જયકુમાર ર. શુક્લ

શાહજહાં

શાહજહાં (જ. 15 જાન્યુઆરી 1592, લાહોર; અ. 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ…

વધુ વાંચો >

શાહદોલ

શાહદોલ : મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો ડમરુ આકારનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 40´થી 24° 20´ ઉ. અ. અને 80° 30´થી 82° 15´ પૂ. રે. વચ્ચેનો 14,028 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સતના, ઈશાનમાં સિધી, પૂર્વમાં સરગુજા (છત્તીસગઢ), અગ્નિ…

વધુ વાંચો >

શાહ, લલ્લુભાઈ આશારામ (સર)

શાહ, લલ્લુભાઈ આશારામ (સર) (જ. 4 ફેબ્રુઆરી 1873; અ. 16 નવેમ્બર 1926) : મુંબઈની હાઈકૉર્ટના કાર્યકારી (acting) મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતાશ્રી આશારામ દલીચંદ માળિયા, લાઠી, ચૂડા અને બાંટવા રાજ્યમાં કારભારી હતા. લલ્લુભાઈએ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ કરીને એમ.એ. તથા મુંબઈમાં અભ્યાસ કરીને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે 1895માં મુંબઈમાં વકીલાત શરૂ…

વધુ વાંચો >

શાહ, વજીહુદ્દીન અલવી

શાહ, વજીહુદ્દીન અલવી (જ. ?; અ. 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના…

વધુ વાંચો >

શાહી રાજ્ય

શાહી રાજ્ય : ઈ.સ.ની નવમી સદીના ઉત્તરાર્ધમાં, કાબુલની ખીણ અને ગંધાર પ્રદેશમાં કલ્લર નામના બ્રાહ્મણ મંત્રીએ સ્થાપેલું રાજ્ય. તુર્કી શાહી (અથવા શાહીય) વંશના રાજા લગતુરમાનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, તેના બ્રાહ્મણ મંત્રી કલ્લરે હિંદુ શાહી રાજવંશ સ્થાપ્યો. કલ્હણે ‘રાજતરંગિણી’માં લલ્લિય શાહીનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કલ્લરને સમાન ગણી શકાય.…

વધુ વાંચો >

શાહૂ

શાહૂ (જ. 1682 રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 15 ડિસેમ્બર 1749, શાહુનગર, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ. તે શિવાજીના પુત્ર સંભાજી અને યેશુબાઈનો જ્યેષ્ઠ પુત્ર હતો. તે સાત વર્ષનો હતો ત્યારે મુઘલોએ રાયગઢ જીતી લીધું અને નવેમ્બર 1689માં શાહૂ અને તેની માતા યેશુબાઈને કેદ કરી ઔરંગઝેબ પાસે દિલ્હી લઈ જવામાં આવ્યાં. મુઘલ કારાવાસમાં…

વધુ વાંચો >

શાહૂ-2

શાહૂ-2 (જ. ?; અ. 4 મે 1808, સાતારા, મહારાષ્ટ્ર) : સાતારાનો છત્રપતિ (ઈ.સ. 1777-1808). તારાબાઈએ છત્રપતિ રામરાજાને ધૂર્ત અને કપટી જાહેર કરીને કેદી તરીકે રાખ્યો હતો. રામરાજાએ તેના મૃત્યુ પહેલાં જેલમાં જ એક કિશોરને દત્તક લીધો, જે શાહૂ બીજા તરીકે સાતારાનો છત્રપતિ બન્યો. છત્રપતિ શાહૂ(1682-1749)ના અવસાન પછી મરાઠા સામ્રાજ્યની તમામ…

વધુ વાંચો >

શાંકલ

શાંકલ : ભારતનું એક પ્રાચીન નગર. પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’માં તેનો ઉલ્લેખ કર્યો છે. તે નામ ‘શાંગલ’ નામના નગરને મળતું આવે છે અને ઍલેક્ઝાંડરે તેનો નાશ કર્યો હતો. પાણિનિ આ બનાવ બન્યો, તે પહેલાં થઈ ગયો હશે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શાંતિસૂરિ

શાંતિસૂરિ (પાટણમાં થારાપદ્રગચ્છીય ઉપાશ્રયના આચાર્ય વિજયસિંહસૂરિના પટ્ટધર તથા રાજા ભીમદેવ 1લા(ઈ.સ. 1022-1064)ના સમયમાં થઈ ગયેલા વિખ્યાત કવિ અને વાદી. તેમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પર પ્રમાણભૂત ‘શિષ્યહિતા’ નામની વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદોથી પૂર્ણ, સમર્થ ટીકાગ્રંથ છે. તેમાં પ્રાકૃતનો અંશ વધારે છે, તેથી તે ‘પાઈયટીકા’ નામથી પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

શિકાગો (Chicago)

શિકાગો (Chicago) : યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 51´ ઉ. અ. અને 87° 39´ પ. રે.. આ શહેર યુ.એસ.નાં મોટાં શહેરોમાં દ્વિતીય ક્રમનું સ્થાન ધરાવે છે. તે સમુદ્રસપાટીથી 177 મીટર અને સરોવરની જળસપાટીથી 4.5 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરમાંથી શિકાગો નદી…

વધુ વાંચો >