છોટાલાલ છગનલાલ ત્રિવેદી
જમીનમહેસૂલ
જમીનમહેસૂલ : જમીન પર આકારવામાં આવતું રાજસ્વ. રાજાશાહીના અસ્તિત્વ પહેલાંના પ્રાગૈતિહાસિક કાળમાં જંગલની જમીન જે ખેડે તે તેનો માલિક ગણાતો; પરંતુ ત્યારબાદ રાજાઓએ જે જે પ્રદેશો જીત્યા, તેમની માલિકી તેમણે પોતાની ગણી અને ભૂમિના પ્રત્યક્ષ કબજેદારો પાસેથી તેમના રક્ષણના બહાને તેમણે જમીનની ઊપજનો અમુક ભાગ રાજસ્વ કે રાજભાગ તરીકે લેવા…
વધુ વાંચો >દરમિયાનગીરી
દરમિયાનગીરી : આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ એક દેશે બીજા દેશની સંમતિ સિવાય તે દેશની આંતરિક બાબતોમાં રાજકીય હેતુસર આપખુદ રીતે કરેલી દખલ. તે રાજદ્વારી અને સશસ્ત્ર એમ બે પ્રકારની હોઈ શકે છે. પોતાના નાગરિકોના રક્ષણાર્થે અન્ય માર્ગોનો સહારો લીધા વિના અન્ય કોઈ દેશની આંતરિક બાબતમાં દખલ કરવાનો કોઈ દેશને હક નથી.…
વધુ વાંચો >નાકાબંધી
નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…
વધુ વાંચો >નાગરિકતા
નાગરિકતા : દેશના બંધારણમાં ઉલ્લિખિત અથવા પરંપરાથી સ્વીકૃત અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિને અપાતો કાયદાકીય દરજ્જો. સામાન્ય રીતે દેશમાં જન્મેલ વ્યક્તિ આપોઆપ ત્યાંની નાગરિક બને છે, જોકે તેના પણ ઘણા અપવાદો હોય છે. દરેક નાગરિક દેશને વફાદાર રહેવા અને તેના કાયદાઓનું પાલન કરવા બંધાયેલ હોય છે. તેની સામે રાજ્ય તેનાં…
વધુ વાંચો >નિક્ષેપ (bailment)
નિક્ષેપ (bailment) : માલની કરારહસ્તક સોંપણી. ભારતીય કરારધારાની જોગવાઈઓ પૈકી કલમ 148 મુજબ નિક્ષેપ એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હેતુ માટે કરારથી કોઈ માલની કરેલી સોંપણી, જે માલ હેતુ સિદ્ધ થયે કાં તો પરત કરવાનો હોય કે જેનો સોંપનાર વ્યક્તિની સૂચનાઓ મુજબ નિકાલ કરવાનો હોય. કોઈ વ્યક્તિનો માલ બીજી…
વધુ વાંચો >પ્રત્યર્પણ (extradition)
પ્રત્યર્પણ (extradition) : કોઈ આરોપી કે ગુનેગાર એક દેશમાંથી છટકીને બીજા દેશમાં નાસી ગયો હોય તો તેને પકડીને પરત કરવાની પ્રક્રિયા. આમાં જે દેશના કાયદા મુજબ ગુનો થતો હોય તે દેશ, જે દેશમાં ગુનેગાર રહેતો હોય તે દેશ પાસે, તે આરોપી કે ગુનેગારની પોતાના દેશના કાયદા મુજબ અદાલતી કાર્યવહી ચલાવવા…
વધુ વાંચો >મિલકતનો કાયદો
મિલકતનો કાયદો સ્થાવર કે જંગમ મિલકતમાં રહેલ તેના માલિકના હિતનું રક્ષણ અને નિયમન કરવાના હેતુથી ઘડવામાં આવેલી ખાસ ધારાકીય જોગવાઈઓ. માનવ-ઇતિહાસના કયા તબક્કે ‘મિલકત’ કે ‘સંપત્તિ’નો વિચાર અસ્તિત્વમાં આવ્યો તે નિશ્ચિત રીતે કહી શકાય નહિ, પરંતુ પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં તેનો ઉલ્લેખ છે. ઘણા જૂના સમયથી માનવ જે કોઈ વસ્તુ…
વધુ વાંચો >મુલ્લા, દીનશા એફ.
મુલ્લા, દીનશા એફ. (જ. 8 જાન્યુઆરી 1868; અ. 27 એપ્રિલ 1934) : ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી. આર્થિક ર્દષ્ટિએ સાધારણ સ્થિતિના કુટુંબમાં જન્મ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી સૉલિસિટર બન્યા. તેમણે પોતાની સૉલિસિટરની પેઢી સ્થાપી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ…
વધુ વાંચો >મૅજિસ્ટ્રેટ
મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે મેટ્રોપૉલિટન વિસ્તારમાં ‘મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ’ અને તે સિવાયના વિસ્તારોમાં ‘જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ’ સમજવો. જુદા જુદા વિસ્તારોની અદાલતોની રચના રાજ્ય સરકાર રાજ્યની વડી અદાલત સાથે વિચારવિનિમય કરીને કરે છે અને તેમાં ન્યાયાધીશોની નિમણૂક…
વધુ વાંચો >શરણસ્થાન (asylum)
શરણસ્થાન (asylum) : એક દેશના નાગરિકને બીજા દેશે તેના રક્ષણ માટે આપેલ શરણ. શરણસ્થાન આપવાનો હક રાજ્યનો છે; તે તેની ફરજ નથી. શરણસ્થાન ત્રણ પ્રકારનાં હોય છે : (1) પ્રાદેશિક, (2) બિનપ્રાદેશિક અને (3) તટસ્થ. (1) પ્રાદેશિક શરણસ્થાન જે તે દેશ પોતાના પ્રદેશમાં જ આપે છે. (2) બિનપ્રાદેશિક શરણસ્થાન જે…
વધુ વાંચો >