છોટાલાલ છગનલાલ ત્રિવેદી

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત (192૦) :  1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલત. બીજા વિશ્વયુદ્ધ પછી (1945થી) સંયુક્ત રાષ્ટ્ર સંઘના હકનામાની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્ર સંઘના એક મુખ્ય અંગ તરીકે તેનો સમાવેશ થયેલો છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ કાયમી સાધન છે. તે જાહેર સુનાવણી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય લવાદી

આંતરરાષ્ટ્રીય લવાદી : રાજ્યોના પરસ્પરના ઝઘડાઓના નિરાકરણ માટેના શાંતિમય અને મૈત્રીભર્યા ઉપાયો માટે રચવામાં આવેલું તંત્ર. તેમાં બંને પક્ષકારો પોતાના દાવાઓ કાયદેસર નિકાલ માટે પરસ્પરની સંમતિથી ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓના પંચને સોંપે છે, તેમની આગળ રજૂઆત કરે છે અને ચુકાદો માગે છે. ચુકાદાનો અમલ પક્ષકાર રાજ્યોનાં સૌજન્ય અને સદ્વ્યવહાર પર…

વધુ વાંચો >

ઍટર્ની જનરલ

ઍટર્ની જનરલ : ભારત સરકારને કાયદાકીય સલાહ આપવા માટે તેમજ કાનૂની પ્રકારની અન્ય ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિએ નીમેલી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત ધરાવતી વ્યક્તિ. ભારતના બંધારણના અનુ. 76 (1) અન્વયે તેમની નિમણૂક થાય છે. અનુ. 76 (2) મુજબ સુપરત થયેલાં કાર્યો તેમણે કરવાનાં હોય છે. અનુ. 76 (3) પ્રમાણે ભારતના…

વધુ વાંચો >

કાંગા, જમશેદજી બહેરામજી

કાંગા, જમશેદજી બહેરામજી (જ. 29 ફેબ્રુઆરી 1875; અ. 23 માર્ચ 1969) : ભારતના પ્રથમ ઍડવોકેટ મુંબઈના ખ્યાતનામ વકીલ તથા મુંબઈ ઇલાકાના પ્રથમ ભારતીય ઍડવોકેટ-જનરલ. પારસી ધર્મગુરુ બહેરામજીનું તે ચૌદમું અને છેલ્લું સંતાન હતા. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ. અને એલએલ.બી. ડિગ્રીઓ લઈને સને 1903માં તેઓ ભારતના પ્રથમ ઍડવોકેટ (ઓ.એસ.) બન્યા. વકીલાતના વ્યવસાયમાં…

વધુ વાંચો >

કોર્ટ ફીનો કાયદો

કોર્ટ ફીનો કાયદો : 1870નો કેન્દ્રનો કાયદો. રાજ્યના લાભ માટે રાજ્ય કર ઉઘરાવવાનો હેતુ ધરાવે છે. આઝાદી બાદ ભારતના બંધારણ મુજબ કોર્ટ ફી રાજ્યનો વિષય છે. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં લેવાતી કોર્ટ ફી કેન્દ્રનો વિષય છે. તેથી રાજ્યોએ પોતાના કોર્ટ ફીના કાયદા ઘડ્યા છે. ગુજરાતે મુંબઈનો 1959નો કોર્ટ ફીનો કાયદો અપનાવ્યો…

વધુ વાંચો >

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો…

વધુ વાંચો >

ગ્રોશિયસ, હ્યૂગો

ગ્રોશિયસ, હ્યૂગો (જ. 10 એપ્રિલ 1583, હોલૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1645, રૉસ્ટોક, જર્મની) : આંતરરાષ્ટ્રીય કાયદાના પિતા. હોલૅન્ડમાં એક ગરીબ ધાર્મિક પરિવારમાં જન્મ. પિતા ધર્મશાસ્ત્રના વિદ્વાન હોવાથી હ્યૂગોને ધર્મગુરુ પાસે અભ્યાસાર્થે મોકલેલા. નાની વયથી જ અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવતા હ્યૂગો 8 વર્ષની વયે તો લૅટિનમાં કરુણપ્રશસ્તિઓ (elegies) લખતા થઈ ગયેલા.…

વધુ વાંચો >

ચાગલા, મહમદ કરીમ

ચાગલા, મહમદ કરીમ (જ. 30 સપ્ટેમ્બર 1900, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી, 1981, મુંબઈ) : સંવિધાનના નિષ્ણાત અને માનવતાવાદી ન્યાયવિદ્. મધ્યમવર્ગના ઇસ્માઈલી ખોજા વેપારી કુટુંબમાં જન્મ. ઇ. સ. 1905માં 5 વર્ષની વયે માતા ગુમાવ્યાં. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને કૉલેજમાં થયું. શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી…

વધુ વાંચો >

ચાંચિયાગીરી

ચાંચિયાગીરી : સશસ્ત્ર હુમલા દ્વારા જહાજ અથવા વિમાનોને બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર કબજે લેવાનું કૃત્ય. જ્યારથી માનવ વહાણવટું ખેડતો થયો ત્યારથી ચાંચિયાગીરી શરૂ થયેલ છે. મૂળ અર્થમાં ચાંચિયાગીરી એટલે કોઈ પણ ખાનગી વહાણે ખુલ્લા સમુદ્રમાં લૂંટ કરવાના ઇરાદે બીજા વહાણ પર ગેરકાયદેસર કરેલ બિનઅધિકૃત હિંસક કૃત્ય. સમય જતાં આ વ્યાખ્યામાં…

વધુ વાંચો >