કાશ્મીરી સાહિત્ય

નવસોરી, હબીબુલ્લાહ

નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો…

વધુ વાંચો >

નંદરાય

નંદરાય (જ. 1791 સોર, કાશ્મીર; અ. 1876) : કાશ્મીરી કવિ. એમણે નાનપણથી જ ગીતા, શૈવ સાહિત્ય તથા પુરાણોનું અધ્યયન કર્યું હતું. એમણે રહસ્યવાદી તેમજ શિવભક્તિનાં કાવ્યો રચ્યાં છે. એ પરમાનંદ તખલ્લુસથી ભારતવર્ષમાં જાણીતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એ પરમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. એમનાં કાવ્યોમાં એમણે આત્મજ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

નાઝકી, અબ્દુલ રશીદી

નાઝકી, અબ્દુલ રશીદી (Nazki Rasheed) (જ. 8 સપ્ટેમ્બર 1931, બાદીપુર, કાશ્મીર; અ. 6 જાન્યુઆરી 2016, બાંદીપુર) : કાશ્મીરી કવિ, સંશોધક, પત્રકાર અને અનુવાદક. શિક્ષણ કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં ઉર્દૂ વિષય સાથે એમ.એ.. કાશ્મીરી ભાષામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ. જમ્મુ અને કાશ્મીર અકાદમીની પત્રિકા ‘શીરાઝા’(ઉર્દૂ)ના સંપાદક. ‘એનસાઇક્લોપીડિયા કશ્મીરિયાના’ના મુખ્ય સંપાદક. કાશ્મીર વિશ્વવિદ્યાલયના…

વધુ વાંચો >

નાઝકી, એમ. ફારૂક

નાઝકી, એમ. ફારૂક [જ. 1940, માડર (બાંડીપુરા), કાશ્મીર] : કાશ્મીરી કવિ અને બહુભાષાનિષ્ણાત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નારહૈત્યુન કઝલ વનસ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉર્દૂમાં એમ.એ.ની પદવી અને જર્મન ભાષામાં ડિપ્લોમા મેળવ્યાં. તે પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા. તેઓ ઉર્દૂ, કાશ્મીરી, ફારસી,…

વધુ વાંચો >

નાઝી, મુનવ્વર

નાઝી, મુનવ્વર (જ. 1933, કાપ્રિન્ન, જિ. પુલવામા, જમ્મુ–કાશ્મીર) : કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમની કૃતિ ‘પુરસાં’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ. (ઑનર્સ) અને બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપક તરીકેની કામગીરી કરી. તેઓ કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાની જાણકારી ધરાવે…

વધુ વાંચો >

નાદિમ, દીનાનાથ

નાદિમ, દીનાનાથ (જ. 1916, શ્રીનગર; અ. 1988) : કાશ્મીરી લેખક. આ સદીના શ્રેષ્ઠ કાશ્મીરી કવિ. ઘરની સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરતાં કરતાં ભણ્યા. કૉલેજમાં હતા ત્યારે ક્રાન્તિકારી દળમાં જોડાયેલા. લડતમાં એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયેલાં અને એ માટે એમની ધરપકડ પણ થયેલી; તેથી કૉલેજ છોડવી પડી. પછી બહારથી…

વધુ વાંચો >

નાનકી, ગુલામરસૂલ

નાનકી, ગુલામરસૂલ (જ. 1900, શ્રીનગર) : કાશ્મીરી લેખક. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. મૅટ્રિક થઈ શાળા છોડી અને ત્યાં જ શિક્ષણવિભાગમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે પછી ત્યાં જ કૉલેજમાં પ્રવેશ લઈ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને બી.એ. થયા. ત્યાંના શિક્ષણવિભાગ તરફથી પ્રગટ થતા ‘તૈલિમી નાદીદ’ સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. 1948માં આકાશવાણીમાં…

વધુ વાંચો >

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી)

પંડિત, પ્રકાશરાવ (અઢારમી શતાબ્દી) : કાશ્મીરી કવિ. કાશ્મીરના  કુર્કગ્રામમાં જન્મ. ત્યાં જ એમની લેખનપ્રવૃત્તિ ચાલતી હતી. એ ‘દિવાકર’ નામથી પણ જાણીતા હતા. એમણે કાશ્મીરના રાજા સુખજીવનના રાજ્યકાળ (1754-1762) દરમિયાન ‘રામાવતાર-ચરિતકાવ્ય’ની રચના કરી હતી. એવી લોકવાયકા છે કે પંડિત પ્રકાશરાવ આંધળા હતા. એમના કાવ્યનો મૂલાધાર વાલ્મીકિ-રામાયણ છે. એમણે એમના કાવ્યમાં અનેક પ્રસંગો…

વધુ વાંચો >

પંડિત સોમનાથ (પંદરમી સદી)

પંડિત, સોમનાથ (પંદરમી સદી) : કાશ્મીરી કવિ. કાશ્મીરનો સુલતાન જૈનુલાબેદીન બાદશાહ (1420થી 1470) પ્રજાપ્રિય બાદશાહ હતો. હિંદુ તથા મુસલમાન પ્રત્યે સમાનતાથી અને પ્રેમથી વર્તતો હતો. એણે સાહિત્ય તથા કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું. વિદ્વાનોને તથા કલાકારોને આશ્રય આપતો હતો. એના દરબારમાં પંડિત સોમનાથ રાજકવિ હતા. એમણે બાદશાહની પ્રશસ્તિમાં ‘જૈનચરિત’ નામનું ચરિત્રકાવ્ય…

વધુ વાંચો >

ફકીર, શમ્સ

ફકીર, શમ્સ (જ. 1843; અ. 1904) : ખ્યાતનામ અને પવિત્ર આધ્યાત્મિક કાશ્મીરી કવિ. તેઓ એક શ્રમજીવીના પુત્ર હતા. તેમનું પ્રથમ નામ મુહમ્મદ સિદ્દીક શેખ હતું. યુવાન-વયે તેઓ અમૃતસર ગયા. ત્યાં કોઈ કલંદર સાથે મેળાપ થયો અને તેમની ઝંખના મુજબ તે અધ્યાત્મવિદ્યાના સિદ્ધાંતો શીખ્યા. ત્યાંથી તેઓ ખીણપ્રદેશમાં પાછા ફર્યા. અનંતનાગ ખાતે…

વધુ વાંચો >