈલીમાં અનોખી ભાત પાડનાર બ્રિટનના સામ્રાજ્યના પક્ષકાર રૂઢિચુસ્ત પક્ષના…

વધુ વાંચો >

ચાઉ એન-લાઈ

ચાઉ એન-લાઈ (જ. 5 માર્ચ 1898, હુઆઈન, કિયાંગ્સુ પ્રાંત; અ. 8 જાન્યુઆરી 1976, બેજિંગ) : સામ્યવાદી ચીનના પ્રથમ વડાપ્રધાન. તેમનો જન્મ શિક્ષિત અને ધનિક કુટુંબમાં થયો હતો. તેમને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ મળ્યો હતો, 1920માં વધુ અભ્યાસ માટે ફ્રાન્સ પણ મોકલવામાં આવેલ. જોકે તે ફ્રાન્સમાં વધુ સમય રહ્યા નહિ. ચીનમાં પાછા…

વધુ વાંચો >

ચાઉ કુંગ

ચાઉ કુંગ : પ્રાચીન ચીનના પ્રખ્યાત અને સૌથી લાંબા ચાલેલા રાજવંશ(ઈ. પૂ. 1122–249)ના સ્થાપક સમ્રાટ વુ-વાંગના નાના ભાઈ. આ બંને ભાઈઓ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતના શાસક હતા. (ચાઉ કુંગનો અર્થ થાય છે : ‘ચાઉ પ્રાંતનો ઉમરાવ–શાસક’). તેમણે શાંગ વંશના છેલ્લા સમ્રાટ ચાઉ સીનને ઉથલાવવામાં પોતાના મોટા ભાઈને મદદ કરી હતી.…

વધુ વાંચો >

ચાઉ વંશ

ચાઉ વંશ (ઈ. પૂ. 1122 – ઈ. પૂ. 249) : પ્રાચીન ચીનનો સૌથી વધુ લાંબો સમય ચાલેલો રાજવંશ. તેનો સ્થાપક હતો વુ-વાંગ. તેનો પિતા વેન-વાંગ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતનો શાસક હતો. તે સમયે ચીન ઉપર શાંગ વંશનું શાસન હતું. શાંગ વંશનો છેલ્લો સમ્રાટ ચાઉ સીન ઘણો જુલમી અને વિલાસી હતો.…

વધુ વાંચો >

ચુ યુઆન ચાંગ

ચુ યુઆન ચાંગ : મધ્યકાલીન ચીનના પ્રખ્યાત મિંગ રાજવંશનો સ્થાપક. મધ્યયુગમાં ચીન થોડા સમય માટે (ઈ. સ. 1280–1368) વિદેશી મૉંગોલોના તાબા નીચે રહ્યું હતું. કુબ્લાઇખાન આ મૉંગોલોનો સૌથી શક્તિશાળી શાસક હતો; પરંતુ તેમની પછીના મૉંગોલ શાસકો નિર્બળ નીવડતાં, ચુ યુઆન ચાંગે તેમની સામેના લોક-બળવાની આગેવાની લઈને તેમને દેશમાંથી હાંકી કાઢ્યા…

વધુ વાંચો >

ચુ-સી

ચુ-સી (જ. 1130; અ. 1200) : મધ્યકાલીન ચીનનો પ્રખર દાર્શનિક. તેના સમય સુધીમાં પ્રાચીન ચીનના મહાત્મા કૉન્ફ્યૂશિયસે આપેલા સિદ્ધાંતો અને નિયમોના અર્થઘટન તથા અમલ વિશે ઘણા વિવાદો ચાલ્યા હતા. ચુ-સીએ આ વિવાદોનું નિરાકરણ લાવીને કૉન્ફ્યૂશિયસવાદને એક વ્યવસ્થિત દાર્શનિક પદ્ધતિનું આખરી સ્વરૂપ આપ્યું, જેને તે સમયની રાજસત્તા શુંગ વંશે પણ માન્ય…

વધુ વાંચો >