કાશ્મીરી સાહિત્ય
ગૌહર, ગુલામ મોહિઉદ્દીન
ગૌહર, ગુલામ મોહિઉદ્દીન (જ. 1940, સોપોર, કાશ્મીર; અ. 1994) : કાશ્મીરી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિખ:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક થયા બાદ ઉર્દૂમાં ઑનર્સ કર્યું. પબ્લિક સ્કૂલમાં અધ્યાપક થયા પછી વકીલના સહાયક બન્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર લેખન શરૂ કર્યું. તેઓ કલ્ચરલ ફોરમ,…
વધુ વાંચો >ચમનલાલ ‘ચમન’
ચમનલાલ ‘ચમન’ (જ. 1936, બારામુલ્લા, શ્રીનગર, કાશ્મીર; અ. 1999) : કાશ્મીરી કવિ. તેમનો જન્મ મધ્યમ વર્ગના પંડિત પરિવારમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે બારામુલ્લામાં લીધું અને ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં લીધું. જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી 1957માં તેમણે બી.એ.ની ડિગ્રી સંસ્કૃત અને કાશ્મીરીમાં પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. સંસ્કૃતનો અભ્યાસ બાળપણમાં…
વધુ વાંચો >ચૌર પંચાશિકા
ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…
વધુ વાંચો >જવાબી કાર્ડ
જવાબી કાર્ડ : કાશ્મીરી વાર્તાસંગ્રહ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કાશ્મીરના વાર્તાસાહિત્યનું આધુનિકતા તરફ જે પ્રસ્થાન થયું તેમાં દીનાનાથ નદીમના ‘જવાબી કાર્ડ’ સંગ્રહનો મહત્વનો ફાળો છે. સ્વાતંત્ર્ય પૂર્વે કાશ્મીરી વાર્તાસાહિત્યનો ગણનાપાત્ર વિકાસ થયો નહોતો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ત્યાં શિક્ષણનો પ્રચાર થયો. વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રીઓ મેળવીને બહાર પડતા યુવાન લેખકોએ અન્ય સાહિત્યપ્રકારોની જેમ કાશ્મીરી વાર્તાસાહિત્યમાં પણ…
વધુ વાંચો >ઝુત્સી, સોમનાથ
ઝુત્સી, સોમનાથ (જ. 1922, અનંતનાગ) : કાશ્મીરી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અનંતનાગમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીનગરમાં. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાંથી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય લઈને બી.એ.ની પદવી મેળવી અને કાશ્મીરના આકાશવાણી કેન્દ્રમાં જોડાયા. ત્યાંથી જ એમણે વાર્તાલેખન શરૂ કર્યું, ને કાશ્મીરના પુનર્જાગરણ યુગના અગ્રિમ લેખક તરીકે ઊપસ્યા. તે શરૂઆતથી જ પ્રગતિવાદી વિચારધારાના…
વધુ વાંચો >ટાક, ગુલામનબી ‘નાઝિર’
ટાક, ગુલામનબી ‘નાઝિર’ (જ. 1935, અનંતનાગ, કાશ્મીર) : કાશ્મીરના કવિ. તેમના કાશ્મીરી ભાષાના ગઝલસંગ્રહ ‘આછર તરંગે’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેઓ ઉર્દૂમાં બી.એ. તથા કાશ્મીરી ભાષામાં એમ.એ. થયા છે. કૃષિ મંત્રાલયમાં સેવાકાર્યો બાદ હાલ નિવૃત્ત છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો 1955માં અને એ રચનાઓ જુદાં…
વધુ વાંચો >ટૈંગ, મોહમ્મદ યૂસુફ
ટૈંગ, મોહમ્મદ યૂસુફ (જ. 1935, શુપિયન, કાશ્મીર) : જમ્મુ-કાશ્મીરના સાહિત્યકાર-વિવેચક અને નિબંધકાર. એમના પરિવારનો ધંધો ફળો વેચવાનો, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શોપિયનમાં લીધું હતું. પછી ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. (ઓનર્સ). અભ્યાસ બાદ શ્રીનગરથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘જહાની નાવ’ના તંત્રી થયા. આ એમની કારકિર્દીની શરૂઆત હતી. શમીમ એહમદ શમીમ સાથે કામ કરવાનો પોકો…
વધુ વાંચો >તિલક રાજાનક
તિલક રાજાનક (ઈ. સ. 1075થી 1125) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. ‘અલંકાર સર્વસ્વ’ના કર્તા રુય્યકના તે પિતા હોવા ઉપરાંત ગુરુ પણ હતા, કારણ કે રુય્યકે પોતે જણાવ્યા પ્રમાણે તેણે સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ તિલક પાસે કર્યો હતો. રાજાનક તિલકે ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘ઉદભટ-વિવેક’ કે ‘ઉદભટવિચાર’ નામની ટીકા લખી છે એવી માહિતી ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે…
વધુ વાંચો >દોદ દગ
દોદ દગ : અખ્તર મોહ્યુદ્દીનની આધુનિક કાશ્મીરી નવલકથા. ‘દોદ દગ’માં ભારતવિભાજન અને કાશ્મીરના પણ પાકિસ્તાની આક્રમણને કારણે ભાગલા પડ્યા તેના પરિણામે કાશ્મીરી પ્રજાનું જીવન કેવું વેરવિખેર થઈ ગયું તથા કાશ્મીરી પરિવારોમાં જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેનું સચોટ બયાન એક પરિવારને કેન્દ્રમાં રાખીને અપાયું છે. નવલકથામાં એમણે રાજકારણને પ્રજાદ્રોહી ગણાવ્યું…
વધુ વાંચો >નવરોઈન રાધા
નવરોઈન રાધા (જ. સત્તરમી સદી) : મધ્યકાલીન કાશ્મીરી સંત કવિ. એમના જીવન અને કાવ્ય વિશે ‘ઋષિનામા’ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં જણાવ્યા મુજબ નાનપણમાં જ એમનાં લગ્ન થયાં હતાં. ગૃહસ્થજીવનમાં નિરાશા સાંપડતાં એમણે એકાંત ગુફામાં જઈને યોગસાધના કરી અને કાશ્મીરનાં સાધ્વી કવયિત્રી લલ્લેશ્વરીના એ શિષ્ય બન્યા. એમનાં કાવ્યો ‘નુંદદ્રેશિ’ નામે…
વધુ વાંચો >