ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મિત્તલ, લક્ષ્મીનારાયણ
મિત્તલ, લક્ષ્મીનારાયણ (જ. 2 સપ્ટેમ્બર 1951, સાદલપુર, રાજસ્થાન) : પોલાદના ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રસ્થાન ધરાવતા ઉદ્યોગપતિ અને વર્ષ 2006માં વિશ્વના પાંચમા ક્રમના તથા એશિયામાં પ્રથમ ક્રમના અબજપતિ. ટૂંકું નામ લક્ષ્મી મિત્તલ. મૂળ વતન રાજસ્થાનનું સાદલપુર. પિતાનું નામ મોહનલાલ. ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે પિતાએ વતન છોડીને કરાંચી ખાતે…
વધુ વાંચો >મિત્તલ, સુનિલ ભારતી
મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ, ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…
વધુ વાંચો >મિલકત-વેરો
મિલકત-વેરો : કરદાતાની માલિકીની મિલકતની કિંમત ઉપર આધારિત વેરો. મિલકતમાં મૂર્ત સ્થાવર અને જંગમ મિલકત તથા આવી કોઈ મિલકતમાં રહેલા અમૂર્ત હિત અથવા અધિકારનો સમાવેશ થાય છે. માલિકીના હકની હાજરીને કારણે મિલકતો પેદા થાય છે. જે સ્થાવર સંપત્તિ, માલસામાન અને પશુધન પર કોઈ એક વ્યક્તિ માલિકીહક ભોગવે તે એ વ્યક્તિની…
વધુ વાંચો >મિલકતો-અસ્કામતો
મિલકતો-અસ્કામતો : જે દ્રવ્ય-સંપત્તિ અને સેવાઓ ઉપર વ્યક્તિ ઉપયોગ, ઉપભોગ અથવા લાભદાયી નિકાલનો માલિકીહક (right of use enjoyment or beneficial disposal) ધરાવી શકે તેવી દ્રવ્યસંપત્તિ અને સેવાઓ. જે દ્રવ્ય-સંપત્તિ ઉપર વ્યક્તિની માલિકી હોય છે એ તેની મિલકત ગણાય છે. દ્રવ્ય-સંપત્તિમાં સ્થાવર અને જંગમ બંનેનો સમાવેશ થાય છે. મિલકતમાં દ્રવ્ય-સંપત્તિ ઉપરાંત…
વધુ વાંચો >મિસ્ત્રી, સાયરસ
મિસ્ત્રી, સાયરસ (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને…
વધુ વાંચો >મુક્ત વેપાર
મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં…
વધુ વાંચો >મુક્ત વેપાર વિસ્તાર
મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય…
વધુ વાંચો >મૂડીકરણ
મૂડીકરણ : કંપનીની સામાન્ય શૅર અને પ્રેફરન્સ શૅર જેવી સ્વમાલિકીની મૂડી અને ડિબેન્ચર જેવી લાંબા ગાળાની ઉછીની લીધેલી મૂડીમાં વહેંચાયેલું કંપનીનું મૂડીમાળખું અથવા કંપનીના રિઝર્વ સ્વરૂપે એકત્રિત થયેલા નફાનું શૅરમૂડીમાં રૂપાંતર કરવા માટે કંપનીના હયાત શૅરહોલ્ડરોને અપાતા બોનસ શૅર. (1) કંપનીનું મૂડીમાળખું : મૂડીકરણમાં સ્વમાલિકીની મૂડી અને લાંબા ગાળાનાં દેવાં…
વધુ વાંચો >મૂડીબજાર
મૂડીબજાર : ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો, સ્થાનિક સત્તામંડળો અને સરકારને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પદ્ધતિસરના મૂડીબજારનું અસ્તિત્વ એક પૂર્વશરત છે. નવી કંપનીઓ શરૂ કરવા, હયાત કંપનીઓનાં વિકાસ અને વિસ્તરણ કરવા તથા સ્થાનિક સત્તામંડળો અને સરકારની યોજનાઓ અમલમાં મૂકવા માટે લાંબા ગાળાની મૂડીની…
વધુ વાંચો >મૂડીમાળખું
મૂડીમાળખું : કંપનીની મૂડીનાં શૅર, ડિબેન્ચર અને દેવાં જેવા વિવિધ ઘટકોનું સંમિશ્રણ. કંપની દ્વારા મૂડીગત સાધનો એકત્ર કરવા માટે જે વિકલ્પોની પસંદગી થાય છે તેમાં શૅરો – જેવા કે ઑર્ડિનરી શૅર, પ્રેફરન્સ શૅર, લાંબા ગાળાનું દેવું જેવાં કે ડિબેન્ચર, બૉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે વિવિધ પ્રકારની જામીનગીરીઓ દ્વારા…
વધુ વાંચો >