દેવેન્દ્ર ભટ્ટ

અહમદનગર (શહેર)

અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >

ઇંગ્લૅન્ડ

ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…

વધુ વાંચો >

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 80,92,300 (1999) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા આવેલાં છે.…

વધુ વાંચો >

કૅન્ટૉન (ગુઆંગઝોઉ)

કૅન્ટૉન (ગુઆંગઝોઉ) : દક્ષિણ ચીનનું સૌથી મોટું શહેર. તે ચુ-ચિયાંગ નદીના મુખત્રિકોણ પ્રદેશ ઉપર સમુદ્રથી લગભગ 144 કિમી. અંદર નદીનાળ પર આવેલું બંદર પણ છે. ભૌગોલિક સ્થાન : 23° 06′ ઉ. અ. અને 113° 16′ પૂ. રે. કૅન્ટૉનની આબોહવા ઉનાળામાં ગરમ અને ભેજવાળી હોય છે. તેનું તાપમાન 38° સે. અને…

વધુ વાંચો >

કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)

કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય…

વધુ વાંચો >

ક્રિમિયાનું યુદ્ધ

ક્રિમિયાનું યુદ્ધ (1854-1856) : ઓગણીસમી સદીનું એકમાત્ર મોટું યુદ્ધ. તે યુરોપનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં સ્ટીમર, રેલવે, તાર તથા રિવૉલ્વર જેવાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થયો હતો. તેમાં એક પક્ષે રશિયા અને બીજે પક્ષે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા તુર્કી હતાં. વાસ્તવમાં તે રશિયાના ઝાર નિકોલસ પહેલા અને ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન ત્રીજાની…

વધુ વાંચો >

ક્રૉમવેલ, ઑલિવર

ક્રૉમવેલ, ઑલિવર (જ. 25 એપ્રિલ 1599, હન્ટિંગ્ડન; અ. 3 સપ્ટેમ્બર 1658, લંડન) : સત્તરમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડના રાજાને પદભ્રષ્ટ કરીને સર્વસત્તાધીશ બનેલા સેનાપતિ. ક્રૉમવેલ ઑલિવર સીધાસાદા, ધાર્મિક મનોવૃત્તિવાળા સદગૃહસ્થ હતા. સંજોગોએ તેમને પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ બનાવ્યા. તેમના પિતા ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટના સભ્ય હતા. ક્રૉમવેલ ઑલિવર પણ 29મે વર્ષે પાર્લમેન્ટના સભ્ય બન્યા…

વધુ વાંચો >

ક્લિયોપૅટ્રા

ક્લિયોપૅટ્રા (જ. ઈ. પૂ. 69; અ. ઈ. પૂ. 30) : પ્રાચીન ઇજિપ્તની મહારાણી તથા તે સમયના સમગ્ર વિશ્વની સર્વશ્રેષ્ઠ રૂપસુંદરી. ક્લિયોપૅટ્રા ઇજિપ્તના રાજા ટૉલેમી બારમાની પુત્રી હતી. ઇજિપ્તમાં ટૉલેમી વંશની સ્થાપના મહાન સિકંદરના ગ્રીક સેનાપતિ ટૉલેમીએ કરેલી. ઈ. પૂ. 51માં ક્લિયોપેટ્રાના પિતાના અવસાન પછી તેનો પંદર વર્ષનો ભાઈ (અને પતિ)…

વધુ વાંચો >

ક્લેમેન્શો

ક્લેમેન્શો (જ. 28 સપ્ટેમ્બર 1841, ફ્રાન્સ; અ. 24 નવેમ્બર 1929, પૅરિસ) : પહેલા વિશ્વયુદ્ધના સમયમાં ફ્રાન્સના શક્તિશાળી રાજકીય નેતા અને વડાપ્રધાન. તેઓ વ્યવસાયે ડૉક્ટર, સારા પત્રકાર અને લેખક પણ હતા; પરંતુ રાજકારણ પ્રત્યે તેમને શરૂઆતથી જ આકર્ષણ હતું. તેઓ પ્રજાસત્તાકવાદી હતા. 1871માં તેઓ પ્રજાસત્તાક ફ્રાન્સની પ્રથમ ધારાસભામાં ચૂંટાયા. તે પછી…

વધુ વાંચો >