કન્નડ સાહિત્ય

કંબાર, ચંદ્રશેખર

કંબાર, ચંદ્રશેખર (જ. 2 જાન્યુઆરી 1937, ઘોડગેરી, બેલગાંવ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, લોકવાર્તાકાર, ફિલ્મ-દિગ્દર્શક. તેમના મહત્વાકાંક્ષી લોકનાટક ‘સિરિસંપિગે’ માટે તેમને 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. કન્નડ યુનિવર્સિટીમાંથી નાટકના વિષય સાથે એમ.એ.ની તથા પીએચ.ડી.ની પદવી તેમણે પ્રાપ્ત કરી (1975). તે પહેલાં શિકાગો યુનિવર્સિટીમાં 1968-69 દરમિયાન અધ્યાપનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

કાનાવી, ચેન્નાવીર

કાનાવી, ચેન્નાવીર (જ. 26 જૂન 1928, હોમ્બલ, કર્ણાટક; અ. 16 ફેબ્રુઆરી 2022, ધારવાડ) : કન્નડ ભાષાના કવિ અને વિવેચક. ‘જીવધ્વનિ’ નામના તેમના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. કર્ણાટક યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડ તથા અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. 1952માં તેઓ પ્રકાશન બોર્ડ તથા અભ્યાસેતર પ્રવૃત્તિના બોર્ડમાં…

વધુ વાંચો >

કારંથ, શિવરામ

કારંથ, શિવરામ (જ. 10 ઑક્ટોબર 1902, કોટા, કાનડા જિલ્લો, કર્ણાટક; અ. 9 ડિસેમ્બર 1997 મનીપાલ, કર્ણાટક) : કન્નડ લેખક. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમના ગામમાં જ લીધું અને પછી ધારવાડ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે દાખલ થયા. એ વખતે દેશભરમાં ગાંધીજીના અસહકાર આંદોલનથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. એ સમયે એ ઇન્ટરમાં…

વધુ વાંચો >

કાવ્યાર્થચિંતન (1982)

કાવ્યાર્થચિંતન (1982) : શિવરુદ્રપ્પારચિત કાવ્યશાસ્ત્ર-વિષયક કન્નડ ગ્રંથ. તેમાં ભારતીય તેમજ પશ્ચિમના દેશોના કાવ્યતત્વ વિશેના સિદ્ધાંતો અને મંતવ્યોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરેલું છે. પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિદોના સિદ્ધાંતોના સામ્યભેદ તેમણે દર્શાવ્યા છે. વળી એ સિદ્ધાંતોનાં મૂળની પણ એમાં તપાસણી કરવામાં આવી છે. એની એક વિશેષતા એ છે કે પોતાના વક્તવ્યના સમર્થનમાં લેખકે…

વધુ વાંચો >

કુમાર વ્યાસ

કુમાર વ્યાસ (જ. 1430, ગદગુ, જિ. ધારવાડ) : કન્નડના પ્રતિભાવાન કવિ. તેઓ પંડિતોની સાથે સાથે સામાન્ય જનતાના પણ પ્રિય કવિ હતા. એમનું ‘મહાભારત’ આજે પણ કર્ણાટકના ગામેગામમાં વંચાય છે અને ગવાય છે. કુમાર વ્યાસનું પોતાનું નામ હતું નારણપ્પા. ગદગુના ભગવાન વીર નારાયણના સાન્નિધ્યમાં તેમણે પોતાનું મહાકાવ્ય રચ્યું છે. કુમાર વ્યાસ…

વધુ વાંચો >

કુર્તકોટિ કીર્તિનાથ બી.

કુર્તકોટિ, કીર્તિનાથ બી. (જ. 13 ઑક્ટોબર 1928, ગદગ, કર્ણાટક; અ. 31 જુલાઈ 2003) : કર્ણાટકના પ્રસિદ્ધ વિદ્વાન અને વિવેચક. તેમને તેમના નિબંધ-સંગ્રહ ‘ઉરિયા નાલગે’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી મેળવી. ગુજરાતમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અંગ્રેજી વિભાગના…

વધુ વાંચો >

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ (જ. 9 મે 1908, કોલાર, જિ. બૅંગલોર, કર્ણાટક; અ. 8 જુલાઈ 1971, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડ સાહિત્યના ‘નવલકથા સમ્રાટ’. કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું અરકલગુડુ ગામ તેમના પૂર્વજોનું વતન હતું. પિતાનું નામ નરસિંહરાવ તથા માતાનું નામ અન્નપૂર્ણમ્મા. સાહિત્યમાં અ. ન. કૃ. નામથી તે જાણીતા હતા. બાલ્યકાળથી જ કૃષ્ણરાવે…

વધુ વાંચો >

કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’

કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’ (જ. 8 સપ્ટેમ્બર 1938, શિમોગા, કર્ણાટક; અ. 5 એપ્રિલ 2007, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘ચિદંબરરહસ્ય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી સાહિત્યના વિષયમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, તેમણે ખેતીકામ સ્વીકાર્યું. તેમણે અનેક ગ્રંથો આપ્યા છે. તેમાં નવલકથાઓ, ટૂંકી…

વધુ વાંચો >

કેશિરાજ

કેશિરાજ (1260 આશરે) : કન્નડ કવિ, વ્યાકરણશાસ્ત્રી અને કન્નડ ભાષાના પ્રથમ વ્યાકરણકાર. મહાકાવ્યની રચનામાં 18 પ્રકારનાં વર્ણનોથી સભર કાવ્યસંકલન ધરાવતી જૂની કન્નડ કવિતાના આદ્ય કાવ્યસંગ્રહ ‘સુક્તિસુધાર્ણવ’ના રચયિતા યોગીપ્રવર ચિદાનંદ મલ્લિકાર્જુન તેમના પિતા હતા. કેશિરાજ ‘કેશવ’ અને ‘ચન્નકેશવ’ નામથી પણ ઓળખાતા હતા. મલ્લિકાર્જુનને હોયસળ રાજા સોમેશ્વર(1233-1254)નો આશ્રય મળેલો અને તેમણે તેમના…

વધુ વાંચો >

ક્રાંતિકલ્યાણ

ક્રાંતિકલ્યાણ : વિખ્યાત કન્નડ નાટ્યકાર અને નવલકથાકાર બી. પુટ્ટસ્વામૈયા(જ.1897)ની નવલકથા. આ નવલકથા માટે તેમને 1964નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરીને રંગમંચ માટેનાં નાટકો રચવાનો તેમણે પ્રારંભ કર્યો. ‘કુરુક્ષેત્ર’ અને ‘દશાવતાર’ તેમનાં ખૂબ પ્રસિદ્ધ નાટકો છે. કન્નડ રંગમંચ પર બે દસકા સુધી તેની ભજવણી…

વધુ વાંચો >