કાયદાશાસ્ત્ર

શિશુવધ (infanticide)

શિશુવધ (infanticide) : એક વર્ષ કે તેથી ઓછી વયના શિશુનો વધ. તેને કાયદાની પરિભાષામાં હત્યા (murder) ગણવામાં આવે છે. જન્મથી 12 મહિના સુધીની વયના બાળકને શિશુ (infant) કહે છે; પરંતુ જો જન્મ સમયે નવજાત શિશુ કાલપૂર્વ અથવા અપરિપક્વ (premature) હોય તો તે સમયે તેણે જીવનક્ષમતા (viability) પ્રાપ્ત કરેલી છે કે…

વધુ વાંચો >

શીલ્સ, એડ્વર્ડ

શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી…

વધુ વાંચો >

શેલત, જે. એમ.

શેલત, જે. એમ. (જ. 1908, ઉમરેઠ, જિ. ખેડા,  ગુજરાત; અ. 1 નવેમ્બર 1985, મુંબઈ) : ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓના વરીયતા-ક્રમનો અનાદર કરીને એ. એન. રાયની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થયેલી નિમણૂકના વિરોધમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. મુંબઈમાં વિદ્યાભ્યાસ કર્યા પછી તેમણે લંડન યુનિવર્સિટીની કિંગ્સ…

વધુ વાંચો >

શ્વેતપત્ર

શ્વેતપત્ર : આગોતરી વિચારણા માટે સરકાર દ્વારા રજૂ કરાતો અધિકૃત દસ્તાવેજ. સરકાર દ્વારા જારી કરાતા આ પ્રકાશનમાં કોઈ વિશેષ બાબત કે વિષય અંગે નિવેદન, પ્રતિનિવેદન યા મહત્વપૂર્ણ સૂચનાઓ વગેરે પ્રકાશિત કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડ અને અન્ય સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતા દેશોમાં સામાન્ય રીતે સંસદમાં રજૂ થતા ખરડાની પૂર્વતૈયારી રૂપે તે…

વધુ વાંચો >

સગીર

સગીર : સંબંધિત કાયદા દ્વારા પુખ્તતા માટે નિર્ધારિત કરેલ ઉંમર પૂરી ન કરેલ વ્યક્તિ. સને 1875ના પુખ્ત વય અધિનિયમ [Indian Majority Act] અનુસાર અઢાર વર્ષની ઉંમર પૂરી થતાં સગીરાવસ્થા પૂરી થાય છે, પણ જે સગીરની જાત કે મિલકત માટે અદાલત દ્વારા વાલી નીમવામાં આવ્યો હોય તેની ઉંમર એકવીસ વર્ષની થતાં…

વધુ વાંચો >

સજાના સિદ્ધાંતો

સજાના સિદ્ધાંતો : રાજ્યે જે કરવા પર નિષેધ ફરમાવ્યો હોય તે કાર્ય એટલે કે અપરાધ કરવા સામે તેમ કરનારને રાજ્ય દ્વારા દુ:ખ પહોંચાડવાનાં અધિકૃત સામાજિક કાર્યોને લગતા રાજ્ય દ્વારા વખતોવખત નિર્ધારિત કરાતા નિયમો. અપરાધ નિષિદ્ધ કાર્ય કરીને (દા.ત., હુમલો, ચોરી) અથવા કાર્યલોપ કરીને (by omission to do) દા.ત., બાળકને ખોરાક…

વધુ વાંચો >

સજાશાસ્ત્ર (penology)

સજાશાસ્ત્ર (penology) : ગુનાઓને અટકાવવા માટે અને/અથવા ઘટાડવા માટેના સજા અને ઉપચાર સ્વરૂપના ઉપાયો સંબંધી અભ્યાસ કરતું શાસ્ત્ર. આધુનિક સજાશાસ્ત્ર ગુનાશાસ્ત્રની એક એવી શાખા છે, જે ગુનાઓની શક્ય રોકથામ અને નિયંત્રણના હેતુથી ન્યાયિક કાર્યવહી દ્વારા ગુનેગાર ઠરેલી વ્યક્તિઓ સાથે સજા, ઉપચાર કે તાલીમ (નવઘડતર) સ્વરૂપે વહેવાર કરવા અંગેની નીતિઓ તથા…

વધુ વાંચો >

સત્યમૂર્તિ, એસ.

સત્યમૂર્તિ, એસ. (જ. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; અ. 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા…

વધુ વાંચો >

સભરવાલ યોગેશ કુમાર

સભરવાલ, યોગેશ કુમાર (જ. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ. યોગેશ કુમાર સભરવાલ 1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે…

વધુ વાંચો >

સમન્યાય (Equity)

સમન્યાય (Equity) : ઇંગ્લૅન્ડમાં ક્રમશ: વિકાસ પામેલા ન્યાયના સિદ્ધાંતો. પુરાણા ઇંગ્લિશ કાયદા (કૉમન લૉ) પ્રમાણે એની ત્રણ અપૂર્ણતાઓ હતી : 1. ઇંગ્લિશ કૉમન લૉ (common law) : (1) કૉમન લૉમાં રિટનો નમૂનો ન મળે તો વાદીનું કારણ સાચું હોવા છતાં તે અદાલતમાં જઈ કામ ચલાવી શકતો નહિ. (2) કૉમન લૉ…

વધુ વાંચો >