અર્થશાસ્ત્ર
શેલિંગ, ટૉમસ સી.
શેલિંગ, ટૉમસ સી. (જ. 1921) : વર્ષ 2005ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. 2005ના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા છે જેરૂસલેમ ખાતેની હિબ્રૂ યુનિવર્સિટીના ગણિત વિભાગના વડા રૉબર્ટ જે. ઑમન. શેલિંગને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેઓ અમેરિકાની મૅરિલૅન્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં સન્માનનીય પ્રોફેસર(Professor Emiritus)નું પદ તથા અમેરિકાની…
વધુ વાંચો >શોલ્સ, માયરન સૅમ્યુઅલ
શોલ્સ, માયરન સૅમ્યુઅલ (જ. 7 જાન્યુઆરી 1941, ટિમિન્સ, કૅનેડા) : 1997ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. કૅનેડાના ઑન્ટોરિયા પ્રાંતમાં આવેલ હૅમિલ્ટન ખાતેની મૅકમાસ્ટર યુનિવર્સિટીમાંથી 1961માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પદવી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાં અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા મેર્ટન એચ. મિલરના માર્ગદર્શન હેઠળ 1964માં…
વધુ વાંચો >શોષણ (exploitation)
શોષણ (exploitation) : શ્રમિકને તેણે ઉત્પાદનમાં આપેલા ફાળાના મૂલ્ય કરતાં સભાન રીતે ઓછું વેતન ચૂકવવામાં આવે તે. શોષણનો આ અર્થશાસ્ત્રીય અર્થ છે. આ અર્થમાં ‘શોષણ’ શબ્દનો ઉપયોગ કાર્લ માર્ક્સે સર્વપ્રથમ કરેલો. તેમના સિદ્ધાંત પ્રમાણે વસ્તુનું વિનિમય-મૂલ્ય વસ્તુ પાછળ ખર્ચાયેલા શ્રમના મૂલ્ય બરાબર હોય છે. તેથી ઉત્પાદકો દ્વારા જે કુલ ઉત્પાદન…
વધુ વાંચો >શૌરી, અરુણ
શૌરી, અરુણ (જ. 2 નવેમ્બર 1941, જાલંધર) : જાણીતા પત્રકાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન, અર્થશાસ્ત્રી. શ્રીમતી દયાવંતીદેવી અને શ્રી હરિદેવ શૌરીના પુત્ર અરુણ શૌરીએ પત્રકાર તરીકે ઘણી નામના મેળવી છે પરંતુ તે પહેલાં તેમની કારકિર્દી અર્થશાસ્ત્રી તરીકેની હતી. નવી દિલ્હીમાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂયૉર્કસ્થિત સાયરાકસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત…
વધુ વાંચો >શ્રમજીવી સંઘ
શ્રમજીવી સંઘ : શ્રમના બદલામાં વેતન મેળવી તેના પર જીવનારાઓનું સંગઠન. શ્રમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે : શારીરિક અને માનસિક. શારીરિક શ્રમજીવીઓનાં સંગઠન મહદ્અંશે મજૂર સંઘ તરીકે અને માનસિક શ્રમજીવીઓનાં સંગઠન કર્મચારીમંડળ તરીકે ઓળખાય છે. કાર્યસ્થળે બનાવવામાં આવતાં પાયાનાં સંગઠનો એકત્રિત થઈને અમુક વિસ્તાર, રાજ્ય, દેશ અને દુનિયાનાં મહામંડળો…
વધુ વાંચો >શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics)
શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics) : ઉત્પાદન માટેના એક અત્યંત મહત્વના સાધન માનવશ્રમ માટેની માંગ અને તેના પુરવઠાનો અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રીઓએ છેક ઍડમ સ્મિથના સમયથી એ મુદ્દો સ્વીકાર્યો છે કે અન્ય ચીજવસ્તુઓ અને સાધનો માટેનાં બજારોની તુલનામાં શ્રમ માટેનું બજાર કેટલીક મહત્વની બાબતોમાં જુદું પડે છે. શ્રમબજારની કામગીરીમાં…
વધુ વાંચો >શ્રોફ, અરદેશર દારાબશા
શ્રોફ, અરદેશર દારાબશા (જ. 4 જૂન 1899, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1965, મુંબઈ) : બાહોશ અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી હાંસલ કરી અમેરિકન ચેઇઝ બૅંકમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ્ડ બૅંકિંગના વિષયના પ્રાધ્યાપક નિમાયા હતા. ત્યારબાદ સફળ…
વધુ વાંચો >સબસિડી
સબસિડી : કોઈ વસ્તુ કે સેવાની પડતર-કિંમત અને બજાર-કિંમત વચ્ચેનો તફાવત ઉપભોક્તાવર્ગના હિતમાં ઘટાડવા માટે સરકાર કે અન્ય જાહેર સંસ્થાઓ દ્વારા ઉત્પાદકોને અપાતી આર્થિક સહાય. સામાન્ય રીતે આવી સહાય સાર્વજનિક ઉપભોગ(mass consumption)ની વસ્તુઓ અને સેવાઓ પર અપાતી હોય છે. તેનું કદ મહદ્અંશે જે તે વસ્તુ કે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં નિર્ધારિત…
વધુ વાંચો >સમતુલા (equilibrium)
સમતુલા (equilibrium) : આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટેની એક વિભાવના (concept). તમામ આર્થિક કર્તાઓ(economic agents)નાં કાર્યો પરસ્પર સુસંગત હોય એવી સ્થિતિ; દા.ત., સ્પર્ધાત્મક બજારમાં કોઈ એક વસ્તુ માટેની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા એવી કિંમત નક્કી કરે છે જે કિંમતે આર્થિક કર્તા તરીકે ગ્રાહકો તેમની ખરીદીમાં કે ઉત્પાદકો તેમના ઉત્પાદનમાં વધારો…
વધુ વાંચો >સમતૃપ્તિરેખા
સમતૃપ્તિરેખા : જુઓ તટસ્થ રેખા
વધુ વાંચો >