ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મલ્હોત્રા, નાદર રોશની
મલ્હોત્રા, નાદર રોશની (જ. 1982, દિલ્હી) : ભારતીય મહિલાવ્યાવસાયિક. દેશમાં ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી ક્ષેત્રની ટોચની કંપની એચસીએલ ટૅક્નૉલૉજીસનાં ચૅરપર્સન. ભારતમાં કોઈ પણ આઇટી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી વ્યક્તિગત રીતે દેશની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ. એચસીએલ ગ્રૂપ કંપનીઓની હોલ્ડિંગ કંપની એચસીએલ કૉર્પોરેશનનાં સીઇઓ. શિવ નાદર…
વધુ વાંચો >મસ્ક, ઇલોન
મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની…
વધુ વાંચો >મહિન્દ્રા ,આનંદ
મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…
વધુ વાંચો >મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ
મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ (જ. 15 એપ્રિલ 1900, અમદાવાદ; અ. 28 એપ્રિલ 1974, મુંબઈ) : પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા કુશળ વહીવટદાર તથા અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ એલચી. પિતા લલ્લુભાઈ શામળદાસ ભાવનગર રિયાસતના દીવાન હતા. તેમની માતાનું નામ હતું સત્યવતી. 1917માં મુંબઈની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1921માં ત્યાંની જ એલ્ફિન્સ્ટન…
વધુ વાંચો >મહેતા, ગિરધારીલાલ
મહેતા, ગિરધારીલાલ (જ. 13 જાન્યુઆરી 1907, વારાણસી; અ. 4 જુલાઈ 1988, કૉલકાતા) : ભારતના અગ્રણી વ્યાપારી અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ વારાણસી અને કૉલકાતામાં લીધું હતું. 1922માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની બળદેવદાસ શાલિગ્રામની પેઢી કઠોળ, તેલીબિયાં અને કપાસની દલાલી કરી અંગ્રેજ કંપનીઓને તે નિકાસ માટે પૂરાં…
વધુ વાંચો >મહેતા, ધીરજલાલ
મહેતા, ધીરજલાલ (જ. 27 એપ્રિલ 1936; અ. 22 એપ્રિલ 2024) : જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સમાજસેવક. કૉર્પોરેટ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમનું યોગદાન – વિશેષ કરીને ગ્રામ્ય ભારતમાં ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે સમર્પિત જીવન-કટોકટીના વિરોધમાં જયપ્રકાશજીના આંદોલનમાં સક્રિય. સીડનહામ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટના ફેલોમેમ્બર–બજાજ…
વધુ વાંચો >મહેતા, નાનજી કાળીદાસ
મહેતા, નાનજી કાળીદાસ (જ. 17 નવેમ્બર 1887, ગોરાણા, સૌરાષ્ટ્ર; અ. 25 ઑગસ્ટ 1969) : ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા-કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર. વતન ગોરાણાની ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં જોડાયા. 1900માં મોટાભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ બે જ વર્ષમાં ‘બોઅર વૉર’ ફાટી…
વધુ વાંચો >મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ
મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ (જ. 15 ઑગસ્ટ 1900, અમરેલી; અ. 17 ઑગસ્ટ 1971, બેંગ્લોર) : ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેઓ એવા નિરભિમાની, સરલ અને વિવેકશીલ હતા કે વતન અમરેલી અને આજુબાજુનાં ગ્રામજનોમાં વ્હાલસોયા ‘બાપુજી’ તરીકે જાણીતા હતા. જૂનું અમરેલી શહેર વડી અને ઠેબી નદીના સંગમ ઉપર વસેલું પુરાતત્વીય ર્દષ્ટિએ…
વધુ વાંચો >મહેતા, પ્રિયવદન છગનલાલ
મહેતા, પ્રિયવદન છગનલાલ (જ. 1 મે 1920, સૂરત; અ. 26 મે 1996, અમદાવાદ) : અટીરાના પૂર્વનિયામક અને કાપડ-ઉદ્યોગના ખ્યાતનામ સંશોધક અને વિજ્ઞાની. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બન્યા. તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા અને તે બદલ શિષ્યવૃત્તિ મેળવી ફરી ટૅકનૉલૉજીના સ્નાતક બન્યા. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…
વધુ વાંચો >મહેતા, મફતલાલ મોહનલાલ
મહેતા, મફતલાલ મોહનલાલ (જ. 27 સપ્ટેમ્બર 1917, મુંબઈ) : હીરાના અગ્રગણ્ય વ્યાપારી અને દાનવીર. માતાનું નામ દિવાળીબેન. કુમળી વયમાં જ પિતાનો સ્વર્ગવાસ થવાથી મોટા ભાઈ ચંદુલાલે તેમને મૅટ્રિક સુધી અભ્યાસ કરાવ્યો. સંજોગવશાત્ નાની વયે રાયચંદ ઍન્ડ સન્સ નામની કૌટુંબિક પેઢીમાં મફતલાલ જોડાયા, જ્યાં હીરાના ઉદ્યોગની ઘનિષ્ઠ તાલીમ પામ્યા. 1939માં મોટા…
વધુ વાંચો >