શાંકલ : ભારતનું એક પ્રાચીન નગર. પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’માં તેનો ઉલ્લેખ કર્યો છે. તે નામ ‘શાંગલ’ નામના નગરને મળતું આવે છે અને ઍલેક્ઝાંડરે તેનો નાશ કર્યો હતો. પાણિનિ આ બનાવ બન્યો, તે પહેલાં થઈ ગયો હશે.

જયકુમાર ર. શુક્લ