ઇતિહાસ – ભારત

દિવોદાસ અતિથિગ્વ

દિવોદાસ અતિથિગ્વ : પૂર્વના વૈદિક સમયનો એક આગળપડતો રાજવી. એના પિતાનું નામ વધ્ય્ર (ઋ 6–61–1) હતું અને ભરતવંશમાંના તૃત્સુ કુટુંબના સુપ્રસિદ્ધ રાજવી સુદાસનો પિતામહ થતો હતો. સુદાસનો પિતા પિજવન દિવોદાસનો પુત્ર થતો હતો. દિવોદાસ તુર્વશો અને યદુઓનો વિરોધી હતો. એનો મોટો શત્રુ તો ‘દાસ’ વર્ગનો જાણીતો શંબર હતો. આ શંબર…

વધુ વાંચો >

દીને ઇલાહી

દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…

વધુ વાંચો >

દુબે, કુંજિલાલ

દુબે, કુંજિલાલ (જ. 18 માર્ચ 1896, આમગાંવ, નરસિંહપુર જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 2 જૂન, 1970) : મધ્યપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની, કેળવણીકાર અને વિધાનસભાના અધ્યક્ષ. બી.એ., એલએલ.બી. સુધીના અભ્યાસ બાદ જબલપુરમાં વકીલાત. શરૂમાં મદનમોહન માલવિયા તથા લાલા લજપતરાય અને તે પછી ગાંધીજીથી પ્રભાવિત. તેઓ રવિશંકર શુક્લ, ડી. પી. મિશ્ર અને શેઠ ગોવિંદદાસના સંપર્કમાં આવ્યા.…

વધુ વાંચો >

દુર્ગાપુર

દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05’ ઉ. અ. અને 87° 05’ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે.…

વધુ વાંચો >

દુર્ગાવતી, રાણી

દુર્ગાવતી, રાણી (જ. ?; અ. ઈ. સ. 1564) : મધ્યપ્રદેશના ગઢકટંગ(ગોંદવાણા)ના રાજા દલપત શાહની રાણી. તે મહોબાના જાણીતા ચંદેલ વંશના રાજા શાલિવાહનની રાજકુંવરી હતી. દલપત શાહના મૃત્યુ પછી, દુર્ગાવતી તેના પુત્ર વીરનારાયણની વાલી (રિજન્ટ) તરીકે રાજ્ય કરતી હતી. તે શક્તિશાળી, પરોપકારી અને હિંમતવાળી શાસક હતી. તેના શાસન દરમિયાન રાજ્યનો વિકાસ…

વધુ વાંચો >

દેવગુપ્ત

દેવગુપ્ત (ઈ. સ.ની સાતમી સદી) : પૂર્વ માળવાનો રાજા. તેનું નામ ‘હર્ષચરિત’માં અને હર્ષવર્ધનના અભિલેખોમાં આવે છે. તેના આધારે તેને ગુપ્ત રાજા માનવામાં આવે છે. દેવગુપ્ત મહાસેનગુપ્તનો જ્યેષ્ઠ પુત્ર હતો. ‘હર્ષચરિત’માં જણાવ્યા મુજબ, મહાસેનગુપ્તે પૂર્વ માળવામાં ગુપ્તકુળની સ્થાપના કર્યા બાદ દેવગુપ્ત તે પ્રદેશનો શાસક બન્યો. ગૌડ(બંગાળ)ના રાજા શશાંકે માળવાના દેવગુપ્ત…

વધુ વાંચો >

દેવપાલ (ગૌડનરેશ)

દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ,…

વધુ વાંચો >

દેવબંદ વિચારધારા

દેવબંદ વિચારધારા : મુસ્લિમ સમાજની સુધારણાની પ્રવૃત્તિ. 1857ના વિપ્લવમાં મુસ્લિમોએ લીધેલ સક્રિય ભાગ તથા સર સૈયદ અહમદખાને અંગ્રેજોતરફી દર્શાવેલ વલણના પ્રત્યાઘાત રૂપે મુખ્યત્વે દેવબંદ શાખાનો ઉદય થયો. 1857ના વિપ્લવમાં સક્રિય ભાગ લેનાર મુસ્લિમ નેતાઓના એક જૂથે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના શામલી ગામે બ્રિટિશ શાસન સામે સામુદાયિક આંદોલન ચલાવવાનું આયોજન કર્યું…

વધુ વાંચો >

દેવભૂતિ

દેવભૂતિ : ભારતીય સામ્રાજ્ય પર રાજ્ય કરનાર શૂંગ વંશનો છેલ્લો રાજા. મૌર્ય વંશના છેલ્લા રાજવી બૃહદ્રથના સેનાપતિ શૂંગવંશીય પુષ્પમિત્રે સ્વામીની હત્યા કરી ભારતીય સામ્રાજ્ય હસ્તગત કર્યું. એના પછી એનો પુત્ર અગ્નિમિત્ર, એનો સુજ્યેષ્ઠ, સુજ્યેષ્ઠનો વસુમિત્ર, એનો ઉદંક, ઉદંકનો પુલિંદક, એનો ઘોષવસુ, ઘોષવસુનો વજ્રમિત્ર, એનો ભાગવત અને એનો દેવભૂતિ થયો. દેવભૂતિએ…

વધુ વાંચો >

દેવી

દેવી (ઈ. સ. પૂર્વે 3જી સદી) : બૌદ્ધ શ્રમણ મહેન્દ્ર અને સંઘમિત્રાની માતા. મૌર્ય રાજા બિંદુસારના રાજ્ય અમલ દરમિયાન રાજપુત્ર અશોકે અવન્તિમાં રાજ્યપાલ તરીકે શાસન કરેલું. શ્રીલંકાના પાલિ ગ્રંથોમાં જણાવ્યા મુજબ રાજપુત્ર અશોક ત્યારે વિદિશામાં આવી વસેલા એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામે પુત્રીને પરણ્યો હતો ને તેનાથી તેને મહેન્દ્ર અને…

વધુ વાંચો >