જયકુમાર ર. શુક્લ

સાતારા

સાતારા : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 05´થી 18° 11´ ઉ. અ. અને 73° 33´થી 74° 54´ પૂ. રે. વચ્ચેનો 10,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુણે, પૂર્વમાં સોલાપુર, દક્ષિણમાં સાંગલી, પશ્ચિમમાં રત્નાગિરિ તથા વાયવ્યમાં…

વધુ વાંચો >

સાદત અન્વર અલ

સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા…

વધુ વાંચો >

સાધુ વાસવાણી

સાધુ વાસવાણી (જ. 25 નવેમ્બર 1879, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 16 જાન્યુઆરી 1966, પુણે, મહારાષ્ટ્ર) : કેળવણીકાર, સમાજસેવક, લેખક અને વક્તા. તેમનું નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એલિસ સ્કૉલર અને ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં ફેલો હતા. એમ.એ. થયા પછી તેઓ કોલકાતાની મેટ્રોપૉલિટન કૉલેજ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં…

વધુ વાંચો >

સાને ગુરુજી

સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…

વધુ વાંચો >

સામંતશાહી

સામંતશાહી : રાજાને સામંતો (જમીનદારો) ઉપર અને સામંતોને પોતાના અધીનસ્થો ઉપર આધાર રાખવો પડે તથા સૌથી નિમ્ન સ્તરે દાસવર્ગ (ખેતમજૂરો) હોય એવી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા. યુરોપમાં રોમન સામ્રાજ્યના સમ્રાટ શાર્લમૅનનું ઈ. સ. 814માં અવસાન થયા બાદ તેના વારસદારો નિર્બળ નીવડ્યા અને તેમની વચ્ચે આંતરવિગ્રહો થયા. તેથી તેના ત્રણ…

વધુ વાંચો >

સામંતસિંહ

સામંતસિંહ (લગભગ ઈ. સ. 923-942) : અણહિલવાડના ચાવડા વંશનો છેલ્લો રાજા. તે રત્નાદિત્યનો પુત્ર હતો. તે ભૂભટ-ભૂયડ-ભૂયગડ-ભૂવડ-ભૂઅડ નામે પણ ઓળખાતો હતો. એક બાજુ ‘સુકૃત- સંકીર્તન’માં તેની વીરતા તથા યશસ્વિતાની સુંદર પ્રશસ્તિ કરવામાં આવી છે તો ‘ધર્મારણ્યમાહાત્મ્ય’માં એને ખાઉધરો, કામી, અવિવેકી અને ચંચળ વર્ણવવામાં આવ્યો છે. તેણે અણહિલવાડ પાટણમાં પોતાના નામ…

વધુ વાંચો >

સાયપ્રસ (Cyprus)

સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…

વધુ વાંચો >

સાયમન કમિશન

સાયમન કમિશન : બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય સુધારાની ભલામણો કરવા 1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદ હેઠળ નીમેલું તપાસપંચ. ઈ.સ. 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં એવી જોગવાઈ હતી કે આ સુધારા હેઠળ સરકારે કરેલ કાર્ય, લોકશાહી સંસ્થાઓ તથા શિક્ષણની પ્રગતિ અને જવાબદાર રાજ્યતંત્રની દિશામાં આગળ વધવાની શક્યતા વગેરે બાબતોની તપાસ કરવા વાસ્તે દસ…

વધુ વાંચો >

સાયરસ મહાન

સાયરસ, મહાન (જ. ઈ. પૂ. 590-580, મીડિયા; અ. 529) : ઈરાનનો રાજા, પર્શિયન સામ્રાજ્યનો સ્થાપક. તે ઈરાનના અમીર કુટુંબમાં જન્મ્યો હતો. મિડિસના રાજા એસ્ટિયેજિસને તેણે ઈ. પૂ. 559માં હાંકી કાઢ્યો અને એકબતાના અને બીજા પ્રદેશો જીતી લઈને સામ્રાજ્ય સ્થાપ્યું. લિડિયા, બૅબિલોનિયા તથા ઇજિપ્તના શાસકોએ તેની વિરુદ્ધ જોડાણ કર્યું અને તેનો…

વધુ વાંચો >

સાયાણી રહીમતુલ્લા મહમદ

સાયાણી, રહીમતુલ્લા મહમદ (જ. 5 ઍપ્રિલ 1847, કચ્છ, ગુજરાત; અ. 4 જૂન 1902, મુંબઈ) : કૉંગ્રેસપ્રમુખ, મુંબઈ કૉર્પોરેશનના પ્રમુખ અને ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય. રહીમતુલ્લાનો જન્મ ખોજા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ સખત મહેનત અને ખંતથી કાયદાના ક્ષેત્રમાં નિષ્ણાત અને લોકોમાં જાણીતા થયા હતા. તેમણે 1866માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.…

વધુ વાંચો >