અર્થશાસ્ત્ર
સમર્થક તારણ (બૅન્કિંગ)
સમર્થક તારણ (બૅન્કિંગ) : ધીરેલાં નાણાંની સલામતી માટે જામીનગીરી તરીકે લખાવી લીધેલી અને ધિરાણની રકમ કરતાં વધારે બજાર-કિંમતવાળી માલમિલકત. બૅન્કો શૂન્યાવકાશમાંથી નાણું પેદા કરતી નથી. થાપણદારો તરફથી જે નાણાં મળે છે તેનું બૅન્કો ધિરાણ કરે છે. નાણાકીય સંચાલનની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને તે મળેલ નાણાં કરતાં વધારે રકમનું ધિરાણ કરી શકે…
વધુ વાંચો >સમર્સ, લૉરેન્સ એચ.
સમર્સ, લૉરેન્સ એચ. (જ. 30 નવેમ્બર 1954, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અમેરિકન અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લોકસેવક. પિતા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક. શિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. 1982માં સમર્સે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ‘પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક એડ્વાઇઝર્સ’માં સેવા આપ્યા પછી 1983માં હાર્વર્ડ પરત ગયેલા. 28 વર્ષની ઉંમરે કાયમી પ્રાધ્યાપકપદ (tenured faculty) મેળવનાર જૂજ વ્યક્તિઓમાંના તેઓ…
વધુ વાંચો >સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર
સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર : અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે બે શાખાઓના સંદર્ભમાં કરવામાં આવે છે; જેમાંથી એકને ‘એકમલક્ષી અર્થશાસ્ત્ર’ (Micro economics), તો બીજાને ‘સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર’ (Macro economics) કહેવામાં આવે છે. ગ્રીક ભાષાના ‘Macro’ શબ્દનો અર્થ થાય છે વિસ્તીર્ણ અથવા મોટું અને તેથી જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસનો ફલક વિસ્તીર્ણ કે વિશાલ હોય…
વધુ વાંચો >સમાજવાદ
સમાજવાદ : ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકી તથા પ્રભુત્વની તરફેણ કરતી આર્થિક અને રાજકીય વિચારસરણી. વિકલ્પે તેને ‘સમૂહવાદ’ (collectivism) પણ કહેવામાં આવે છે. તેનો ઉદ્ગમ કાર્લ માર્ક્સ(1818-83)ની રાજકીય વિચારસરણીમાંથી થયેલો હોવાથી તેને ‘માર્ક્સવાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્લ માર્ક્સની રજૂઆત મુજબ…
વધુ વાંચો >સહકાર (આર્થિક ક્ષેત્રે)
સહકાર (આર્થિક ક્ષેત્રે) : સ્વહિત માટે લોકો દ્વારા રચવામાં આવતા વેપારી સંગઠનનું એક સ્વરૂપ. સહકારી સંગઠન, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી, કંપની કે રાજ્યસંચાલિત વેપારી-ઔદ્યોગિક સાહસો જેવું જ એક ધંધાદારી સાહસ છે. જોકે તેનાં ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની બાબતમાં તે અન્ય ધંધાદારી સંગઠનોથી જુદું પડે છે. ઇંગ્લૅન્ડમાં 1844માં સ્થપાયેલા અને…
વધુ વાંચો >સહકારી બૅન્ક
સહકારી બૅન્ક : સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સહકારી ધોરણે કામ કરતી બૅન્ક. આ પ્રકારની બૅન્ક એના નામ પ્રમાણે સહકારના સિદ્ધાંત પર કામ કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોમાં બચતની ભાવના વિકસાવવાનો તેમજ નબળા વર્ગો અને સીમાંત ખેડૂતો, કારીગરો અને શહેરી સમાજના મધ્યમ તેમજ ગરીબ વર્ગના…
વધુ વાંચો >સહકારી સંસ્થાઓ (સહકારી મંડળીઓનું સંગઠન)
સહકારી સંસ્થાઓ (સહકારી મંડળીઓનું સંગઠન) : મૂડીવાદી સ્વરૂપના સંગઠનના વિકલ્પ તરીકે તેની જોડાજોડ સમાજવાદી સ્વરૂપના સંગઠન તરીકે સફળતાપૂર્વક વિકસેલું અને ટકી રહેલું વ્યવસ્થાતંત્ર. ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1844માં ટોડલેન ગ્રાહક સહકારી ભંડારથી સહકારી મંડળીઓની શરૂઆત થઈ. ત્યારબાદ તેનો ફેલાવો ફ્રાન્સ, યુ. એસ. (અમેરિકા) તથા ક્રમશ: જુદા જુદા દેશો એમ સમગ્ર વિશ્વમાં…
વધુ વાંચો >સંકલિત ગ્રામીણ વિકાસ
સંકલિત ગ્રામીણ વિકાસ : વિકાસશીલ દેશોમાં ગ્રામીણ ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી સંકલિત કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિકાસ સાધવા માટેના પ્રયાસો. સરકાર આર્થિક વિકાસ કે ગ્રામીણ આર્થિક વિકાસ અંગેની પોતાની નીતિનો પોતાનાં અલગ અલગ ખાતાંઓ મારફતે પ્રયાસ કરે છે. સરકારની કામ કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે. આ ખાતાવાર કે વિભાગવાર કે…
વધુ વાંચો >સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system)
સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system) : ઉત્પાદનના પ્રત્યેક નાણાકીય ખર્ચનું ઉત્પાદનની પડતરકિંમત સુસંગત રીતે નક્કી કરવા માટે વર્ગીકરણ કરી શકાય તે પ્રકારે નાણાકીય હિસાબી અને પડતર હિસાબી પ્રથાઓનું અંતર્ગ્રથન (interlocking). નાણાકીય હિસાબી ચોપડા અને પડતરકિંમતના હિસાબી ચોપડા જુદા જુદા સેટમાં રાખવાને બદલે નાણાકીય ખર્ચ અને પડતરકિંમતને એક સેટમાં જ…
વધુ વાંચો >સંચિત થાપણ (Reserve Deposit)
સંચિત થાપણ (Reserve Deposit) : વેપારી બૅન્કો દ્વારા મધ્યસ્થ બૅન્કમાં મૂકવામાં આવતી ચોક્કસ રકમની થાપણ. વેપારી બૅન્કોએ તરલતા અને નફાકારકતા વચ્ચે સતત સમતુલા સાધવાની હોય છે. બૅન્કો જો તરલતા વધારે રાખે તો થાપણદારો, શૅરહોલ્ડરો અને જાહેર જનતાને પોતાની સલામતીની ખાતરી આપે છે; પરંતુ નફો ઓછો થઈ જાય છે. બૅન્કો જો…
વધુ વાંચો >