કાવ્યાર્થચિંતન (1982) : શિવરુદ્રપ્પારચિત કાવ્યશાસ્ત્ર-વિષયક કન્નડ ગ્રંથ. તેમાં ભારતીય તેમજ પશ્ચિમના દેશોના કાવ્યતત્વ વિશેના સિદ્ધાંતો અને મંતવ્યોનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરેલું છે. પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિદોના સિદ્ધાંતોના સામ્યભેદ તેમણે દર્શાવ્યા છે. વળી એ સિદ્ધાંતોનાં મૂળની પણ એમાં તપાસણી કરવામાં આવી છે. એની એક વિશેષતા એ છે કે પોતાના વક્તવ્યના સમર્થનમાં લેખકે જે ર્દષ્ટાન્તો આપ્યાં છે તે પ્રચલિત ક્ધનડ કવિતામાંથી આપ્યાં છે, જેથી વાચકને ગ્રાહ્ય બની શકે. ભારતીય કાવ્યશાસ્ત્ર પ્રત્યેનો એમનો પક્ષપાત પણ એમાં ર્દષ્ટિએ પડે છે. આ પુસ્તક માટે લેખકને 1983નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

વિનોદાબાઈ