કાયદાશાસ્ત્ર

વૉકર કરાર (સેટલમેન્ટ)

વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…

વધુ વાંચો >

વૉરંટ (warrant)

વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર. માલસામાનની જપ્તી માટેના અધિકારપત્રને ડિસ્ટ્રેસ વૉરંટ (distress warrant) કહે છે. જ્યારે કોઈના ઘરની કે કોઈ સ્થળની જડતી લેવાની હોય ત્યારે જે વૉરંટ આપવામાં આવે છે તેને સર્ચ વૉરંટ (search warrant) કહેવાય છે. વૉરંટ વિશેનો…

વધુ વાંચો >

વૉરેન, અર્લ

વૉરેન, અર્લ (જ. 19 માર્ચ 1881, લૉસ ઍન્જલિસ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1974, વૉશિંગ્ટન) : અમેરિકાના પ્રગતિશીલ અને બાહોશ ધારાશાસ્ત્રી. તે દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ તથા નાગરિક અધિકારોના પ્રખર હિમાયતી હતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. 1912માં કૅલિફૉર્નિયાની લૉ સ્કૂલમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1914માં સાન ફ્રાન્સિસ્કો તથા ઑકલૅન્ડમાં…

વધુ વાંચો >

વ્યભિચાર (adultery)

વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર અને/અથવા તેના પતિની સંમતિ વગર પરંતુ તે સ્ત્રીની ઇચ્છા અને સંપૂર્ણ સંમતિથી કરાતો શારીરિક સંભોગ. આવા વ્યભિચારના કૃત્યને કાયદાથી શિક્ષાને પાત્ર ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. માનવસમાજમાં સ્ત્રી અને પુરુષનો લગ્નસંબંધ પવિત્ર, વિધિમાન્ય અને આદરપાત્ર ગણાય છે…

વધુ વાંચો >

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય.…

વધુ વાંચો >

વ્યાવસાયિક બેદરકારી

વ્યાવસાયિક બેદરકારી : વ્યાવસાયિક કાર્ય કરતી વખતે સામાન્ય બુદ્ધિશાળી માણસ જેવું કૃત્ય કરે તેવું ન કરવું અથવા સામાન્ય બુદ્ધિશાળી માણસ ન કરે તેવું કૃત્ય કરવું તે. તેને વ્યાવસાયિક ઉપેક્ષા (professional negligence) પણ કહે છે. ઉપેક્ષા યાને બેદરકારી તે કાંઈક કરવામાં કસૂરનું કૃત્ય છે. બેદરકારીનો અર્થ અવિચારીપણું અગર ગફલત થતો નથી…

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ)

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ) (જ. ?, અ. ?) : સ્વતંત્રતા પછી,  ફેડરલ કોર્ટ તરીકે ત્યારે ઓળખાતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા 26 જાન્યુઆરી 1950 પછી સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતનું લોકશાહી ગણતંત્ર 26-1-1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં 1935ના કાયદા મુજબ એક સમવાયતંત્ર તો હતું જ. તે પૂર્વે નવ…

વધુ વાંચો >

શાહ, જે. સી.

શાહ, જે. સી. (જ. 19 જાન્યુઆરી, 1906 ?) : ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને એક બાહોશ ધારાશાસ્ત્રી. એમણે અમદાવાદની શાળાઓમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવી 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને 1928માં કાયદાના સ્નાતક થયા. જાન્યુઆરી 1933માં ઍડવોકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ થોડા જ સમયમાં મુંબઈ જઈ…

વધુ વાંચો >

શાહ, લલ્લુભાઈ આશારામ (સર)

શાહ, લલ્લુભાઈ આશારામ (સર) (જ. 4 ફેબ્રુઆરી 1873; અ. 16 નવેમ્બર 1926) : મુંબઈની હાઈકૉર્ટના કાર્યકારી (acting) મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતાશ્રી આશારામ દલીચંદ માળિયા, લાઠી, ચૂડા અને બાંટવા રાજ્યમાં કારભારી હતા. લલ્લુભાઈએ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ કરીને એમ.એ. તથા મુંબઈમાં અભ્યાસ કરીને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે 1895માં મુંબઈમાં વકીલાત શરૂ…

વધુ વાંચો >